________________
પ્રતિમાશતકશ્લોક ૧૭-૧૮
રપ૭ ગમનની વિરુદ્ધ દિશામાં નથી; પરંતુ પૂર્વભવમાં જે તપ-સંયમમાં યત્ન કરીને અતિવેગથી મુક્તિપંથમાં ગમન કરેલું, તેનાથી લાગેલ થાકને દૂર કરવા અર્થે ક્ષણભર નિદ્રા કરવા તુલ્ય એ દિવ્યભોગો છે. અને તે રીતે દેવભવમાં થાકને ઉતારીને તેઓ બળસંચય કરે છે, જેથી જન્માંતરમાં પૂર્વ કરતાં પણ અતિવેગથી સંયમમાં યત્ન કરી શકે છે. તેથી જેમ પથિક ઊંઘ કરીને બળનો સંચય કરે છે, પરંતુ સ્થાનની વિરુદ્ધ દિશામાં ગમન કરતો નથી; તે રીતે સમ્યગ્દષ્ટિ દેવો દિવ્યભોગકાળમાં પણ મુક્તિપંથને અનુકૂળ શક્તિનો સંચય કરે છે, પરંતુ મુક્તિપંથથી વિરુદ્ધ ગમન કરનારા નથી. તેનું કારણ તે દેવભવમાં સંયમ પ્રત્યેનો વધતો જતો બહુમાનભાવ હોય છે. આથી જ સંયમીઓની ભક્તિ કરીને જ પોતાના જીવનની સાર્થકતા તેઓ અનુભવે છે. આથી જ જેવો આનંદ તેઓને સંયમીઓની ભક્તિમાં આવે છે, તેવો આનંદ દિવ્યભોગોમાંથી પણ તેઓ પ્રાપ્ત કરતા નથી. આથી જ તે દેવો અભગ્નમુક્તિપંથના પ્રયાણવાળા છે. વળી તે દેવો તત્કાલીન=દેવભવકાલીન સમ્યગ્દર્શનને અનુકૂળ એવી દર્શનાચારની ક્રિયાવાળા છે, અને આવા ગુણોવાળા હોવાને કારણે ધર્મવાળા જ છે, એ પ્રમાણે સ્થિત છે. II૧ના અવતરણિકા:
यत्यननुमोद्यत्वाद् देवानां भक्तिकृत्यं न धर्म इति गूढाशयस्य शङ्कामसिद्ध्या निराकुर्वनाह - અવતરણિયાર્થ:
થતિને અનુમોઘ હોવાથી દેવોનું ભક્તિકૃત્ય ધર્મ નથી, એ પ્રમાણે ગૂઢ આશયવાળા લંપાકની શંકાને અસિદ્ધિથી નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે -
૭ અહીં દેવોનું ભક્તિકૃત્ય યતિને અનનુમોઘ છે=અનુમોઘ નથી, તે અસિદ્ધ છે, એમ બતાવીને શંકાનું નિરાકરણ કરે છે. શ્લોક :
देवानां ननु भक्तिकृत्यमपि न श्लाघ्यं यतीनां यतः, सूर्याभः कृतनृत्यदर्शनरुचि(विधि)प्रश्नोऽर्हताऽनादृतः । हन्तेयं जडचातुरी गुरुकुले कुत्र त्वया शिक्षिता ?
सर्वत्रापि हि पण्डितैरनुमतं येनानिषिद्धं स्मृतम् ।।१८।। શ્લોકમાં દિ' શબ્દ પાદપૂર્તિમાં છે.
અહીં શ્લોકમાં “નૃત્યનિધિના' પાઠ છે, ત્યાં હસ્તલિખિત પ્રતમાં “નૃત્યવર્શનવિષે પાઠ છે. પણ ટીકામાં ખોલેલા સમાસના હિસાબે તે પાઠ સંગત થતો નથી. તેથી અહીં નૃત્યશનવિધિઝરના પાઠ હોવાની સંભાવના લાગે છે, તે મુજબ શ્લોકનો અર્થ કરેલ છે.