SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ પ્રતિમાશતક, શ્લોકઃ ૨૫ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરવામાં આવે છે તે દ્રવ્યરૂપ હોવાથી દ્રવ્યસ્તવ કહી શકાય, પરંતુ તેની ત્યાં મુખ્યતા નથી, ભાવોની મુખ્યતા છે, તેથી તે ભાવસ્તવ કહેવાય છે. આથી જ ચૈત્યવંદનમાં ભગવાનના ગુણગાન દ્વારા ભાવોને મુખ્યરૂપે ઉલ્લસિત કરવાના હોય છે, તેથી તે ભાવતવરૂપ છે. આમ છતાં શ્રાવકનું ચિત્ત સંપૂર્ણ નિરવદ્યભાવવાળું નથી, તેથી ચૈત્યવંદન કરવામાં પણ તેમને ભાવસ્તવ અલ્પમાત્રામાં હોય છે; જ્યારે મુનિને ચૈત્યવંદનકાળમાં ભાવસ્તવ વિશેષરૂપે ઉલ્લસિત થાય છે, કેમ કે શેષ ક્રિયાકાળમાં પણ તેમનું ચિત્ત નિરવદ્ય ભાવવાળું હોવાથી ભાવસ્તવરૂપ છે. અને જ્યારે મુનિ ભગવાનના ગુણગાનરૂપ ચૈત્યવંદનની ક્રિયા કરે છે, ત્યારે વિશેષરૂપે ભગવદ્ભાવ પ્રત્યે તેનું ચિત્ત ઉલ્લસિત થાય છે, તેથી જ ચૈત્યવંદનમાં ભાવસ્તવનો વ્યવહાર વિશેષરૂપે રૂઢ છે. ટીકા तदिदमाह-सौत्रस्य-सूत्रसिद्धस्य क्रमस्योल्लङ्घनात्=उल्लङ्घनमाश्रित्य, नुरिति निश्चये दोषघटना=दोषसङ्गतिः, सदृशी-तुल्या, क्रमप्राप्ते उपदेशे तु न कोऽपि दोष इति । अव्युत्पन्न प्रति क्रमविरुद्धोपदेशे सुकररुचेरुत्कटत्वेनाप्रतिषेधानुमतिप्रसङ्ग: दोषावहः । सम्यग्दृष्टिं प्रति तु यथायोग्योपदेशेऽपि न दोषः इति तु व्यवहारादिग्रन्थार्णवसंप्लवव्यसनिनां प्रसिद्धः पन्थाः । તાજ ટીકાર્ય : વિદ્રમહં - તે આ કહે છે પૂર્વમાં કહ્યું કે, આ પ્રકારના ક્રમનું જે રૂઢપણું છે તે આ વર્ચમાણ, કહે છે. વિશેષાર્થ : ટીકામાં બતાવ્યું કે, પહેલાં યતિધર્મના અભિધાન પછી જ તેમાં અસમર્થ પ્રતિ શ્રાદ્ધધર્મનું પ્રરૂપણ છે, એ પ્રકારના ક્રમનું રૂઢપણું છે, તે કથનને શ્લોકમાં બતાવતાં કહે છે – ટીકાર્ચ - સીત્રસ્ય ....તોષ તિ સૌત્રના=સૂત્રસિદ્ધ ક્રમના, ઉલ્લંઘનથી નક્કી દોષઘટના દોષસંગતિ, સદશ તુલ્ય છે. વળી ક્રમ પ્રાપ્ત ઉપદેશમાં કોઈ પણ દોષ નથી. ‘તોપ ત્તિ' અહીં ‘તિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ : પૂર્વપક્ષીએ કહેલ કે શ્રાદ્ધધર્મના કથનમાં અમને અનુમતિનો પ્રસંગ પ્રાપ્ત નથી, કેમ કે યતિધર્મનું કથન કર્યા પછી જ તેમાં જે શ્રોતા અસમર્થ છે તેને જ શ્રાદ્ધધર્મનું પ્રરૂપણ કરવામાં આવે છે, અને જે ઉપદેશક યતિધર્મના કથન વગર જ શ્રોતાને શ્રાદ્ધધર્મનું કથન કરે છે, અને એ રીતે કથન કરીને સૂત્રસિદ્ધ ક્રમનું ઉલ્લંઘન કરે છે, તેનાથી
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy