________________
૨૨
પ્રતિમાશતક, શ્લોક ૨૦ નામગોત્રશ્રાવણવિધિને સ્વીકારીને તેને સાધનવિધિ કહી શકાશે. તેથી કહે છે - નામગોત્રશ્રાવણને પર્યાપાસનાની સમકક્ષ કહીને સાધનવિધિ કહી શકાય નહિ, કેમ કે ભગવાનને પોતાનાં નામગોત્ર કહેવાં તે પપાસનાની સમાન નથી. તો પ્રશ્ન થાય કે નામગોત્રશ્રાવણવિધિ શું છે ? તેથી કહે છે કે, ચિકીર્ષિત સાધનાનુકૂળ પ્રતિજ્ઞાવિધિના શેષપણા વડે કરીને તેનો ઉપયોગ છે. અર્થાત્ સૂર્યાભદેવે ભગવાનની ભક્તિ કરવારૂપ જે સાધનાની ઈચ્છા કરેલ તેને અનુકૂળ એવી ભગવાન પાસે પ્રતિજ્ઞા કરી, કે હું સૂર્યાભદેવ ભગવાનને વંદન કરું છું, નમસ્કાર કરું છું, યાવતું પર્ફપાસના કરું છું, તે પ્રતિજ્ઞાવિધિ છે; અને તેના શેષપણા વડે કરીને=અંગપણા વડે કરીને, નામગોત્રના શ્રાવણનો ઉપયોગ છે. કેમ કે સૂર્યાભદેવે જે આ પ્રકારની પ્રતિજ્ઞા કરી, તેના એક અંગરૂપે પોતાનું નામ ગોત્ર સંભળાવેલ છે, અને તે જ નામગોત્રશ્રાવણવિધિ છે; અને તે નામગોત્રશ્રાવણવિધિ પ્રતિજ્ઞાવિધિના એક અંગરૂપ છે, તેથી પ્રતિજ્ઞાવિધિના અંગરૂપે જ તેનો ઉપયોગ છે.
ઉપરના કથનથી એ સ્થાપન થયું કે, સૂર્યાભદેવ ભગવાનને જે પોતાનાં નામગોત્ર સંભળાવે છે, તે સ્વતંત્ર વિધિ નથી, સાધનવિધિ પણ નથી; પરંતુ પ્રતિજ્ઞાવિધિના અંગરૂપ જ છે. તેનાથી જે ફલિત થાય છે તે ‘શેવે થી બતાવે છે, અને શેષ દ્વારા શેષિનો આક્ષેપ સુકર છે, તે આ રીતે - પ્રતિજ્ઞાવિધિનો શેષ નામ ગોત્રશ્રાવણવિધિ છે, અને વંદન કરું છું નમસ્કાર કરું છું યાવતુ પર્યાપાસના કરું છું તે શેષિ છે. કેમ કે હું નૃત્ય બતાવીને હે ભગવંત ! આપની પર્યાપાસના કરું છું, એવી પ્રતિજ્ઞા સૂર્યાભદેવે કરેલ છે; તેનું અંગ નામગોત્રશ્રાવણવિધિ છે. તેથી ભગવાને નામગોત્રશ્રાવણવિધિમાં અનુજ્ઞા આપી, તેનાથી પપાસનામાં ભગવાનની અનુજ્ઞા છે, એ પ્રકારનો આક્ષેપ થઈ શકે જ છે. તેથી જે વ્યક્તિ વ્યુત્પન્ન હોય તે ભગવાનના નામગોત્રશ્રાવણની અનુજ્ઞાથી નક્કી કરી શકે છે કે, સૂર્યાભને નૃત્યકરણમાં પણ ભગવાનની અનુજ્ઞા મળી ગયેલ છે, અને આથી જ ભગવાને સૂર્યાભને ઉત્તર આપ્યો એ કથનમાં=પોરામે.... ત્યાંથી કરીને ભવનપતિ આદિ ચારે નિકાયના દેવો ‘સારું સારું નામ:ોત્તારૂં સાદિંતિ સ્વ-સ્વનામગોત્ર સંભળાવે છે તેમ કહ્યું તેમાં, નામગોત્ર સંભળાવવારૂપ શેષની અનુજ્ઞા દ્વારા પર્યાપાસના કરું છું એ રૂ૫ શેષિનો આક્ષેપ સુકર છે. એથી કરીને (ત્તિ હેતુ અર્થમાં છે) જે શાસ્ત્રવચનોમાં વ્યુત્પન્ન છે તેઓને અહીંયાં એટલે ભગવાનના આ ઉત્તરરૂપ વચનમાં, કોઈ વ્યામોહ નથી. અર્થાતુ વ્યુત્પન્ન જાણી શકે છે કે ભગવાને નામગોત્ર સંભળાવે છે ત્યાં સુધી ઉત્તર આપ્યો, પણ પૂરો ઉત્તર નથી આપ્યો છતાં ભગવાનની સંમતિ પૂરા ઉત્તરમાં જ છે, પરંતુ માત્ર નામગોત્રશ્રાવણ સુધીના વક્તવ્યમાં જ નથી.
૦ ‘સારું સારું નામોત્તારું સર્દિતિ’ આ પાઠ રાજપ્રશ્નયસૂત્રમાંથી લીધેલ છે. ઉત્થાન :
પ્રથમ સ્થૂલ વ્યવહારથી સાવઘમાં મૌનથી ભગવાનની સંમતિરૂપ વિભુનો વાફકમ=વચનપદ્ધતિ, બતાવી, ત્યાર પછી પરાળને એ રીતે પૂર્વના દેવોની આચરણાને આશ્રયીને દેવોના વંદનાદિને સ્પષ્ટ કર્તવ્ય બતાવવારૂપ બીજો વાક્રમઃવચનપદ્ધતિ, બતાવી, અને હવે ઈચ્છાયોગી તથા પ્રવૃત્તિયોગી પ્રત્યે ભગવાનનો વાક્રમઃવચનપદ્ધતિ, શું છે, તે બતાવતાં કહે છે –