________________
૪૩.
પ્રતિમાશતક | શ્લોક: ૩૪ વિશેષાર્થ:
દેવગતિનામકર્મના ઉદયથી પ્રાપ્ત થતું દેવતાપણું સર્વ દેવોમાં છે, પરંતુ જે જીવો ભગવાન પ્રત્યે ભક્તિવાળા છે, તેથી જ તેવા પ્રકારના દેવભવને પામેલા છે, જેમને ભગવાનના શ્રતાદિની ઉપાસના કરનારને સહાયક થવાની વૃત્તિ પ્રધાનરૂપે છે, તેવી સરસ્વતી આદિ દેવીઓ છે, અને તેના વાચક જે મંત્રમય શબ્દો છે, તેને દેવતારૂપે જોનાર દૃષ્ટિ મંત્રમય દેવતાનય=દેવતાને જોવાની દૃષ્ટિ છે.
અહીં વિશેષ એ છે કે, સમભિરૂઢનય વ્યુત્પત્તિના ભેદથી અર્થનો ભેદ સ્વીકારે છે, તેથી એક જ વ્યક્તિ છે અને પુરંદર શબ્દથી વાચ્ય હોવા છતાં ઈંદ્ર અને પુરંદરને જુદા સ્વીકારે છે. તે જ રીતે દેવગતિમાં રહેલ દેવતા અને મંત્રમય દેવતાને સમભિરૂઢનય જુદા સ્વીકારે છે; અર્થાત્ મંત્રમય દેવતા મંત્રાલરરૂપ છે, અને તે અચેતન રૂપ છે, અને દેવગતિનામકર્મના ઉદયવાળા દેવો એ ચેતનરૂપ છે, એ બંનેને સમભિરૂઢનય જુદા માને છે. તેથી ગ્રંથકાર કહે છે કે, મંત્રમય દેવતાન=મંત્રમય દેવતાને જોવાની દષ્ટિ, એ સમભિરૂઢનયનો ભેદ છે, અથવા તદુપજીવી ઉપચાર છે, અર્થાત્ સમભિરૂઢનય ઉપર જીવનાર ઉપચારને સ્વીકારનાર વ્યવહારનય છે.
આનાથી એ ફલિત થયું કે, વ્યવહારનયથી દેવગતિનામકર્મના ઉદયવાળા જીવો ચેતન દેવતારૂપે સ્વીકારાય છે, અને સમભિરૂઢનય ઉપર જીવનાર એવા વ્યવહારનયથી અચેતનરૂપ મંત્રમય દેવતા સ્વીકારાય છે, અને તીર્થંકર નામકર્મના ઉદયથી દેવાધિદેવને દેવતારૂપે સ્વીકારાય છે. અને સમભિરૂઢનયને અભિમત કે સમભિરૂઢનય ઉપર જીવનાર વ્યવહારનયને અભિમત મંત્રમય દેવતાને આશ્રયીને સંયતોને પણ દેવતાના નમસ્કારનું ઉચિતપણું છે, એ પ્રકારે સંપ્રદાયને અવિરુદ્ધ એવો આ અમારી મનીષાનો ઉન્મેષ છે; અર્થાત્ સમભિરૂઢનયને અભિમત કે સમભિરૂઢનય ઉપર જીવનાર વ્યવહારનયને અભિમત એવા મંત્રમય દેવતા વાચક શબ્દોને સંયતો પણ નમસ્કાર કરે છે, તે ઉચિત છે, અને તે કથન સંપ્રદાયને અવિરુદ્ધ છે; અર્થાત્ આપણી પરંપરાને અવિરુદ્ધ છે. એ પ્રકારનો પદાર્થ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની બુદ્ધિમાં સ્ફરેલ છે, આથી જ છું નમ: આદિ પ્રયોગો પ્રસિદ્ધ છે.
ઉત્થાન :
પૂર્વમાં ‘રૂટું પુનરત્ર વિવારનીયમ્' એ કથનમાં કહેલ કે, દ્રવ્યસ્તવને દ્રવ્યયજ્ઞ કહી શકાય, પણ ભાવયજ્ઞ કહી શકાય નહિ. તેના સમાધાનરૂપે કહેલ કે, દેવતાઉદ્દેશકત્યાગમાં યોગશબ્દના પ્રયોગનું પ્રાચર્ય છે, તેથી ભાવપદના સાંનિધ્યથી વીતરાગ દેવતાની ઉપસ્થિતિ થયે છતે વીતરાગની પૂજામાં ભાવયજ્ઞપદની પ્રવૃત્તિ પર્યવસાન પામે છે. ત્યાર પછી તૈયાયિક આદિના મતો અસમ્યગુ છે, તે બતાવીને નિગમન કરતાં કહે છે –