________________
૨૮
પ્રતિમાશતક/ બ્લોક : ૨ ક્રિયાઓમાં અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે પરમશુદ્ધભાવગ્રાહક નયનું અવલંબન લેવું ઉચિત ગણાય. તેથી જે જીવ પોતે સમ્યગુ ક્રિયા કરી શકતો નથી અને ત્રુટિત ક્રિયા કરે છે, પરંતુ તે ત્રુટિત ક્રિયામાં સંતોષ માનીને ધર્મમાં યત્નવાળા હોય, તો તેવા જીવને સ્વશક્તિના ઉત્કર્ષથી યત્ન કરવા માટે પરમશુદ્ધભાવગ્રાહક . નિશ્ચયનય ઉપયોગી બને છે. ટીકાર્ય :
તન્મતે....શાસ્ત્રાર્થત્યાત્ તેના મતમાં પરમશુદ્ધભાવગ્રાહક નિશ્ચયનયના મતમાં, વિક્ષેપાંતરના અનાદરમાં પણ તેગમાદિ તવૃંદથી નામાદિ નિક્ષેપાતા પ્રામાણ્યનો અભ્યપગમ હોવાથી તમારો વ્યામોહ કેમ છે ? કેમ કે સર્વનયસંમતનું જ શાસ્ત્રાર્થપણું છે.
અન્યથાવાનપ્રિયેળ ! અન્યથા સર્વસંમતનું શાસ્ત્રાર્થપણું ન માનો તો, સમ્યક્ત્વ અને ચારિત્રના એક્યને ગ્રહણ કરનાર એવા નિશ્ચયનય વડે અપ્રમત્તસંવતને જ સમ્યક્ત્વના સ્વામી કહેવાયેલા છે; પરંતુ પ્રમત્ત અંત સુધી નહિ, એથી શ્રેણિકાદિ ઘણાને પ્રસિદ્ધ એવું સમ્યગ્દર્શન દેવાતાપ્રિય એવા તમારા વડે સ્વીકારી નહિ શકાય.
‘ ’ ‘સ્મ' અર્થમાં છે.
વિશેષાર્થ :
પરમશુદ્ધભાવગ્રાહક નિશ્ચયનયે પણ ચાર પ્રકારના નિક્ષેપા બતાવ્યા; પરંતુ ચારેને આદરણીય કહેતો નથી. તેથી ચાર નિક્ષેપાના સ્વીકારરૂપ પ્રામાણ્ય તો પરમશુદ્ધભાવગ્રાહક નિશ્ચયને પણ અભિમત છે એમ ભાસે. પરંતુ પરમશુદ્ધભાવગ્રાહક નિશ્ચયનય પ્રથમ ત્રણ નિક્ષેપાનો સ્વીકાર ઉપાદેયરૂપે કરતો નથી, તે જ નિક્ષેપાંતરનો અસ્વીકાર સમજવો. જ્યારે નૈગમાદિ નો ચારે નિક્ષેપાઓને સ્વીકારે છે, તેનો અર્થ એ કે ચારે નિક્ષેપાના અસ્તિત્વનો સ્વીકારમાત્ર નથી, પરંતુ ચારેય નિક્ષેપાઓ આદરપાત્ર છે; તેથી જ ભગવાનના ચારે નિક્ષેપાઓ કલ્યાણના કારણરૂપે તે નયોને માન્ય છે.
અહીં સર્વનયસંમતનું શાસ્ત્રાર્થપણું છે એમ કહ્યું, ત્યાં પ્રશ્ન થાય કે, શાસ્ત્રમાં નયવચનો પણ હોય છે તો તે શાસ્ત્રાર્થરૂપ છે કે નહિ ? અને જો તે માન્ય ન હોય તો પ્રસ્તુત મહાનિશીથસૂત્રનું આગમવચન પણ અમાન્ય થાય. અને આગમવચન જ અમાન્ય છે એમ કહીએ તો આગમના અપ્રામાણ્યની સિદ્ધિ થાય. તેથી સર્વનયસંમતનું શાસ્ત્રાર્થપણું છે એ કથનનું વિશેષ તાત્પર્ય આ પ્રમાણે છે –
શાસ્ત્રો નયવચનોથી પણ રચાયેલાં છે અને પ્રમાણ વચનોથી પણ રચાયેલાં છે. કોઈ વ્યક્તિ કોઇ નયવચનના શાસ્ત્રને ગ્રહણ કરીને તેનું એકાંત સ્થાપન કરે તો તે શાસ્ત્રાર્થરૂપ નથી, પરંતુ તે નયવચન સ્વસ્થાનમાં શાસ્ત્રાર્થરૂપ હોવા છતાં અન્ય વચનોને પણ તેમના સ્વ-સ્વ સ્થાનમાં સ્વીકારવામાં આવે, ત્યારે તે સ્વીકારનારનું વચન સર્વનયસંમત શાસ્ત્રાર્થરૂપ બને. જેમ લુપાકે મહાનિશીથસૂત્રનું અવલંબન લઈને નામાદિ ત્રણ નિક્ષેપાઓને અકિંચિત્કર કહ્યા, તે પરમશુદ્ધભાવગ્રાહક નિશ્ચયનયની દૃષ્ટિએ તેમ