________________
૪૨
પ્રતિમાશતક, શ્લોકઃ ૩૦ વ્યવહારથી નિરવદ્ય છે. વ્યવહારથી એ જ પ્રવૃત્તિને સાવદ્ય કહેવામાં આવે છે કે જ્યાં લોકદષ્ટિથી પણ હિંસા દેખાતી હોય. જેમ મુનિ નદી ઊતરે છે ત્યાં લોકને વ્યવહારથી હિંસા દેખાય છે, તેથી તે સ્વરૂપથી સાવદ્ય છે; પરંતુ મુનિ વિહારાદિ કરે છે ત્યારે તેઓની ગમનચેષ્ટાથી વાઉકાયાદિની વિરાધના થાય છે, તેથી નિશ્ચયથી તે સાવદ્ય ક્રિયા હોવા છતાં વ્યવહારથી નિરવદ્ય ક્રિયા છે. તેની જેમ જ વ્યવહારથી નિરવદ્ય એવા લોચ અને અનશનાદિ છે, તેથી યતિ તેના અધિકારી છે, અને વ્યવહારથી સાવદ્ય એવા દ્રવ્યસ્તવના યતિ અધિકારી નથી.
અહીં વ્યવહારથી સાવદ્ય એવી નદી ઊતરવાની ક્રિયાના અધિકારી યતિ છે, તેમ કહ્યું, તે ઉત્સર્ગથી નહિ, પરંતુ અપવાદથી સમજવું. અને એ રીતે તથાવિધ સંયોગમાં અપવાદથી દ્રવ્યસ્તવ વજસ્વામીએ કરેલ છે. તેથી અપવાદથી મુનિ પણ દ્રવ્યસ્તવના અધિકારી છે.
ઉત્થાન :
પૂર્વે સવારંમનિવૃત્તિપર્વ .... થી જે કથન કર્યું, અને ત્યાર પછી પ્રજ્ઞપ્તિસૂત્રનો પાઠ બતાવ્યો; તેમ જ “જિગ્ન પ્રતિનિયતા' .. થી જે કથન કર્યું, અને સૂયગડાંગસૂત્રમાં પરમતનો ઉપન્યાસ કરીને દૂષણ આપ્યું, તે સાક્ષી પાઠ આપ્યો; ત્યાર પછી પૂર્વપક્ષી લુપાકે “થ તથા .. થી બીજી રીતે પરમત પ્રવેશ થશે તે બતાવ્યું, તેનું ગ્રંથકારે નિરાકરણ કર્યું. હવે તે સર્વકથનનું નિગમન કરતાં તતઃ' થી ગ્રંથકાર કહે છે – ટીકાર્ચ -
તત: .. શુમેવ, તેથી કરીને=પૂર્વમાં સિદ્ધ કર્યું એ રીતે દ્રવ્યસ્તવમાં કરાતી તે ક્રિયા શુભયોગરૂપ છે તેથી કરીને, શુભયોગરૂપ દ્રવ્યસ્તવમાં આરંભિકી ક્રિયા અભિધેય નથી. અને જો અભિધેય કહો તો શુભ જ છે=શુભ આરંભિકી ક્રિયા જ છે, પણ અશુભ આરંભિકી ક્રિયા નથી. વિશેષાર્થ :
દ્રવ્યસ્તવ શુભયોગવાળું હોવાથી વાસ્તવિક રીતે ત્યાં અનારંભિકી ક્રિયા માનવી જોઈએ; અને જો આરંભિક ક્રિયા માનવી હોય તો શુભ આરંભિકી ક્રિયા માનવી જોઈએ, પરંતુ અશુભ આરંભિકી ક્રિયા નહિ. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, દ્રવ્યસ્તવ ભગવાનની પૂજારૂપ હોવાથી શુભ ક્રિયારૂપ તમે કહેતા હો, તો પણ દ્રવ્યસ્તવમાં હિંસા હોવાને કારણે શુભ ક્રિયારૂપ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે – ટીકાર્ચ -
હિંસા ... મત્તા અને યતના વડે તેની=હિંસાની, અધિક નિવૃત્તિનો ભાવ હોવાથી હિંસા નથી. તવાદ થી તેમાં ષોડશક ગ્રંથની સાક્ષી આપતાં કહે છે - યતનાતો ..... તત્ || તિ ! અને યતનાથી હિંસા નથી, જે કારણથી આ જયતના જ, તેની હિંસાની,