SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક/ શ્લોક : ૩૬ પ૦પ નદીગત પ્રાણીના વધને શોધી કરનારાં થાય, તો સાધુના દાનમાં ઉદ્યત એવો શ્રાવક અનાભોગાદિ વડે સચિત સ્પર્શમાત્રથી અશુદ્ધ થયેલો પણ તેનું પ્રતિક્રમણ કરીને શુદ્ધ થાય. તે તર્કને જ યુક્તિથી સ્પષ્ટ કરતાં કહે છે - જેના વડે જે ઈરિયાવહિ વડે, પ્રત્યાખ્યાત છે સર્વ સાવધ જેને એવા સાધુનું, જાણીને કરાયેલું તદીગત અનેક જલાદિ જતુના ઘાતથી ઉત્પન્ન થયેલું પાપ દૂર કરાય છે, તેના વડેeતે ઈરિયાવહિ વડે, ગૃહસ્થને અનાભોગથી સચિત સ્પર્શમાત્રજન્ય પાતક દૂર કરવું ઈષત્કરજ છે. થયા પ્રત્યાધ્યાતિસર્વસાવધાન સાધૂનાં જ્ઞાત્વા... અહીં ‘ધૂનાં ષષ્ઠી વિભક્તિનો અન્વય “તમ્' સાથે છે અને “જ્ઞાત્વા' નો અન્વય કૃતિ સાથે છે, જે અધ્યાહાર છે. વિશેષાર્થ : - સાધુ નદીના જલમાં જીવો છે તેમ જાણે છે, છતાં સંયમની વૃદ્ધિ અર્થે અનન્ય ઉપાયરૂપે જ્યારે નદી ઊતરે છે, ત્યારે તત્ત્વથી તે સંયમની વૃદ્ધિના ઉપાયનું જ સેવન કરે છે, જે નિર્જરાનું કારણ છે. આમ છતાં, ત્યાં ઈર્યાપ્રતિક્રમણ છે, તેના બળથી પૂર્વપક્ષી કહે છે કે, નદી ઊતરવાની ક્રિયા પાપરૂપ જ છે, આથી જ ત્યાં ઈર્યાપ્રતિક્રમણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, જો ઈર્યાપથિકની ક્રિયા ભણીને વિરતિધર પણ જે પાપ કરે છે તેનો નાશ કરી શકે છે, તો જે ગૃહસ્થ સચિત્તનો સ્પર્શ ન કરવાનું પ્રત્યાખ્યાન નથી કર્યું, અને સાધુને વહોરાવવા માટે ઉદ્યત થયેલો છે, ત્યારે અનાભોગથી સચિત્તનો સ્પર્શ થઈ જાય ત્યારે જે પાપ થાય છે, તેની શુદ્ધિ ઈરિયાવહિયા અવશ્ય કરી શકે તેમ માનવું પડે. પરંતુ તે રીતે શુદ્ધિ કરીને સચિત્તના સ્પર્શવાળો શ્રાવક શુદ્ધ થયેલો છે, એમ માની શકાતું નથી. આથી જ તેના હાથથી સાધુ ભિક્ષા ગ્રહણ કરતા નથી. આનાથી એ પ્રાપ્ત થાય છે, જે જીવ સંયમમાં ઉદ્યત છે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે નદી ઊતરે છે, અને નદી ઊતરતાં તેને અનાભોગ કે સહસાત્કારથી યતનામાં સ્કૂલના થઈ હોય તો તેના નિવારણ અર્થે ઈર્યાપથિકીનો કલ્પ છે, તેથી સાધુને ઈર્યાપથિકનો અધિકાર પ્રાપ્ત થાય છે, અને નદી ઊતરવાની ક્રિયા પછી ઈર્યાપથિકી કરવાની આજ્ઞા પ્રાપ્ત થાય છે; અને તે કરવાથી અનાભોગ કે સહસત્કારથી યતનામાં જે ત્રુટિ રહેલી હોય તદુર્જન્ય જે પ્રાણિવધ છે, તેનાથી થયેલું જે પાપ છે, તેની શુદ્ધિ થાય છે. માટે ઈર્યાપથિકી ક્રિયા એ સાધુના કલ્પરૂપ છે, પરંતુ જાણીને કરાયેલા પાપના નિવારણ અર્થે કરવાની તે ક્રિયા નથી. આથી જ નદી ઊતરતાં યતનામાં કોઈ અલના ન થયેલ હોય તો કોઈ પાપ થતું નથી, તેથી ત્યાં ઈર્યાપથિકી ક્રિયાથી પાપની શુદ્ધિ નહિ હોવા છતાં કલ્પના–આચારના, સેવનથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે. અહીં વિશેષ એ છે કે, ઈર્યાપથિકી ક્રિયામાં વિશેષણરૂપે અધિકાર એ વિશેષણ એટલા માટે મૂકેલ છે કે, નદી ઊતર્યા પછી સાધુને ઈર્યાપથિકી પ્રતિક્રમણ કરવું જોઈએ એ પ્રકારની આજ્ઞા છે, અને નદી ઊતર્યા પછી અનાભોગથી થયેલાં પાપની શુદ્ધિ અર્થે અથવા તો અપ્રમાદભાવના થૈયાર્થે સાધુને ઈરિયાવહી કરવાનો અધિકાર છે, પરંતુ શ્રાવકને નહિ. અને ઈર્યાપથિકી ક્રિયાના વિશેષણરૂપે આજ્ઞાનિરપેક્ષ વિશેષણ આપેલ
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy