SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૪39 પ્રતિમાશતક | શ્લોક ૩૦ વિમુક્ત તે ઋચિત્ત જ, ભવાંતઃમોક્ષ છે, એ પ્રમાણે કહેવાયેલ છે. તેથી વિત્તમેવ દિ..... આ કથનરૂપ તમારા અભ્યપગમ દ્વારા સ્વીકાર દ્વારા જ ક્લિષ્ટ મનોવ્યાપાર કર્મબંધ માટે છે. ‘ત્તિ' શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ : ‘ચિત્તમેવ દિ સંસાર' એ બૌદ્ધના વચનથી સંસારના કારણ તરીકે ક્લિષ્ટ ચિત્તનો સ્વીકાર થાય છે. તેથી કેવલ મન:પ્રàષમાં કાયાથી જ્યારે હિંસા થતી નથી ત્યારે અનવદ્ય કહેવું, એ તેઓનું વચન અતથ્ય છે, તે તેઓના જ સ્વીકારથી સિદ્ધ થાય છે. ઉત્થાન - બૌદ્ધમતમાં ઈર્યાપથમાં કર્મબંધનો અભાવ સ્વીકારેલ છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે - ટીકાર્ય : પ ..... વન્યવત્વમેવ | ઈર્યાપથમાં પણ ઉપયુક્તનું અપ્રમત્તપણું હોવાને કારણે અબંધકપણું છે, વળી અનુપયુક્તનું ક્લિષ્ટચિત્તપણું હોવાને કારણે બંધકપણું જ છે. વિશેષાર્થ - બૌદ્ધમત પ્રમાણે, ઈર્યાપથમાં ટ મારવાનો અધ્યવસાય નહિ હોવાને કારણે કાયાથી હિંસા થવા છતાં કર્મબંધ થતો નથી, પરંતુ સૂક્ષ્મદૃષ્ટિથી જોતાં અનુપયુક્તને બીજાના રક્ષણ પ્રત્યે ઉપેક્ષારૂપક્લિચિત્તપણું હોવાને કારણે બંધકપણું છે, અર્થાત્ કર્મબંધ થાય છે. ઉત્થાન : બૌદ્ધમતમાં સ્વપ્નાંતિકમાં થતી હિંસાથી કર્મબંધ થતો નથી તેમ કહ્યું, તેના નિરાકરણ માટે ગ્રંથકાર કહે છે – ટીકાર્ય : ન્તિ.... ગ્રુપતા ! સ્વપ્નાંતિકમાં પણ અશુદ્ધ ચિત્તના સદ્ભાવથી ઈષથોડી, બધા થાય છે જ, અને તે અવ્યક્ત સાવધ ઉક્તિથી કહેવાયેલી તારા વડે=બૌદ્ધ વડે, પણ સ્વીકારાયેલી છે. “વ્યરૂસવઘોwા' પાઠ છે ત્યાં આવ્યાવધોવા’ પાઠની સંભાવના છે, અને તે મુજબ ટીકાનો અર્થ કરેલ છે. વિશેષાર્થ – કોઈ જીવ સ્વપ્નમાં હિંસા કરે છે ત્યારે હિંસાનાં પાંચ અંગો ત્યાં હોતાં નથી, તે કારણે, ત્યાં
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy