________________
૩૦
પ્રતિમાશતક, શ્લોક : ૨ છે અને જે પાપકર્મવર્જન છે તે જ સમ્યફ પ્રજ્ઞાન છે, એ પ્રકારે પ્રાપ્ત થયું. તે ગતપ્રત્યાગત સૂત્ર વડે દેખાડતાં કહે છે –
‘ સખ્ત તિ પાસદ' રૂત્ય = એ પ્રકારે સૂત્રનું પ્રતીક છે તેનો અર્થ કરે છે -
જેને સમ્યફસમ્યગુજ્ઞાન અને સાહચર્યથી સમ્યગ્દર્શન તરીકે જુઓ, તેને મૌન=સંયમાનુષ્ઠાનરૂપે જુઓ; તથા જેને મૌન તરીકે જુઓ તેને જ સમ્યગુસમ્યજ્ઞાન અથવા નૈશ્ચયિક સમ્યક્ત રૂપે જુઓ. કેમ કે જ્ઞાનનું વિરતિફળપણું છે અને સમ્યક્તનું અભિવ્યક્તિનારણપણું છે. વિશેષાર્થ :
અહીં સર્વસમન્વાગતપ્રજ્ઞાન શબ્દનો તાત્પર્યાર્થ એ છે કે, તત્ત્વસંવેદનરૂપ જે પ્રકૃષ્ટ જ્ઞાન તે સંપૂર્ણ રીતે સંસારભાવથી આત્માને ખેંચીને તત્ત્વ તરફ લઈ જનાર છે, તેથી તે સર્વ રીતે સમ્યગુ આગતપ્રાપ્ત, એવા પ્રકૃષ્ટ જ્ઞાનરૂપ છે. અને તેનું જ્ઞાન પ્રગટ્યા પછી આત્મા ક્યારેય અકર્તવ્ય એવા પાપકર્મને કરતો નથી.
‘નં સમં તિ પાસદ' ઈત્યાદિ આચારાંગસૂત્રના પાંચમા અધ્યયનના ત્રીજા ઉદ્દેશામાં સમ્યક્ત અને મૌનની=મુનિભાવની, સમવ્યાપ્તિ બતાવેલ છે, ત્યાં સમ્યક્ત=કારકસમ્યક્ત, ગ્રહણ કરવાનું છે= કુર્વપત્વવાળું ગ્રહણ કરવાનું છે, જે અવશ્ય બોધને અનુરૂપ કાર્ય કરતું હોય તેવું ગ્રહણ કરવાનું છે, અને તે સમ્યપ્રજ્ઞાનરૂપ છે. અને તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, જે સમ્યપ્રજ્ઞાન છે તે જ પાપકર્મવર્જન છે અને જે પાપકર્મવર્જન છે તે જ સમ્યપ્રજ્ઞાન છે. અને સમ્યપ્રજ્ઞાનનો અર્થ એ છે કે, સમ્યક પ્રકારનું પ્રકૃષ્ટ જ્ઞાન. અને સમ્યક પ્રકારનું પ્રકૃષ્ટ જ્ઞાન એ છે કે, જ્ઞાનને અનુરૂપ પાપવર્જનની પ્રવૃત્તિરૂપ ફળ સંવલિત જ હોય. તેથી જ સમ્યપ્રજ્ઞાન અને પાપવર્જન એ બંનેને એક કહેલ છે. આથી જ મુનિભાવ અને સમ્યક્તની વ્યાપ્તિ બતાવીને ટીકામાં કહ્યું કે, જ્ઞાનનું વિરતિફળપણું છે અને સમ્યક્તનું અભિવ્યક્તિનારણપણે છે=જ્ઞાન વિરતિફળવાળું છે, તેથી જ્ઞાન હોય ત્યાં વિરતિરૂપ ફળ અવશ્ય હોય જ; અને સમ્યક્ત એ જ્ઞાનની અભિવ્યક્તિનું કારણ છે, તેથી સમ્યક્ત હોય ત્યાં જ્ઞાનની અભિવ્યક્તિ હોય જ. તેથી એ પ્રાપ્ત થાય કે, જીવમાં સમ્યક્ત પ્રગટે એટલે જ્ઞાનની અભિવ્યક્તિ થાય જ, અને જ્ઞાન અભિવ્યક્ત થાય એટલે વિરતિરૂપ ફળ અવશ્ય પ્રાદુર્ભાવ થાય. તેથી સમ્યક્તની નિષ્પત્તિ સાથે વિરતિ અવિનાભાવી છે. ટીકાર્ય :
તવ્ર ને....કાવ્યમને અને આ સમ્યક્તાદિ ત્રણ અનુષ્ઠાન, જે કોઈ વડે શક્ય નથી અને તે કોના વડે શક્ય નથી તે બતાવે છે –
જેઓ શિથિલ અર્થાત્ મંદવીર્યવાળા છે અર્થાત્ તત્વની રુચિ અને બોધ હોવા છતાં સમ્યગું અનુષ્ઠાન કરવા માટે અલ્પવીર્યવાળા છે તેઓ વડે, અને પુત્રાદિના સ્નેહ વડે જેઓ આદ્રક્રિયમાણ છે તેઓ વડે, અને શબ્દાદિ વિષયોનું આસ્વાદન કરવાની પ્રકૃતિવાળા છે તેઓ વડે, અને વક્રસમાચારવાળાઓ વડે=શાસ્ત્ર દ્વારા યથાર્થ બોધ હોવા છતાં