________________
૪૫૦
પ્રતિમાશતક/ શ્લોક : ૩૨-35 દેખાય છે; અને તેના કારણે જપાકુસુમના વર્ણથી સ્ફટિક રંજિત થયેલું દેખાય છે, તે જપાકુસુમની સ્ફટિક સાથે સમાપત્તિ અર્થાત્ એકરૂપતાપત્તિ છે. તે રીતે જે જીવનાં કર્મો ક્ષીણ થઈ ગયાં છે, તે જીવના પરમાત્માની સાથે એકાકાર ઉપયોગવાળા ચિત્તમાં ઉપયોગાત્મના=ઉપયોગ સ્વરૂપે, પરમાત્મા તાચ્ય બને છે, અને તેના કારણે પરમાત્માના સ્વરૂપથી તેનું ચિત્ત રંજિત થાય છે, તન્મયભાવને પામે છે, તે સમાપત્તિ છે. IIકશા
અવતરણિકા :
તથા -
અવતરણિતાર્થ :
તથા સમુચ્ચય અર્થમાં છે અને તે દ્રવ્યસ્તવથી થતા અન્ય ગુણોનો સમુચ્ચય કરે છે. શ્લોક :
पूजापूजकपूज्यसङ्गतगुणध्यानावधानक्षणे, मैत्री सत्त्वगुणेष्वनेन विधिना भव्यः सुखी स्तादिति । वैरव्याधिविरोधमत्सरमदक्रोधैश्च नोपप्लव
स्तत्को नाम गुणो न दोषदलनो द्रव्यस्तवोपक्रमे ।।३३।। શ્લોકાર્થ :
પૂજા, પૂજક અને પૂજ્યમાં સંગતeત્રણમાં અન્વયી એવા જે ગુણો, તેના ધ્યાન પછી થતું અવધાન અનુપ્રેક્ષા, તે ક્ષણમાં, આ દ્રવ્યસ્તવની વિધિ વડે ભવ્ય જીવો સુખી થાઓ, એ પ્રમાણે સત્વગુણોમાં=પ્રાણીઓના સમૂહમાં, મૈત્રી થાય છે; અને વૈર, વ્યાધિ, વિરોધ, મત્સર અને ક્રોધથી ઉપપ્લવ=ઉપદ્રવ, થતો નથી. તેથી દ્રવ્યસ્તવના ઉપક્રમમાંsઉપક્રખ્યમાણ દ્રવ્યસ્તવમાં, દોષને દલન કરનારો ઉચ્છેદ કરનારો, કયો ગુણ નથી? અર્થાત્ ઘણા ગુણો છે. ll૩૩ ટીકા -
'पूजा' इति :- पूजापूजकपूज्यसङ्गतास्त्रयान्वयिनो ये गुणास्तेषां यद् दृग्दृश्यद्रष्ट्रसमापत्तिसमाधिफलं ध्यानं, ततो यद् अवधानम् अनुप्रेक्षा, तत् क्षणे अवसरे, अनेन द्रव्यस्तवविधिना भव्यः सर्वोऽपि सुखी स्तादिति सत्त्वगुणेषु प्राणिसमूहेषु मैत्री भवति, अत एव 'अल्पबाधया बहूपकारादनुकम्पोपपत्तिः' इति पञ्चलिङ्गीकारः ।