________________
પ્રતિમાશતક | શ્લોક : ૨૧
૨૮૩ તેનાથી તે આહાર શુદ્ધરૂપે છે તેમ સ્થાપન થતું નથી; પરંતુ શાસનનું માલિન્ય ન થાય તે માટે મૌન ધારણ કરે છે અને તે વચનગુપ્તિરૂપ છે. ટીકાર્ય :
તથા ઘ ... ન તોષા, અને તે રીતે=પ્રસ્તુત આચારાંગસૂત્રનું કથન છે તે રીતે, જે દુષ્ટ છે તે શક્તિ હોતે છતે નિષેધ કરાય છે, એ પ્રકારનો નિયમ ઉપલબ્ધ થાય છે. તે કારણથી નિર્બળ એવા વાદી વડે દુષ્ટ એવો એકાંતવાદના અનિષેધમાં પણ વચનગુપ્તિની સમાધિનો અપ્રતિરોધ હોવાથી (તેવા સ્થાનને છોડીને અન્યત્ર જે દુષ્ટ હોય તેનો નિષેધ કરવો જોઈએ, એવી વ્યાપ્તિ સ્વીકારવામાં) દોષ નથી. વિશેષાર્થ:
દુષ્ટ એવા એકાંતવાદના નિષેધની શક્તિ હોય અને નિષેધ ન કરવામાં આવે અને મૌન ધારણ કરે, તો વચનગુપ્તિની સમાધિનો નાશ થાય, અને તેથી દોષ પ્રાપ્ત થાય. તે રીતે દુષ્ટ એવા એકાંતવાદનો શક્તિના અભાવને કારણે નિષેધ ન કરવામાં આવે તો પણ વચનગુપ્તિની સમાધિનો નાશ થતો નથી. પરંતુ પોતાનું સામર્થ્ય ન હોવા છતાં તેના પ્રતિકાર માટે કરાતો યત્ન વચનગુપ્તિની સમાધિનો નાશ કરે, તેથી ત્યાં મૌનથી જ લાભ છે. માટે તેવા સ્થાપનને છોડીને અન્યત્ર વ્યાપ્તિ સ્વીકારવામાં દોષ નથી. ઉત્થાન :
ઉપરની વાતમાં જ આચારાંગસૂત્રની સાક્ષી આપતાં કહે છે - ટીકા :
તકુ¢ તન્નેવ - તે ઋનિર્બળ એવા વાદી વડે દુષ્ટ એવા એકાંતવાદના અનિષેધમાં પણ વચનગુપ્તિની સમાધિનો અપ્રતિરોધ છે, તે જ વાત ત્યાં જ આચારાંગમાં જ કહેલ છે.
મહુવા ... મા =અથવા (પરવાદીઓ જુદા જુદા) વાદોને કરે છે (સ્થાપે છે), તે આ પ્રમાણે - લોક છે, (સાતદ્વીપ જેટલો ઈત્યાદિ) અથવા લોક નથી. (બધું માયેન્દ્રજાલ સમાન સ્વપ્ન તુલ્ય છે). લોક (એકાંતે) નિત્ય છે. (અથવા) લોક (એકાંતે) અનિત્ય છે. લોક સાદિ છે, (અથવા) લોક અપર્યવસિત (અંત વગરનો) છે. સુકૃત કહે છે (સારું કર્યું કે સર્વસંગનો ત્યાગ કરીને મહાવ્રત ગ્રહણ કર્યા. આ રીતે સંયમને સુફત કહે છે.). (અથવા) દુષ્કૃત કહે છે (મુગ્ધ એવી મૃગલોચનાનો પુત્ર ઉત્પન્ન થયા વગર જ ત્યાગ કર્યો. તેથી સંયમ લેનારે દુક્ત કર્યું તેમ કહે છે). (સંયમ લેવા તૈયાર થયેલાને) કોઈ કલ્યાણ કહે છે, તો કોઈ પાપ કહે છે. કોઈ સારું કહે છે તો કોઈ ખરાબ કહે છે (આ પ્રમાણે સ્વમતિરુચિત કહે છે). કોઈ મોક્ષ છે એમ કહે છે, તો કોઈ મોલ નથી એમ કહે છે. કોઈ નરક છે એમ કહે છે, તો કોઈ નરક નથી એમ કહે છે. જે આ પરસ્પર વિવાદ કરતા પોતાના ધર્મને પ્રજ્ઞાપન કરતા= કહેતા પોતે નાશ પામે છે અને બીજાને પણ નાશ પમાડે છે.