________________
૨૨
પ્રતિમાશતક/ શ્લોક : ૨ ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે સ્વગતફળમાં સ્વતિરિક્ત ભાવનિક્ષેપાનો પણ અવ્યભિચારિપણાનો અભાવ છે, તે જ વાતની પુષ્ટિ કરતાં કહે છે – ટીકાર્ય :
દિ....તુચ તિ ભાવઅરિહંતને જોઈને અભવ્યો કે ભવ્યો પ્રતિબોધ પામે છે, એવું નથી; એથી કરીને ચારે નિપાઓ એકાંતે સ્વગતફળજનક નથી, એથી કરીને, સ્વગત ભાવોલ્લાસનો નિમિતભાવ વળી વિક્ષેપચતુષ્ટયમાં પણ તુલ્ય છે. વિશેષાર્થ :
ભાવઅરિહંતને જોઈને અભવ્યો પ્રતિબોધ પામતા નથી, અને ભવ્યો પણ હળુકર્મી હોય તો પ્રતિબોધ પામે છે; પરંતુ ભવ્યમાત્ર પ્રતિબોધ પામે જ એવો નિયમ નથી. એથી કરીને=નામાદિ ત્રણ નિપાની જેમ સ્વવ્યતિરિક્ત ભાવનિક્ષેપો પણ સ્વગતફળ પ્રત્યે અનેકાંતિક છે, જેથી કરીને, ચારેય નિપામાં પણ સ્વગત ભાવોલ્લાસનો નિમિત્તભાવ સમાન છે=પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરના નિક્ષેપાઓ બહુલતાએ બલવાન નિમિત્ત હોવા છતાં નિમિત્તભાવરૂપે ચારેય નિક્ષેપ સમાન છે. ટીકા :
एतेन स्वगताध्यात्मोपनायकतागुणेन वन्द्यत्वमपि चतुष्टयविशिष्टमित्युक्तं भवति । शिरश्चरणसंयोगरूपं हि वन्दनं भावभगवतोऽपि शरीर एव सम्भवति । ટીકાર્ય :
વર્તન તવ સમિતિ આનાથી=વિક્ષેપચતુષ્ટયમાં સ્વગત ભાવોલ્લાસનો નિમિત્તભાવ સમાન છે એનાથી, સ્વગત અધ્યાત્મઉપનાયકતા ગુણ વડે વંધત્વ પણ ચતુષ્ટયવિશિષ્ટ છે, એ પ્રમાણે કહેવાયેલું થાય છે. કેમ કે શિર-ચરણના સંયોગરૂપ વંદન, ભાવભગવાનને પણ શરીરમાં જ સંભવે છે. (અને તે શરીર સ્થાપનાવિક્ષેપરૂપ છે.)
‘ત્વમવિ - અહીં આજ થી એ કહેવું છે કે, નિક્ષેપચતુષ્ટયમાં નિમિત્તભાવ તો તુલ્ય છે, પરંતુ વંઘત્વ પણ ચતુષ્ટયવિશિષ્ટ છે. વિશેષાર્થ :
ચારેય નિક્ષેપા ભાવોલ્લાસમાં નિમિત્તભાવરૂપ છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, ભગવાનનું વંઘપણું ફક્ત ભાવઅરિહંતરૂપ ભાવનિક્ષેપમાં નથી, પરંતુ ભગવાનમાં વર્તતા નામાદિ ચારેય નિક્ષેપામાં વિદ્યપણું છે. કેમ કે ચારેય નિક્ષેપાઓ સ્વગત અધ્યાત્મઉપનાયકતા ગુણવાળા છે, તેથી જ તે ચારેય વંદ્ય