________________
Чоу
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૬ છે જ, પરંતુ મહિનામાં એક વખત જ નદીઉત્તરણ કરવું એ રૂ૫ સંખ્યાનિયમ પણ કલ્પ છે; અર્થાત્ મહિનામાં એકવાર નદી ઊતરવાની વિધિ નથી, પરંતુ ઊતરવાનું થાય તો એકથી અધિકવાર ન ઊતરવી, એ પ્રકારનો સંખ્યાનિયમ પણ કહ્યું છે. ઉત્થાન :
સંખ્યાનિયમને કલ્પરૂપે સ્વીકારી શકાય નહિ, પરંતુ નદીઉત્તરણમાં હિંસા છે, તેથી જ સાધુએ નદી ઊતરવી જોઈએ નહિ, પરંતુ અનન્ય ઉપાયરૂપે કદાચ નદી ઊતરે તો પણ એકથી અધિક વાર ન ઊતરવી, એ પ્રકારનો સંખ્યા નિયમનો અર્થ કરીને નદીઉત્તરણની ક્રિયાને હિંસારૂપે પૂર્વપક્ષીને સ્થાપન કરવી છે.
પૂર્વપક્ષીનો આશય એ છે કે, જેમ ગૃહસ્થ આરંભ-સમારંભની પ્રવૃત્તિ પાપરૂપ હોવાને કારણે જ તે પ્રવૃત્તિમાં સંખ્યાનિયમ કરે છે, કે આનાથી વધારે મારે દ્રવ્યો વગેરે વાપરવા નહિ. તેથી સંખ્યાનિયમ તે પ્રવૃત્તિને પાપરૂપે સ્થાપે છે. તેમ નદી ઊતરવાની ક્રિયામાં સંખ્યા નિયમ છે, તે નદીઉત્તરણની ક્રિયાને પાપરૂપે સ્થાપન કરે છે, એ પ્રકારના પૂર્વપક્ષીના આશયને સામે રાખીને ગ્રંથકાર કહે છે - ટીકાર્ચ -
દિવારહિ ..... નિસE Iબે વારાદિનો નિષેધ હોતે છતે એક વખતના ઉતારની વિધિમાં પણ વજીવના વધવા પાતકનું ત=લુંપાકને અપરિહાર્યપણું હોવાને કારણે શબલત્વના નિષેધ માટે તેના આદરણનું પણ આજ્ઞામાત્ર શરણપણું છે, અને સંખ્યાતિયમ વડે કરીને જપાતકપણું સ્વીકારાયે છતે સાંવત્સરિક પ્રતિક્રમણમાં અતિપ્રસંગ છે.
૦ વિિિનવેછે, માં હેતુઅર્થક સપ્તમી છે. શ Smવિધ વિષયસપ્તમી છે. વિશેષાર્થ :
પૂર્વપક્ષીના કથન પ્રમાણે સંખ્યાનિયમને કલ્પરૂપે ન સ્વીકારતાં સંખ્યાનિયમ દ્વારા નદીઉત્તરણની ક્રિયાને પાતકરૂપે સ્વીકારીએ, તો આગમમાં બે વારાદિ નદી ઉત્તરણનો નિષેધ છે, તેથી એક વખત ઊતરવાની વિધિ પ્રાપ્ત થાય છે; અને તેથી એક વખતના ઉત્તરણમાં પણ છે જીવનિકાયના વધના પાતનો લંપાક પરિહાર કરી શકશે નહિ. તેથી તેના પરિહારાર્થે ચારિત્રના શબલત્વના નિષેધ માટે એક વખતના નદીઉત્તરણને સ્વીકારવામાં આવે તો તેમાં પણ આજ્ઞામાત્ર શરણ થઈ શકે અર્થાત્ એક વખત નદી ઊતરવાની આજ્ઞા છે, એમ જ સ્વીકારવું પડે. અને જે ભગવાનની આજ્ઞા હોય તે કલ્પરૂપ જ પ્રાપ્ત થાય, તેથી એક વખતની નદીઉત્તરણનો સંખ્યાનિયમ કલ્પ જ સિદ્ધ થાય, પરંતુ નદીઉત્તરણની ક્રિયા છે જીવનિકાયના વધરૂપ છે તેમ સિદ્ધ થાય નહિ.
અહીં વિશેષ એ છે કે, સંખ્યા નિયમથી નદીઉત્તરણને પાતકરૂપે સ્વીકારવામાં આવે તો, એક વખતની નદી ઉત્તરણમાં પણ સાધુને છકાયના જીવની વિરાધનાની પ્રાપ્તિ થાય, અને તે સ્વીકારવામાં આવે તો સાધુને સાધુપણાના અતિચારના સ્વીકારની આપત્તિ આવે; અને એક વખતની નદીઉત્તરણની શાસ્ત્રની અનુજ્ઞા છે તે