________________
પ્રતિમાશતક | શ્લોક ૨૬
૩૩૩ ભગવાનની પૂજાના દર્શનથી યોગ્ય જીવોને સમ્યગ્દર્શનની નિર્મળતા થાય છે, તે આ રીતે - જે જીવોને સામાન્યથી ભગવાન પ્રત્યે બહુમાનભાવ હોય છે, તે જીવો વિવેકપૂર્વક કરાયેલી ભગવાનની ઉત્તમોત્તમ ભક્તિને જોઈને ભગવદ્-ભક્તિ પ્રત્યે બહુમાનભાવવાળા થાય છે; અને ભગવાનની ભક્તિ પ્રત્યેનો બહુમાનભાવ દર્શનશુદ્ધિનું કારણ બને છે. કેમ કે ભગવાન એ વ્યક્તિરૂપે પૂજનીય નથી, પરંતુ જેઓએ મહાસત્ત્વથી આત્માના વીતરાગભાવરૂપ સ્વભાવને આવિર્ભાવ કર્યો છે, માટે તેઓ પૂજનીય છે. તેથી જે જીવો વીતરાગને વીતરાગભાવરૂપે સૂક્ષ્મ બુદ્ધિથી જોઈને તેમના પ્રત્યે જેમ જેમ બહુમાનભાવવાળા થાય છે, તેમ તેમ વીતરાગતાના સૂક્ષ્મભાવોને જોવાની નિર્મળ દષ્ટિ તેમનામાં પ્રગટે છે; અને આ રીતે વિકસંપન્ન શ્રાવક ભગવાનની પૂજા કરતો હોય તો, અન્ય યોગ્ય જીવોને પણ તેની ભક્તિ જોઈને ભગવાન પ્રત્યે બહુમાનભાવ વધે છે, તે સમ્યગ્દર્શનની નિર્મળતા છે. કેમ કે આત્માના વાસ્તવિક સ્વરૂપને જોવું તે જ યથાર્થ દર્શન છે. આથી જ સુદેવ, સુગુરુ અને સુધર્મનો તીવ્ર પક્ષપાત એ સમ્યગ્દર્શનરૂપ છે તેમ શાસ્ત્રમાં કહ્યું છે. કેમ કે સુદેવ તે શુદ્ધ આત્મતત્ત્વની પ્રગટ થયેલી એવી આત્માની અવસ્થા છે, અને સુગુરુ, શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવા માટે યત્ન કરવારૂપ જીવની અવસ્થા છે, અને સુધર્મ, શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવા માટે ક્રિયા સ્વરૂપ છે. જેમને શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવાની ઈચ્છા થાય તેમને તે અવસ્થાને પામેલ પ્રત્યે, તે અવસ્થાને પામવા માટે યત્ન કરનાર પ્રત્યે, અને શુદ્ધ આત્મતત્ત્વને પામવાના ઉપાયભૂત આચરણા પ્રત્યે, અત્યંત પક્ષપાત થાય છે. ટીકાર્ચ -
સંવાસનુમતિસ્તુ ..... મતિ ? વળી સંવાસાનુમતિ પણ, અનાયતનથી હિંસાના આયતનથી= સ્થાનથી, દૂર રહેલા સાધુઓને કેવી રીતે થાય ? અર્થાત્ ન થાય.
૦ શ્લોકમાં ‘તુ’ શબ્દ છે તે ‘પુનઃ' અર્થમાં છે, અને ટીકામાં ‘સંવાસનુમતિર”િ પાઠ છે ત્યાં ‘' શબ્દ અધ્યાહાર સમજવો. વિશેષાર્થ :
અહીં અનાયતનનો અર્થ હિંસાનું આયતન કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે નહીં સેવવા યોગ્ય જે આયતન એટલે કે સ્થાન તે અનાયતન છે; અને સાધુ ગૃહસ્થવાસથી સર્વથા પર હોવાથી હિંસાના સ્થાનભૂત એવા ગૃહવાસથી=અનાયતનથી, અત્યંત દૂર રહેલા છે, તેથી તેઓને સંવાસાનુમતિ સંભવતી નથી. ટીકાર્ય :
પુષ્પાયતન .....પ્રસરા અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, પુષ્પાદિનું આયતન જઅનાયતન છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે, તો પછી સમવસરણમાં રહેલા મુનિઓને અનાયતનમાં અવસ્થાનનો=રહેવાનો, પ્રસંગ આવશે. વિશેષાર્થ:
પૂર્વપક્ષીને કહેવાનો આશય એ છે કે, દેરાસરમાં શ્રાવકો પુષ્પાદિથી પૂજા કરે છે અને પુષ્પાદિનું