SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. પ્રતિમાશતક) શ્લોક : ૨ ટીકા : अत्र निरुक्तविशेषणविशिष्टेषु लुम्पाकेषु निरुक्तविशेषणविशिष्टान्थरूपोत्प्रेक्षा कल्पितोपमानमादाय उपमा वेति यथौचित्येन योजनीयं तत्तदलङ्कारग्रन्थनिपुणैः । ટીકાર્ય - મત્ર નિre..પન્યનિપુણે: અહીંયાં=પ્રસ્તુત શ્લોકમાં, નિરુક્તવિશેષણથી વિશિષ્ટ એવા લંપાકોમાં નિરુક્તવિશેષણવિશિષ્ટ એવા અંધરૂપ ઉભેક્ષા અલંકાર છે, અથવા કલ્પિત ઉપમાને ગ્રહણ કરીને ઉપમા અલંકાર છે. એ પ્રમાણે તે તે અલંકારગ્રંથોમાં નિપુણ એવી વ્યક્તિઓ વડે યથોચિત્યથી યોજવું. વિશેષાર્થ - શ્લોક-૨માં લંપાકનાં બે વિશેષણો બતાવ્યાં કે, અરિહંતની પ્રતિમાને નહિ સ્વીકારનારા અને ભાવને આગળ કરનારા એ રૂ૫ બે વિશેષણોથી વિશિષ્ટ એવા પાકોમાં, દર્પણમાં પોતાના મુખને જોવાના અર્થારૂપ નિરુક્ત વિશેષણથી વિશિષ્ટ એવા અંધરૂપ ઉ...ક્ષા અલંકાર છે. કેમ કે અંધ માણસો ક્યારેય પણ દર્પણમાં મુખ જોવાનો પ્રયત્ન કરતા નથી. છતાં ઉભેક્ષા અલંકારથી એ કહેવું છે કે જાણે તેના જેવી ચેષ્ટા લંપાક કરતો ન હોય ! અથવા કોઈ અંધ માણસ દર્પણમાં મુખ જોવા યત્ન કરતો નથી, છતાં કોઇ જોવા માટે યત્ન કરે છે, એ પ્રકારની કલ્પિત ઉપમાને ગ્રહણ કરીને ઉપમા અલંકાર છે, એ પ્રમાણે જોડવું. ટીકા : स्यादेतत्, भावार्हदर्शनं यथा भव्यानां स्वगतफलं प्रति अव्यभिचारि तथा न निक्षेपत्रयप्रतिपत्तिरिति तदनादर इति । मैवम्, स्वगतफले स्वव्यतिरिक्तभावनिक्षेपस्यापि अव्यभिचारित्वाभावात् । न हि भावार्हन्तं दृष्ट्वाऽभव्या भव्या वा प्रतिबुध्यन्त इति, स्वगतभावोल्लासनिमित्तभावस्तु निक्षेपचतुष्टयेऽपि तुल्य इति । ટીકાર્ય : ચાવેત,તનાવર તિ અહીં ગ્રંથકાર કહે છે કે, પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે ભાવઅરિહંતનું દર્શન જે પ્રકારે ભવ્યોના સ્વગતફળ પ્રતિ અવ્યભિચારી છે, તે પ્રકારે નિક્ષેપત્રયની પ્રતિપત્તિ સ્વીકાર, નથી. એથી કરીને તેનો અનાદર=વિક્ષેપત્રયનો અનાદર, છે. વિશેષાર્થ : પૂર્વપક્ષીને કહેવાનું તાત્પર્ય એ છે કે, ભાવઅરિહંતનું દર્શન પણ અભવ્યને નિષ્ફળ જાય છે, પરંતુ
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy