________________
પ્રતિમાશતક/ શ્લોક : ૧ ટીકાર્ય :
સત ....તનિઃા આથી કરીને જ=પ્રકૃતના અનુપપાદક વિશેષણના જ ફરી ઉપાદાનમાં તે દોષની વ્યવસ્થિતિ છે આથી કરીને જ ચિંતામણિવિષયક દીધિતિને તાર્કિક શિરોમણિ શ્રીમાન વિસ્તારે છે, એવા “શ્રીમત્વ' વિશેષણમાં સમાપ્તપુરાતત્વ દોષ નથી. કેમ કે શ્રી=વિસ્તારને અનુગુણજ્ઞાનસમૃદ્ધિ, એથી કરીને આવું=શ્રીમાન શબ્દનું, પ્રકૃતિ ઉપપાદકપણું છે, એ પ્રમાણે તાર્કિકો વડે સમાધાન કરાયું છે. વિશેષાર્થ :
ચિંતામણિ ગ્રંથવિષયક દીધિતિ ટીકાને તાર્કિક શિરોમણિ વિસ્તારે છે, આટલા કથન પછી વાક્યાન્વય સમાપ્ત થાય છે. ત્યાર પછી શ્રીમાનનું વિશેષણ આપ્યું, તેથી કોઈને સમાપ્તપુનરાત્તત્વની આશંકા થાય. પરંતુ “શ્રી” નો અર્થ “વિસ્તારને અનુગુણ જ્ઞાનસમૃદ્ધિ થાય છે. તેથી કોઈને પ્રશ્ન થાય કે તાર્કિક શિરોમણિ ચિંતામણિના વિષયમાં દીધિતિનો વિસ્તાર કેમ કરી શક્યા ? તે આકાંક્ષાની પૂર્તિ શ્રીમાન' વિશેષણથી થાય છે, તેથી સમાપ્તપુનરાત્તત્વ દોષ નથી, એ પ્રમાણે તાર્કિકોએ સમાધાન કર્યું છે.
અહીં વિશેષ એ છે કે, તાર્કિક શિરોમણિ કહેવાથી એ અર્થ પ્રાપ્ત થાય કે, દીધિતિકારની તર્ક કરવાની શક્તિ સારી છે, પરંતુ તર્કશક્તિ એ ગ્રંથના વિસ્તારને અનુકૂળ સામર્થ્યરૂપ નથી. તેથી કોઈને આકાંક્ષા થાય કે, તાર્કિક શિરોમણિ હોવા છતાં ગ્રંથનો વિસ્તાર કઈ રીતે કરી શક્યા ? તે આકાંક્ષાની તૃપ્તિ “શ્રીમાન” વિશેષણ કહેવાથી થાય છે. કેમ કે જેમ તેઓ તાર્કિક શિરોમણિ હતા, તેમ ગ્રંથના વિસ્તારને અનુગુણ જ્ઞાનસમૃદ્ધિવાળા હતા. ઉત્થાન :
સમાપ્તપુનરાત્તત્ત્વદોષને ટાળવા માટે શ્લોકનો અન્વય બીજી રીતે બતાવતાં કહે છે -
ટીકાર્ય :
ચા સા...ધ્યેયમ્ IIT “મા” અને “સા' એ પ્રકારે અધ્યાહાર કરીને વાક્ય છે. જેઓ વડે તે= મૂર્તિ, અવીક્ષિત જોવાયેલી નથી, તે મંદભાગ્યવાળા છે. એ પ્રકારના ધ્વનિતા તાત્પર્યવાળા વાક્યમાં વળી અનુપપત્તિનો લેશ પણ નથી, એ પ્રમાણે જાણવું. III વિશેષાર્થ :
મૂળ શ્લોકની અંદર “મા” અને “સાને અધ્યાહારથી ગ્રહણ કરવાના છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, જે મૂર્તિ પૂર્વમાં બતાવેલ ગુણવાળી સદા વિજય પામે છે તે મદિરામત્ત વડે નહિ જોવાયેલી છે, અને એ પ્રમાણે અન્વયથી એ ધ્વનિ નીકળે છે કે, જે જે લોકો વડે પૂર્વમાં બતાવેલ ગુણવાળી મૂર્તિ જોવાઈ નથી તે મંદભાગ્યવાળા છે. આ રીતે અન્વય કરવાથી શ્લોકના ત્રણ પાદ દ્વારા અન્વયની સમાપ્તિ થવાને