________________
પ્રતિમાશતક | શ્લોક : ૨૧
૨૭૭
હોવાથી વિભુ મૌન થાય. તે આ પ્રમાણે - દાનાદિના નિષેધમાં અંતરાયનો ભય છે અને દાનાદિના વિધાનમાં પ્રાણિવધની અનુમતિ છે. એથી કરીને ત્યાં=દાનાદિના વિધિ-નિષેધમાં, સાધુને મૌન જઉચિત છે. તેમાં હેતુ કહે છે –
जे अदा . સુત્રાપનાત્, દાનની જે પ્રશંસા કરે છે તે જીવોના વધને ઈચ્છે છે, અને દાનનો જે નિષેધ કરે છે, તે જીવોની વૃત્તિચ્છેદ=આજીવિકાનો છેદ કરે છે. તેથી તેઓ=સાધુઓ, હા અથવા ના બોલવારૂપ બંને પ્રકારે પણ બોલતા નથી, તેઓ=સાધુઓ, કર્મરજના આયને=કર્મબંધને, અટકાવીને નિર્વાણ પામે છે. એ પ્રમાણે સૂયગડાંગ સૂત્રનું વચન છે.
તા .....
વ્યવસ્થાનાત્ । તે પ્રમાણે=જે પ્રમાણે દાનમાં મૌન ઉચિત છે તે પ્રમાણે, ભક્તિકર્મમાં પણ નિષેધમાં ભક્તિના વ્યાઘાતનો ભય છે અને વિધિમાં ઘણા પ્રાણીના વિનાશનો ભય છે, એથી કરીને મૌન જ ઉચિત છે, એ પ્રમાણે ભાવ છે. એ પ્રકારની આ દુષ્ટ બુદ્ધિવાળાઓની વાણી મૃષા જ છે. તેમાં હેતુ કહે છે - દોષવાનમાં=દોષવાળા એવા કૃત્યમાં, નિષેધનું વ્યવસ્થાન છે.
एतदपि कुत: ? .નિવેમિતિ । આ પણ શાથી ? તો કહે છે કે, પ્રતિબંધથી. પ્રતિબંધ=વ્યાપ્તિ, તેનાથી. (આવી વ્યાપ્તિ હોવાને કારણે ભક્તિકર્મ જો દોષવાળું હોય તો તે નિષેધ્ય જબને, તેથી ત્યાં મૌન ઉચિત નથી. માટે લુંપાકની વાણી તૃષા છે) અને પ્રતિબંધનો આકાર આ પ્રમાણે છે - જે કૃત્ય જે વ્યક્તિમાં જેના વડે દોષવાળું જણાય, તે કૃત્ય તે વ્યક્તિમાં તેના વડે નિષેધ કરવા યોગ્ય છે. ‘કૃતિ’ શબ્દ વ્યાપ્તિના કથનની સમાપ્તિસૂચક છે
निषेधार्थः પાપજનકપણું કે અનિષ્ટસાધનપણું એ નિષેધાર્થ છે.
વિશેષાર્થ
--
.....
અનિષ્ટતાથનત્યં યા । અને નિષેધાર્થ=નિષેધ કરવા યોગ્ય અર્થ, આ છે
-
સૂત્રકૃતાંગના વચનને લઈને પૂર્વપક્ષી ભક્તિકર્મમાં દોષ હોવાને કા૨ણે ભગવાન સૂર્યાભના પ્રસંગમાં મૌન લે છે, તે સ્થાપન કરવા પ્રયત્ન કરે છે; અને તે પૂર્વપક્ષીના કથનમાં મૂળશ્લોકમાં દૃષ્ટાંત તરીકે દાનાદિ લીધેલ છે, અને ટીકામાં તેના પૂરક તરીકે શ્રાદ્ધસ્થાનીય દાનશીલાદિવિષયક દીયમાન દાનાદિ ગ્રહણ કરેલ છે, તે દાનાદિના પૂરકરૂપે છે. અને તેનાથી એ પ્રાપ્ત થાય કે, સાધુ પણ ગૃહસ્થનાં દાન-શીલ-તપ આદિનું માહાત્મ્ય બતાવે છે તેમાં દોષ નથી; પરંતુ સાધુ, કોઈ ગૃહસ્થ દાન આપતો હોય કે શીલ પાળતો હોય અને આદિ પદથી પ્રાપ્ત તપ કરતો હોય તેની પ્રશંસા કરે, તો તે અવિરતિધર હોવાને કારણે તેના દાનમાં આરંભસમારંભ હોય છે તેની અનુમોદના પ્રાપ્ત થાય; શીલમાં દેશથી શીલનું પાલન છે અને દેશથી અપાલન છે, તેથી અપાલનમાં અનુમતિ પ્રાપ્ત થાય; અને તપમાં પણ દેશવિરતિ હોવાને કારણે તેના અવિરતિ અંશની અનુમોદના પ્રાપ્ત થાય. અને નિષેધ કરે તો દાનમાં દાન લેનારની વૃત્તિનો ઉચ્છેદ થાય, શીલમાં જે દેશથી શીલનું પાલન છે તેનો નિષેધ પ્રાપ્ત થાય, અને તપમાં જે તપનું સેવન છે તેનો નિષેધ પ્રાપ્ત થાય. આ રીતે વિધિ અને