________________
૨૩૪
પ્રતિમાશતકશ્લોક : ૧૫ જે સરાગ સમ્યક્ત બતાવાયાં છે, તેમાંથી જ કોઈપણ પ્રકારનું સમ્યક્ત વર્તતું હોય છે, અને આથી જ તેઓને ભગવાનનાં વચન પ્રત્યેની રુચિરૂપ રાગાંશવાળો ઉપયોગ હોય છે, જેને મુખ્ય કરીને દ્રવ્યસમ્યક્ત કહેલ છે; અને અનંતાનુબંધીના વિગમનથી રાગાદિરહિત ઉપયોગ અંશને ગૌણ કરીને ભાવસમ્યક્ત ગૌણરૂપે ત્યાં કહેલ છે. કેવલ દ્રવ્યસમ્યક્તઃ
જે લોકો જૈનશાસન પ્રત્યે રુચિવાળા છે, અને આથી જ સુદેવ, સુગુરુ અને સુધર્મને જેમણે સ્વીકાર્યા છે, અને તે સ્વીકારરૂપ જ લોકોત્તર બીજના સ્વીકારને કારણે મિશ્રાદષ્ટિઓના સંસ્તવના પરિત્યાગપૂર્વક ભગવદ્ ભક્તિ આદિ કૃત્યો કરે છે, તેવા અપુનબંધકને કેવલ દ્રવ્યસમ્યક્ત છે. અહીં વિશેષ એ છે કે કોઈ જીવ જૈનશાસનને પામીને સમ્યક્ત ન પામ્યો હોય તો પણ, જ્યારે સમ્યક્ત ઉચ્ચરાવે છે ત્યારે, સુદેવ, સુગુરુ અને સુધર્મનો સ્વીકાર કરે છે, અને તે વખતે દર્શનાચારનું પણ સમ્યગુ પાલન કરે છે; આમ છતાં, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ભાવથી ન થઈ હોય ત્યારે પણ તે અપુનબંધક દશામાં હોઈ શકે, અને ક્વચિત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી પણ આકર્ષાદિ દ્વારા અપુનબંધક દશાને પામ્યો હોય; આમ છતાં, દર્શનાચારના પાલનમાં સમ્યગુ યત્ન હોય અને ભગવાનના વચનની રુચિ ધૂલથી પૂર્વના જેવી જ વર્તતી હોય, તો પણ અપુનબંધક દશામાં કેવલ દ્રવ્યસમ્યક્ત છે. તે વખતે વ્યક્ત રીતે ભગવાનના વચનમાં કોઈ સંદેહ દેખાય નહિ, છતાં કેવલીથી ગમ્ય તેવી સમ્યગ્દર્શનકાળમાં વર્તતી રુચિ કરતાં કાંઈક રુચિની પ્લાનિ ત્યાં હોય છે, કે જેના કારણે સમ્યક્ત પામ્યા પછી પણ આકર્ષ દ્વારા અપુનબંધક દશાને તે પ્રાપ્ત કરે છે; અને તે જીવ દર્શનાચારના પાલનથી જ ક્વચિત્ સમ્યગ્દર્શન કરી પ્રાપ્ત કરી શકે છે, અને ત્યારે ભાવથી અનુવિદ્ધ દ્રવ્યસમ્યક્ત બને છે. અને જે અપુનબંધક અન્યદર્શનમાં રહેલા હોય તેઓને, કે જૈન દર્શનમાં વર્તતા હોય તો પણ, હજુ દેવ, ગુરુ, ધર્મના વિષયમાં વિશેષ નિર્ણય નહિ હોવાને કારણે, લોકોત્તર બીજરૂપ આ જ દેવ, આ જ ગુરુ અને આ જ ધર્મ, એ રીતે જેમણે સ્વીકાર કર્યો નથી, તેમને દ્રવ્યસમ્યક્ત પણ નથી.
નિશ્ચય સમ્યક્ત :
નં મોજું તિ' એ સૂત્રથી સિદ્ધ નિશ્ચયસમ્યક્ત અપ્રમત્ત મુનિને હોય છે, જ્યારે ભાવસમ્યક્ત ચોથા ગુણસ્થાનકે પણ હોઈ શકે છે. તેથી નિશ્ચયસમ્યક્ત અને ભાવસમ્યક્ત એક નથી, તો પણ દ્રવ્યસમ્યક્તથી અનનુવિદ્ધ એવું ભાવસમ્યક્ત છે તે વીતરાગસમ્યક્ત છે, અને તે અપ્રમત્ત મુનિઓને જ હોઈ શકે છે અને તે નિશ્ચયસમ્યક્વરૂપ જ છે.