SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪. પ્રતિમાશતક | શ્લોકઃ ૩૪ વિશેષાર્થ : ‘ા વાદા ઈત્યાદિ પ્રયોગોમાં બહુધા ચતુર્થી વિભક્તિ હોય છે. તેથી સામાન્ય રીતે યજ્ઞ કરતી વખતે જેનો ચતુર્થી વિભક્તિથી નિર્દેશ કરાયેલો હોય તેને દેવતા કહેવામાં આવે છે, પરંતુ વૃતિઃ સ્વાદી' એ પ્રકારના પ્રયોગમાં પ્રથમ વિભક્તિ હોવા છતાં દેવતાનું નૈયાયિકે ઉપરોક્ત લક્ષણ કર્યું, તેથી તિઃ હિ' એ પ્રયોગમાં પણ દેવતાપણું સિદ્ધ થઈ શકે છે; જ્યારે મીમાંસકના લક્ષણ પ્રમાણે “વૃતિઃ સ્વાહા' એ પ્રયોગમાં ચતુર્થ્યન્તપદ નહિ હોવાથી તે પ્રયોગના ઉદ્દેશ્યને દેવતા કહી શકાય નહિ. આનાથી યજ્ઞમાં ચતુર્થ્યન્ત પદવાળાને જ દેવતા કહેવાય, એ પ્રકારના મીમાંસકના કથનનું નિરાકરણ થાય છે; અને એ સ્થાપન થાય છે કે, હોમમાં અર્પણ કરાયેલી વસ્તુનું ફળ આમને મળો, એ પ્રકારે જે ઉદ્દેશ્ય કરાય તે જ દેવતા છે, એમ તૈયાયિકો કહે છે. ઉત્થાન : દેવતાના લક્ષણમાં હથિર્નિષ્ઠફળભાગિત્વ કહ્યું, ત્યાં આવતી અતિવ્યાપ્તિદોષના નિવારણ અર્થે કહે છે – ટીકાર્ય : વર્નિઝનં .. તિવ્યાતિઃ | વિદ્વિષ્ઠ ફળ સ્વત્વ છે, આથી કરીને ત્યાગજવ્ય સ્વર્ગરૂપ ફળના આશ્રયવાળા કતમાં અતિવ્યાપ્તિ નહિ આવે. વિશેષાર્થ : યજ્ઞ કરનાર ‘ફાય સ્વાહ’ એ પ્રમાણે ઉચ્ચાર કરીને યજ્ઞ કરે છે, ત્યારે ઇંદ્રને આ યજ્ઞ મને ઉદ્દેશીને કરાય છે, એ પ્રમાણે સ્વત્વની બુદ્ધિ થાય છે, એ જ હરિર્નિષ્ઠ ફળરૂપ સ્વત્વ છે. આથી કરીને જ યજ્ઞ કરવાના ફળરૂપે યજ્ઞકર્તાને સ્વર્ગરૂપ ફળની પ્રાપ્તિ હોવા છતાં, દેવતાના લક્ષણની અતિવ્યાપ્તિ આવતી નથી, કેમ કે તે યજ્ઞમાં યજ્ઞકર્તાને સ્વત્વની બુદ્ધિ થતી નથી, પરંતુ ઈંદ્રને જ આ મારો યજ્ઞ છે, એ પ્રકારની સ્વત્વ બુદ્ધિ થાય છે. આનાથી મૂળ લક્ષણમાં આ પ્રમાણે પરિષ્કાર પ્રાપ્ત થશે. મત્રવરદિવિષ્ઠિત્વરૂપે મળત્યેન ઉદ્દેશ્યત્વમ્ દેવતાત્વ, અને આ સ્વત્વરૂપ ફળ યજ્ઞ કરનારમાં નથી, માટે ત્યાં અતિવ્યાપ્તિ આવતી નથી. ઉત્થાન : પૂર્વમાં કરાયેલ દેવતાના લક્ષણમાં અવ્યાપ્તિ બતાવીને તેનું નિરાકરણ કરતાં નૈયાયિક કહે છે - ટીકાર્ય - ન ચ દેવતાત્વાતિ, મંત્ર વિતા “રૂદ્રાય દિ’ એ પ્રકારના પ્રયોગથી યજ્ઞમાં કરાતા ત્યાગમાં ઈંદ્રનું દેવતાપણું નહિ થાય, એમ ન કહેવું કેમ કે મંત્રકરણક ત્યાગાતરને લઈને પ્રસ્તુત યજ્ઞમાં ઈંદ્રનું દેવતાપણું છે.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy