________________
પ્રતિમાશતકશ્લોક : ૨૩
૩૦૯ ટીકાર્ય -
... ત્યારે, અને આ કાયોત્સર્ગ શ્રદ્ધાદિરહિત કરાતો પણ ઈષ્ટસાધક બનતો નથી. એથી કરીને કહે છે - “સદ્ધાણ' શ્રદ્ધા વડે ઈત્યાદિ.
‘શ્રદ્ધા' - સ્વાભિપ્રાયથી, બલાભિયોગાદિથી નહિ.
“થિયા’ - હેયોપાદેયના પરિજ્ઞાનરૂપ મેધાથી, પરંતુ જીપણાથી નહિ, અથવા મર્યાદામાં રહેવાથી અસમંજસપણાથી નહિ.
ધૃત્ય - મનના સ્વાસ્થથી, રાગાદિની આકુળતાથી નહિ. ઘારીયા - અર્પગુણના અવિસ્મરણરૂપ ધારણાથી, તત્ શૂન્યતાથી નહિ. અનુક્રયા - અહગુણોના જ પુનઃ પુનઃ ચિંતનથી, તકલ્યથી નહિ.
વર્તમાનતિ ... સવધ્યતે I વધતી એવી, એ પ્રમાણે શ્રદ્ધાદિ પ્રત્યેક સાથે સંબંધ કરાય છે. અર્થાત્ વધતી એવી શ્રદ્ધાથી, વધતી એવી મેધાથી, ઈત્યાદિ...
વન્... વૃત્તિઆ પ્રમાણે આ હેતુઓથી હું કાયોત્સર્ગ કરું છું. એ પ્રમાણે આ સૂત્રની વૃત્તિ જાણવી. વિશેષાર્થ:
શ્રદ્ધયા' પોતાના અભિપ્રાયથી, બલાભિયોગાદિથી નહિ. યદ્યપિ બલાભિયોગથી કાયોત્સર્ગ કરનાર જીવ ક્વચિત્ હોઈ શકે, પરંતુ પોતાની ઈચ્છાથી જે કાયોત્સર્ગ કરનાર વર્ગ પ્રાપ્ત થાય છે, તેમાં પણ તાત્ત્વિક શ્રદ્ધાથી જેઓ કરતા નથી, તેમની વ્યાવૃત્તિ બલાભિયોગાદિમાં કહેલ આદિ' પદથી થાય છે.
જે જીવને સામાન્યથી બોધ છે કે સંસારમાં સાંસારિક સુખો ધનથી બહુલતાએ પ્રાપ્ત થાય છે, તેથી ધનના ઉપાર્જન અર્થે તે જ પ્રકારની રુચિથી તે યત્નવાળો થાય છે, અર્થાત્ ધન એ મારા સુખનું સાધન છે, તે જ પ્રકારની રુચિથી યત્નવાળો થાય છે. તેમ જે જીવને એમ લાગે કે સાચું સુખ મુક્ત અવસ્થામાં જ છે, અને તે નિરાકાંક્ષ ચિત્તવૃત્તિરૂપ હોવાને કારણે સુખના સંવેદનરૂપ બને છે, અને તે સુખપ્રાપ્તિનો ઉપાય સમ્યફ પ્રકારે સેવાયેલો જિનધર્મ જ છે, કેમ કે જિનધર્મને સેવવાથી જ ચિત્ત નિરાકાંક્ષ વૃત્તિ તરફ જાય છે, અને જન્માંતરમાં પણ જિનધર્મની પ્રાપ્તિ તેવા ઉત્તમ ગુણોવાળા પરમાત્માના પૂજા-સત્કાર આદિથી જ થાય છે, તેવા જીવોને એમ થાય કે ભગવાનની પૂજા-સત્કારના ફળને પ્રાપ્ત કરીને હું સંસારથી વિસ્તારને પામું. આ પ્રકારના પોતાના અભિપ્રાયથી જ્યારે કાયોત્સર્ગ કરવામાં આવે છે, ત્યારે શ્રદ્ધાથી તે કાયોત્સર્ગ થયો કહેવાય. અને તે પણ વધતી જતી શ્રદ્ધાથી કરવાનો છે, અને વધતી જતી શ્રદ્ધાથી ત્યારે જ કાયોત્સર્ગ થાય કે સમ્યગુ વિચારણાને કારણે મોક્ષ અને મોક્ષના ઉપાયોનું મહત્ત્વ સ્પષ્ટ સ્પષ્ટતર થતું જાય. તે જેમ સ્પષ્ટતર બને તેમ તે શ્રદ્ધા વૃદ્ધિમતું બને છે.