________________
૪૩
પ્રતિમાશતક | શ્લોક : ૨ भेदभिन्नस्यैवोपदेशाद् भावजिनादतिव्यवहितपर्यायस्य मरीचेर्द्रव्यजिनत्वमेव कथं युक्तमिति चेत् ? सत्यम्, आयुःकर्मघटितस्य द्रव्यत्वस्यैकभविकादेर्भेदनियतत्वेऽपि फलीभूतभावार्हत्पदजननयोग्यतारूपस्य प्रस्थकादिदृष्टान्तेन दूरेऽपि नैगमनयाभिप्रायेणाश्रयणात् । योग्यताविशेषे च ज्ञानिवचनादिनावगते दोषमुपेक्ष्यापि तेषां वन्दनवैयावृत्त्यादिव्यवहारः संगच्छते । अत एवातिमुक्तकर्षे:रवचनाद्भाविभद्रतामवगम्य स्थविरैर्ऋतस्खलितमुपेक्ष्याग्लान्या वैयावृत्त्यं निर्ममे । ટીકાર્ચ -
હાથ દ્રવ્યત્વસ્થ....માશ્રયન્ત / પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે, દ્રવ્યત્વનું અનુયોગદ્વારસૂત્રમાં દ્રવ્યસંખ્યાદિના અધિકારમાં એકબવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખતામગોત્રના ભેદથી ભિન્નનો ઉપદેશ હોવાથી, ભાવજિતથી અતિવ્યવહિત=અતિવ્યવધાનવાળો=અતિદૂર, પર્યાય છે જેનો એવા મરીચિને, દ્રવ્યજિતપણું જ કઈ રીતે યુક્ત છે ? તેનો સિદ્ધાંતકાર જવાબ આપે છે કે, તારી વાત સાચી છે, (અનુયોગદ્વારસૂત્રના કથન પ્રમાણે મરીચિના ભવમાં દ્રવ્ય જિનપણું કહી શકાય નહિ, પરંતુ) આયુષ્યકર્મઘટિત એવા દ્રવ્યત્વનું, એકલવિકાદિ ભેદથી નિયતપણું હોવા છતાં પણ, ફળીભૂત એવા ભાવઅહપદજનતયોગ્યતારૂપ દ્રવ્યત્વનું, પ્રસ્થકાદિ દષ્ટાંત વડે દૂરમાં પણ ગમીયતા અભિપ્રાયથી આશ્રમણ થાય છે. વિશેષાર્થ :
અનુયોગદ્વારસૂત્રમાં દ્રવ્ય-સંખ્યાદિ અધિકારો છે, ત્યાં દ્રવ્ય કોને કહેવાય એ કથનમાં ત્રણ પ્રકારના દ્રવ્યનું કથન કર્યું છે. (૧) એકભવિક, (૨) બદ્ધાયુષ્ક અને (૩) અભિમુખનામગોત્ર. અને તે ત્રણે દ્રવ્યતીર્થકરમાં આ રીતે પ્રાપ્ત થાય છે - ભગવાન જે ભવમાં તીર્થકર થવાના હોય એના પૂર્વભવમાં જે દેવ કે નરકભવમાંથી આવે છે તે દેવ કે નરકભવમાં, તે તીર્થકરનો જીવ છે તે એકભવિક દ્રવ્યતીર્થકર છે, અને તે ભવમાં જ્યારે ચરમભવનું આયુષ્ય બાંધે ત્યારે તે બદ્ધાયુષ્ક દ્રવ્યતીર્થકર કહેવાય છે, અને છેલ્લા ભવમાં ભાવતીર્થકર થવાને અભિમુખપરિણામવાળો હોય ત્યારે એક અંતર્મુહૂર્ત પહેલાં અભિમુખનામગોત્રરૂપ દ્રવ્યતીર્થકર કહેવાય. તેથી એ પ્રાપ્ત થાય કે, તીર્થંકરભવના પૂર્વભવમાં આયુષ્ય બાંધ્યા પૂર્વે એકભવિક દ્રવ્યતીર્થકર છે, ચરમભવનું આયુષ્ય બાંધે ત્યારથી માંડીને કેવલજ્ઞાનની પ્રાપ્તિના અંતર્મુહૂર્ત પહેલાં સુધી બદ્ધાયુષ્ક દ્રવ્યતીર્થકર છે, અને ભાવતીર્થકર થવાના અંતર્મુહૂર્ત પહેલાં તીર્થંકર નામકર્મને અભિમુખનામગોત્રવાળા તે દ્રવ્યતીર્થકર છે. આ ત્રણને જ ત્યાં દ્રવ્યરૂપે સ્વીકારેલ હોવાથી, તેના પૂર્વના ભવમાં તે દ્રવ્યતીર્થકર કહી શકાય નહિ; એમ કહીને પૂર્વપક્ષીને એ કહેવું છે કે, મરીચિ તો તીર્થંકર થવાના અતિદૂરવર્તી હોવાથી તેમને દ્રવ્યજિન કહી શકાશે નહિ; માટે દ્રવ્યજિનરૂપે મરીચિને વંદ્ય સ્વીકારવા ઉચિત નથી.
પૂર્વપક્ષીના ઉક્ત કથનનો ઉત્તર ગ્રંથકાર ‘સત્ય થી આપતાં કહે છે કે, તારી વાત સાચી છે=