________________
પ્રતિમાશતક | શ્લોક : ૧ છે. અને કેટલાકને તેવો સ્વદર્શનનો આગ્રહ હોતો નથી, પરંતુ પોતાના દર્શનમાં રહેલા એવા તેઓ મૂર્તિના વિષયમાં બહુ વિચાર કરનારા હોતા નથી, એ રૂ૫ અનાભોગ વર્તતો હોય છે; અને પોતાના દર્શનની વાતોથી મતિભ્રમ થયેલો હોય છે કે મૂર્તિ ખરેખર પૂજ્ય નથી, ત્યાં જ્ઞાનાવરણીયનો ઉદય પ્રધાનરૂપે હોય છે, અને મિથ્યાત્વનો ઉદય સહવર્તી હોય છે. તેથી જ તત્ત્વને જાણવા માટે અયત્નરૂપ ઘનપ્રમાદ ત્યાં હોય છે. તેથી જ મોહ અને ઘનપ્રસાદને મદિરા કહેલ છે. તેથી મોહમાં અને ઘનપ્રમાદમાં મિથ્યાત્વનો ઉદય અવશ્ય હોય છે. ફક્ત મોહમાં મિથ્યાત્વનો ઉદય અનિવર્તિનીય એવા અસદ્ગહરૂપ હોય છે, જ્યારે ઘનપ્રમાદમાં સામગ્રી મળે તો અસદ્ગત નિવર્તન પામે તેવી સંભાવના પણ રહે તેવો મિથ્યાત્વનો ઉદય હોય છે. ટીકા :
___ न चान्वयपरिसमाप्तौ अस्य विशेषणस्योपादानात् समाप्तपुनरात्तत्वदोषदुष्टत्वमत्रेति शङ्कनीयम्, सर्वोत्कृष्टत्वेन सर्वादरणीयत्वे लब्धे यदि सर्वैराद्रियते, कथं न लुम्पाकैः ? इत्याशङ्कानिवारणाय एतद्विशेषणम् । ते हि मोहप्रमादोन्मत्ता: इति तदनादरेऽपि न सर्वप्रेक्षावदादरणीयत्वक्षतिः इत्युक्तदोषाभावात्, प्रकृतानुपपादकविशेषणस्य पुनरुपादाने एव तद्दोषव्यवस्थितेः, अत एव “दीधितिमधिचिन्तामणि तनुते तार्किकशिरोमणिः श्रीमान्" इत्यत्र 'श्रीमत्त्वविशेषणे न समाप्तपुनरात्तत्वम्, श्री:-विस्तरानुगुणज्ञानसमृद्धिः, इत्यस्य प्रकृतोपपादकत्वाद्', इति समाहितं तार्किकैः । 'या सा', इत्यध्याहृत्य वाक्यं, यैर्यैः साऽवीक्षिता ते मन्दभाग्या इति ध्वनितात्पर्य तु नानुपपत्तिलेशोऽपीति ध्येयम् ।।१।। ટીકાર્ય :
ન વાન્ડય....તંકશેષણમ્ | અવયની પરિસમાપ્તિ થયે છતે આ વિશેષણનું અનાલોકિતા' વિશેષણનું, ઉપાદાન હોવાને કારણે સમાપ્તપુનરાતત્વદોષરૂપ દુષ્ટપણું અહીંયાં મૂળ શ્લોકમાં છે, એ પ્રમાણે શંકા ન કરવી. કેમ કે, સર્વોત્કૃષ્ટપણું હોવાને કારણે સર્વ આદરણીયપણું પ્રાપ્ત થયે છતે જ બધા વડે આદર કરાય છે, તો લુંપાક વડે કેમ મૂર્તિ આદર કરાતી નથી ? એ પ્રકારની શંકાના નિરાસ માટે આ વિશેષણ છે-અનાલોકિતા એ મૂર્તિનું વિશેષણ છે. વિશેષાર્થ :
શ્લોકના ત્રણ પાદ સુધી વાક્યાન્વય કરવાથી એ અર્થ પ્રાપ્ત થાય છે કે, સ્કૂર્તિવાળી જૈનેશ્વરી મૂર્તિ સદા વિજય પામે છે, અને વાક્યાન્વય પૂર્ણ થયેલો ભાસે છે. ત્યાર પછી ચોથા પાદમાં ફરી મૂર્તિનું અનાલોકિતા” એ વિશેષણ ઉપાદાન કરવાથી સમાપ્તપુનરાત્તત્વદોષરૂપ દુષ્ટત્વ પ્રાપ્ત થાય છે, એ પ્રકારે પૂર્વપક્ષીની આશંકા છે. તે આ રીતે -
શ્લોકના ત્રણ પાદથી આખા વાક્યાન્વયનો બોધ થઈ ગયા પછી, ફરી “તે મૂર્તિ કેવી છે?” તે