SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોકઃ ૧૬ ૨૪૭ પાંચના વર્ણવાદને બદલે ચારના વર્ણવાદ કહેવાથી જ ચાલત, અને તેનાથી ઠાણાંગમાં જે પાંચના વર્ણવાદ કહેલ છે, તે અસંગત સિદ્ધ થાય. માટે “સવિશેષણ' ન્યાયથી પ્રાભવીય તપ-સંયમમાં વિધિની વિશ્રાંતિ કરી શકાય નહિ, પરંતુ વિશિષ્ટ વિધિમાં જ તાત્પર્ય છે. અહીં વિશેષ એ છે કે, દેવો પણ પૂર્વભવમાં કાં તો આચાર્યરૂપે હશે કાં તો ચતુર્વિધ સંઘમાંથી કોઈપણ વ્યક્તિરૂપે હશે. તેથી પ્રાશ્મવીય તપ-સંયમની પ્રશંસા કરવામાં દેવના વર્ણવાદને વિશ્રાંતિ કરવામાં આવે તો, આચાર્યના વર્ણવાદ કે ચતુર્વિધ સંઘના વર્ણવાદથી તે સિદ્ધ જ છે. માટે દેવના વર્ણવાદને સિદ્ધ કરવા માટે તેને પૃથગુ મૂકવાની જરૂર રહે નહિ, અને ઠાણાંગમાં દેવના વર્ણવાદને પૃથરૂપે ગ્રહણ કરેલ છે. માટે વિશિષ્ટ વિધિમાં જ તાત્પર્ય છે. વળી વિશિષ્ટ વિધિમાં તાત્પર્ય સ્વીકારવા માટે બીજો હેતુ કહે છે - મરેજ ચમરેન્દ્ર અને ઈશાનેન્દ્રમાં અતિપ્રસંગ છે. અર્થાત્ ચમરેન્દ્ર અને ઈશાનેન્દ્ર પૂર્વભવમાં ચતુર્વિધ સંઘની કોઈપણ વ્યક્તિરૂપે હતા નહિ, પરંતુ અન્ય દર્શનના સંન્યાસી હતા; અને તેઓના અન્યદર્શનના પ્રાભવીય તપ-સંયમની અનુમોદના કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, જે સ્વમત પ્રમાણે ઈષ્ટ નથી. તેથી વિશિષ્ટ વિધિમાં જ તાત્પર્ય ગ્રહણ કરીએ તો ચમરેન્દ્ર અને ઈશાનેન્દ્રમાં અતિપ્રસંગ પણ પ્રાપ્ત થાય નહિ. અહીં વિશિષ્ટ વિધિમાં તાત્પર્ય છે, એમ કહ્યું તેનો ભાવ એ છે કે, તેમના પૂર્વભવના તપ-સંયમને ગ્રહણ કરવાના નથી, પરંતુ પૂર્વભવમાં કરાયેલા તપ-સંયમના કારણે તેઓને દેવભવ મળેલ છે, તે દેવભવમાં પણ તપ-સંયમના ફળરૂપે જિનભવનમાં અપ્સરાઓ સાથે હાસ્યાદિના પરિહારરૂપ જે શીલ છે, તે શીલવિશિષ્ટ એવા દેવભવની જ પ્રશંસા કરવાની છે. ટીકા : ___ तस्माद् ये 'अधार्मिका देवा' इति वदन्ति तैस्तद्वर्णवादस्य मूलतोऽपहस्तितत्वात् स्वकरेण स्वशिरसि रजः क्षिप्यते इति ज्ञेयम् । अत एव सत्यप्यसंयतत्वे निष्ठुरभाषाभयानो संयतत्वमागमे तेषां परिभाषितम् । 'नो धर्मिण' इति तु कुमतिग्रस्तैः प्रतिक्रियमाणं न क्वापि श्रूयते, धर्मसामान्याभावप्रसङ्गेन तथावक्तुमशक्यत्वात्, उपपादितं चैतन्महता प्रबन्धेन देवधर्मपरीक्षायामस्माभिરિત્યુપરતાદ્દા ટીકાર્થ: તમન્ ... તે તે કારણથી=સ્થાનાંગમાં પાંચ પ્રકારના વર્ણવાદોથી સુલભબોધિતા પ્રાપ્ત થાય છે એમ કહ્યું, તે કારણથી, ‘અધાર્મિક દેવો છે એ પ્રમાણે જેઓ કહે છે, તેઓ વડે ત૬ વર્ણવાદને= દેવોના વર્ણવાદને, ભૂલથી જ ઉખેડી નાંખેલ હોવાથી સ્વકરથી જ સ્વમસ્તક ઉપર રજ નંખાય છે, એ પ્રમાણે જાણવું. K-૧૯
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy