SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ પ્રતિમાશતક | શ્લોક : ૩૪ છે, અને વીતરાગતાને પામેલ તીર્થંકરનો આત્મા જ ઉપાસકને આલંબનરૂપ હોવાથી તેમાં રહેલું આલંબનત્વ દેવતાપણું છે. અને નિશ્ચયનયથી વિચારીએ તો પોતાના આત્મામાં રહેલી વીતરાગતા જ દેવતાપણું છે, અને તેને જ સામે રાખીને પૂર્વે કહેલ કે દેવતોદ્દેશેન ત્યાગ નિશ્ચયથી આત્મોદ્દેશેન જ છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, યોગીઓને વીતરાગદેવ જ ઉપાસના કરવા યોગ્ય છે તેમ કહ્યું, પરંતુ જે સંસારમાં દેવભવને પામેલા છે, તેવા દેવોને તેમની પ્રતિમા આગળ જે ધ૨વામાં આવે છે, તેમાં તે દેવોને મમકારબુદ્ધિ થાય છે, તેથી ખુશ થઈને ભક્તને ઈષ્ટફળ આપે છે. તેથી તૈયાયિકોએ જે લક્ષણ કર્યું કે, મંત્રજરાજ વિર્નિષ્ઠતમત્તેન ઉદ્દેશ્યત્વે આ લક્ષણ સંસારી દેવોમાં સંગત થઈ જશે. તેથી કહે છે - ટીકાર્ય : संसारिदेवत्वं પ્રસિદ્ધમ્ | સંસારી દેવોમાં દેવત્વ છે, તે દેવગતિનામકર્મના ઉદયવત્ત્વરૂપ= ઉદયરૂપ, છે. સંસારી દેવોમાં સંસારગામી જીવોને ભક્તિ છે, અને ઈતરમાં=વીતરાગમાં, ઈતરને= સંસારથી અતીતગામી એવા યોગીઓને, ભક્તિ સ્વરસસિદ્ધ છે; અર્થાત્ સ્વાભાવિક રીતે સિદ્ધ છે, એ પ્રમાણે યોગતંત્રમાં પ્રસિદ્ધ છે. વિશેષાર્થ : નૈયાયિકોએ કરેલું દેવતાનું લક્ષણ સંસારી દેવોમાં જોકે ઘટે છે, પરંતુ પ્રસ્તુતમાં યોગીઓને ઉપાસનીય એવા દેવનું જ લક્ષણ કરેલ છે. સંસારથી અતીતગામી એવા યોગીઓને વીતરાગદેવમાં જ ભક્તિ હોય છે, તેથી યોગીઓને ઉપાસનીય તરીકે અમે કરેલા લક્ષણવાળા જ દેવતા છે અન્ય નહિ, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. ‘તવુ’ થી તેમાં સાક્ષી આપતાં કહે છે - ટીકાર્યઃ તવ્રુત્ત - યોગદૃષ્ટિ સમુચ્ચયમાં તે કહેલ છે, અર્થાત્ સંસારી દેવોમાં સંસારગામી જીવોની અને ઈતરમાં ઈતરોની ભક્તિ સ્વાભાવિક સિદ્ધ છે, તે કહેલ છે - संसारिपु અતીતાર્થયાયનાન્ તિ । ખરેખર સંસારી દેવોને વિષે તત્કાયગામીઓની=દેવકાયગામીઓની, ભક્તિ છે. વળી તદતીત તત્ત્વમાં અર્થાત્ સંસારાતીત તત્ત્વમાં, તદતીતાર્થગામીઓની=મોક્ષગામીઓની, ભક્તિ હોય છે. છ ‘રૂતિ’ શબ્દ યોગદૃષ્ટિના સાક્ષીપાઠની સમાપ્તિસૂચક છે. ઉત્થાન : નૈયાયિકે પૂર્વમાં કહેલ કે ‘સ્વાહા’ અને ‘સ્વધા’નું જ મંત્રપણું છે, અને ‘નમઃ’ પદનું મંત્રપણું નથી, આથી જ નમઃ પદના ત્યાગથી પ્રેતને અપાય છે, માટે પ્રેતનું દેવતાપણું નથી. એ કથનથી એ પ્રાપ્ત થાય કે નમઃ
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy