SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૨૭ વિશેષાર્થ: ૩૪૧ લુંપાક જૈનાગમો ભણે છે પરંતુ આગમોના તાત્પર્યને યથાર્થ જોડતો નથી, તેથી તેના અભ્યાસને શુષ્ક પાઠરૂપ કહેલ છે. અને બળદ જેમ જાડી બુદ્ધિવાળો હોય છે, તેમ લુંપાક શાસ્ત્રોના પરમાર્થને પકડવામાં જાડી બુદ્ધિવાળો છે, તેથી આગમોને સમ્યગ્ જોડતો નથી, તે બતાવવા અર્થે લુંપાકનું વિશેષણ બતાવે છે કે, શુષ્ક પાઠ કરનાર એવા બલીવર્દ જેવો તે છે=બળદ જેમ ખાવા માટે જ્યાં ત્યાં મુખ નાંખે છે, તેમ પોતાની માન્યતાને સ્થાપન કરવા માટે લુંપાક તર્કમાં મુખને પ્રવેશ કરાવે છે, પરંતુ તે બળદ જેવો હોવાથી તર્કને સમજ્યો જ નથી. અને ‘આ રીતે’=પૂર્વમાં લંપાકે કહ્યું કે - જે જે અનુમોઘ હોય તે તે કર્તવ્ય હોય પરંતુ તેવી વ્યાપ્તિ નથી એ રીતે, તેનો તર્ક ખોટો છે, એમ બતાવીને તેના ઉપહાસને કરતાં ગ્રંથકાર કહે છે – - ટીકાર્થ ઃ ..... तत् શવત્ત્વમાવાત્ । તે કારણથી=પૂર્વમાં કહ્યું કે તર્કમૂળવ્યાપ્તિની અસિદ્ધિ છે, તેથી મૂળશૈથિલ્ય દોષ છે, અને ત્યારપછી તે મૂળશૈથિલ્ય દોષ વજ્રલેપરૂપ છે તે સિદ્ધ કર્યું તે કારણથી, હે બાળ ! તારી તર્કમાં રતિ વૃથા છે. કેમ કે અંતરંગ શક્તિનો અભાવ છે, અર્થાત્ લુંપાકની તર્ક કરવાની અંતરંગ શક્તિ નથી. कस्य ગાવિર્ભવતિ । કોનામાં કોની જેમ? (રતિ વૃથા છે?) તો કહે છે કે, સ્ત્રીભોગમાં નપુંસકની જેમ. (તારી તર્કમાં રતિ વૃથા છે.) વિદ્યાના મુખચુંબનમાત્રથી તેના=વિદ્યાના ભોગનું સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી. यत् सूक्तं ન્તિ હૈં ।। ઉપરમાં જે કહ્યું, તેને કહેનારું સૂક્ત (સુભાષિત) બતાવે છે - વેશ્યાની જેમ વિદ્યાનું મુખ કોના કોના વડે ચુંબિત થયું નથી? તેઓના અર્થાત્ વિદ્યાઓના હૃદયને ગ્રહણ કરનારા બે છે અથવા નથી પણ હોતા. ત્રણ હોય વિશેષાર્થ: ..... - શાસ્ત્ર ભણનારાઓ ઘણા હોય છે, પરંતુ શાસ્ત્રના ૫૨માર્થને જાણવાનું સૌભાગ્ય કોઈકનું જ હોય છે, તે બતાવવા અર્થે કહે છે - વિદ્યાના ચુંબનમાત્રથી વિદ્યાના ભોગનું સૌભાગ્ય મળતું નથી. પ્રસ્તુતમાં લુંપાક જૈન શાસ્ત્રો વાંચે છે પરંતુ તેના ૫૨માર્થને જાણતો નથી. આથી જ આગમના રહસ્યને સમજવાનું સૌભાગ્ય તેને પ્રાપ્ત થતું નથી, માટે શુષ્ક તર્ક કરીને શાસ્ત્રના પરમાર્થનો વિપરીત રીતે તે અર્થ કરે છે. ઉત્થાન : નિરવઘમાં પણ જે અનુમોઘ હોય તે કર્તવ્ય ન હોય. કેમ કે એકચેલાદિ આચાર નિરવદ્ય છે, તેથી અનુમોદ્ય છે, છતાં બધાને કર્તવ્ય બનતા નથી. તે દેખાડે છે –
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy