________________
પ્રતિમાશતક શ્લોકઃ ૩૦
૪૨પ ‘નીવવ્યાપાર પતિ’ અહીં ‘તિ’ શબ્દ સમ્યક્તક્રિયા અને મિથ્યાત્વક્રિયાની પ્રથમ વ્યાખ્યાની સમાપ્તિસૂચક છે.
સર્વામિથ્યાત્વ િ‘તિ’ અહીં ‘ત્તિ’ શબ્દ સમ્યક્તક્રિયાની અને મિથ્યાત્વક્રિયાની બીજી વ્યાખ્યાની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ:
પ્રતિનિયત એવી કાયિકી આદિ ક્રિયાઓ કર્મબંધમાં કારણ હોવાથી ધર્મના અર્થી વડે અયોજનીય= અકર્તવ્ય, છે, એ પ્રમાણે શાસ્ત્રમાં કહેવાયેલું છે. જેમ પૂર્વે કહ્યું કે, પ્રજ્ઞાપનાના ક્રિયાપદમાં જ્ઞાનાવરણીય કર્મબંધના કારણભૂત ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓ બતાવી, ત્યાં ત્રણમાં હિંસા માટે કાયિકીક્રિયારૂપે હસ્તાદિનો વ્યાપાર લીધો, અધિકરણરૂપે ખડ્યાદિનું પ્રગુણીકરણ લીધું અને પ્રાદ્રષિકીક્રિયાથી મારવાના મનના પરિણામરૂપ ક્રિયા લીધી; ઈત્યાદિ રૂપ પ્રતિનિયત કાયિકી આદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ હોવાને કારણે અયોજનીય છે અર્થાત્ અકર્તવ્ય છે એ પ્રમાણે કહેવાયેલું છે. આનાથી એ પ્રાપ્ત થયું કે, ઉક્ત ક્રિયાથી અન્ય દેવપૂજાદિ ક્રિયાઓ અકર્તવ્ય નથી. તેથી તે દેવપૂજાદિ ક્રિયાઓ સંસારનો વિચ્છેદ કરનારી છે, તેથી તે દેવપૂજાદિ ક્રિયાઓ આદેય જ છે. અને ક્રિયાશબ્દમાત્રથી ઉગ કરવો જોઈએ નહિ અર્થાત્ દેવપૂજાદિ ક્રિયા છે, એથી અક્રિય એવા મોક્ષના કારણરૂપે કઈ રીતે થઈ શકે? એ પ્રકારે ઉગ કરવો જોઈએ નહિ, કેમ કે સમ્યગ્દર્શનને પણ ક્રિયારૂપે કહેલ છે. શાસ્ત્રમાં સમ્યગ્દર્શન એ મોક્ષનું કારણ છે, એ સુપ્રસિદ્ધ છે. આમ છતાં અન્ય ક્રિયાઓને તો ક્રિયા કહેલ છે, પરંતુ સમ્યગ્દર્શનને પણ ક્રિયારૂપે કહેલ છે. તેથી જો એમ કહેશો કે, ક્રિયા અને મોક્ષનું કારણ એ અસંભવિત છે, તો સમ્યગ્દર્શનને પણ ક્રિયારૂપે કહેલ હોવાથી તે પણ મોક્ષનું કારણ કહી શકાશે નહિ.
અને સમ્યગ્દર્શનને ક્રિયારૂપે કહેલ છે, તે વાત સ્થાનાંગસૂત્રની સાક્ષી દ્વારા બતાવી, અને તે પાઠમાં કહ્યું કે, સમ્યક્ત એ તત્ત્વશ્રદ્ધાનરૂપ છે અને તે જ જીવવ્યાપારરૂપ હોવાથી ક્રિયારૂપ=સમ્યક્તક્રિયારૂપ છે. એ પ્રમાણે મિથ્યાત્વક્રિયા પણ જાણવી. ફક્ત મિથ્યાત્વ એ અતત્ત્વશ્રદ્ધાનરૂપ છે અને તે પણ જીવવ્યાપાર જ છે.
અહીં તત્ત્વશ્રદ્ધાન એ જીવવ્યાપારરૂપ છે, એમ કહ્યું તેનો ભાવ એ છે કે, ભગવદ્ વચનના પર્યાલોચનપૂર્વક‘ä લ્યમેવ' ઈત્યાકારક નિર્ણયને અનુકૂળ જીવનો જે માનસ વ્યાપાર છે, તસ્વરૂપ તત્ત્વશ્રદ્ધાન છે; અને જીવનો વ્યાપાર હોવાથી તે ક્રિયારૂપ છે. એ જ પ્રમાણે અતત્ત્વનું શ્રદ્ધાન એ પણ જીવવ્યાપારરૂપ હોવાથી ક્રિયા છે, અને તે મિથ્યાત્વ ક્રિયા છે. અથવા બીજી વ્યાખ્યા પ્રમાણે સમ્યગ્દર્શન હોતે છતે જે ક્રિયા થાય તે સમ્યક્તક્રિયા, અને મિથ્યાત્વ હોતે છતે જે ક્રિયા થાય તે મિથ્યાત્વક્રિયા જાણવી. અને આ બીજી વ્યાખ્યા પ્રમાણે સમ્યક્ત હોતે છતે જે દેવપૂજાદિ ક્રિયા છે તે સમ્યક્તક્રિયા જ છે. ટીકા :
एतेनाध्यवसायमात्रेण हिंसाऽन्यथासिद्धिप्रतिपादने बौद्धमतप्रसङ्ग इति यदनभिज्ञैरुच्यते तदपास्तम्, शुभयोगाध्यवसायसाम्येन शुभक्रियाभ्युपगमे परमतप्रवेशाभावात् ।।