________________
૩૩૬
પ્રતિમાશતક, શ્લોક ૨૭ પૂર્વપક્ષીને દ્રવ્યસ્તવ સાધુને કર્તવ્યરૂપે માન્ય હોય તો તે કહી શકે કે, જો સાધુને દ્રવ્યસ્તવ અનુમોઘ છે તો તમારે દ્રવ્યસ્તવ સાધુને કર્તવ્યરૂપે પણ માનવું જોઈએ. તેના દ્વારા પોતાને જે કર્તવ્યરૂપે માન્ય છે, તેની સિદ્ધિ સામેની વ્યક્તિને તે કરાવી શકે ત્યારે સ્વસિદ્ધાંતનું સાધન પ્રસ્તુત તર્ક બને. પરંતુ આદ્ય વિકલ્પયુક્ત નથી, કેમ કે પૂર્વપક્ષીને દ્રવ્યસ્તવ સાધુને કર્તવ્યરૂપે માન્ય નથી. ટીકાઃ
अन्त्येत्वाह-'साधूनाम्' इति । अथानुमोद्यमिति हेतोः साधूनामर्चादिकं किं न कर्तव्यम् ? यदि अनुमोद्यं स्यात्, कर्त्तव्यं स्यात्, न च कर्त्तव्यमस्ति, अतो नानुमोद्यमिति विपर्ययपर्यवसानम्, तथा च एतत्तर्कसहकृतान्मिश्रुत्वादिहेतोरननुमोद्यत्वसिद्धिरित्यर्थः । अत्रोत्तरम्-सत्यम्, यत्त्वयाऽऽपातत प्रसञ्जनं कृतम्, परं केवलस्य साहचर्यस्य कलनात्=पुरस्करणाद्, अनुमानप्रथा प्रसङ्गापादननिष्ठा नेष्टा, न हि साहचर्यमानं व्याप्तिः पार्थिवत्वलोहलेख्यत्वयोरपि तत्प्रसङ्गात् । तथा च तर्कमूलव्याप्त्यसिद्धेर्मूलशैथिल्यदोषः इत्यर्थः । यद् यद् अनुमोद्यं तत्तत्कर्त्तव्यमित्यत्र नियतसाहचर्याद् व्याप्तिरस्त्येवेत्यत्राह व्याप्तिः क्वापि गता=दूरे नष्टा, कस्मात् ? स्वरूपनिरयाचारात् स्वरूपनिरवद्याचारादुपाधेः । यत्र साधुकर्त्तव्यत्वं तत्र स्वरूपतो निरवद्यत्वम्, यत्र च तदनुमोद्यत्वं तत्र स्वरूपतो निरवद्यत्वमिति नास्ति, कारणविहितानां वर्षाविहारादीनां नद्युत्तारादीनां संयत्यवलम्बनादीनां चानुमोद्यत्वेऽपि स्वरूपनिरवद्यत्वाभावात् । तथा च, अनौपाधिकसहचाररूपव्याप्त्यभावान्मूलशैथिल्यं वज्रलेप इति भावः । ઉત્થાન :
પૂર્વમાં બે પ્રશ્નો કરેલા કે આ તર્ક સ્વતંત્ર સાધનરૂપે છે? કે પ્રસંગ આપાદનરૂપ છે? તેમાં પ્રથમ વિકલ્પ સંગત નથી, એમ બતાવીને હવે અંત્ય વિકલ્પમાં વળી કહે છે –
અંત્ય વિકલ્પનું ઉત્થાન ‘સાધૂનામ્ થી મૂળશ્લોકમાં છે તે બતાવવા અર્થે ‘સાધૂના રૂતિ’ એ પ્રમાણે ટીકામાં કહેલ છે. ટીકાર્થ –
થ રૂત્યર્થ | ‘નથ’ થી પૂર્વપક્ષી કહે છે કે, અનુમોદ્યરૂપ હેતુથી સાધુને અચંદિક કેમ કર્તવ્ય ન થાય? જો અનુમોદ્ય હોય તો કર્તવ્ય થવું જોઈએ, અને દ્રવ્યસ્તવ કર્તવ્ય નથી અર્થાત્ તમારા મત પ્રમાણે દ્રવ્યસ્તવ સાધુને કર્તવ્ય નથી, એથી અનુમોઘ પણ નથી, એ પ્રકારે વિપર્યયમાં તર્ક પર્યવસાન પામે છે. અને તે રીતે પૂર્વમાં અમે જે તર્ક કર્યો અને તે તર્ક વિપર્યયમાં પર્યવસાન પામીને અનુમોધત્વનું સ્થાપન કરે છે તે રીતે, આ તર્ક સહકૃત એવા મિશ્રત્યાદિ હેતુથી અનામોધત્વની સિદ્ધિ થશે, એ પ્રમાણે અર્થ જાણવો.