________________
૨૩૨
પ્રતિમાશતક| શ્લોક : ૧૫ રીતે વિભાગ કરવો ઉચિત નથી, એમ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજનું કહેવું છે. તેની સામે પૂર્વપક્ષી જિજ્ઞાસાદિકને લઈને તે ભેદોની સંગતિ કરે, તે આ પ્રમાણે -
દસ ભેદોમાં ઉપદેશરુચિ, આજ્ઞારુચિ, સંક્ષેપરુચિ આદિ અનેક ભેદો છે, તેમાં સમ્યક્ત પામનારા જીવોને તત્ત્વવિષયક જિજ્ઞાસા હોય છે. તેમાંથી કોઈકને ઉપદેશમાં અત્યંત રુચિ હોય છે તેને ઉપદેશરુચિસમ્યક્ત કહેવાય. ત્યારે કોઈક જીવને સામાન્ય રીતે એ ખ્યાલ હોય કે ભગવાનની આજ્ઞા જ તત્ત્વરૂપ છે, તેથી કરીને ભગવાનની આજ્ઞાવિષયક જ જિજ્ઞાસા પણ થાય, અને તેના કારણે તેનામાં ચતુર્થ ગુણસ્થાનકવાળું ક્ષયોપશમભાવનું ભાવસમ્યક્ત વર્તતું હોય ત્યારે તેને આજ્ઞારુચિસમ્યક્ત કહેવાય. એ જ રીતે સંક્ષેપરુચિ આદિ ભેદો પણ સમજી લેવા. તેનાથી એ પ્રાપ્ત થાય કે ભિન્ન ભિન્ન પ્રકારની જિજ્ઞાસાદિને આશ્રયીને ક્ષયોપશમભાવરૂપ પણ સમ્યક્તના અનેક ભેદોની સંગતિ થઈ જશે. આ પ્રકારે પૂર્વપક્ષીએ કરેલ દસ ભેદોની સંગતિને સામે રાખીને ગ્રંથકાર કહે છે કે, જિજ્ઞાસાદિક પણ અધિકારઅનુગત ભાવની અપેક્ષાએ જ છે. તાત્પર્ય એ છે કે, જે જીવ સમ્યક્ત પામવાને યોગ્ય છે, તે જીવ સમ્યક્તનો અધિકારી છે. તેમાં , રહેલો જે ભાવ તે અધિકાર છે, જે સમ્યક્ત પામવાની યોગ્યતારૂપ છે; અને સમ્યક્ત પામવાની યોગ્યતા દસે પ્રકારના સમ્યક્તના ભેદોમાં સમાન હોવા છતાં, તે યોગ્યતાને અનુગત એવો કોઈક જુદો જુદો ભાવ દરેક જીવમાં વર્તે છે, જેથી કોઈકને ઉપદેશની રુચિ થાય છે, તો કોઈકને આજ્ઞાની રુચિ થાય છે. અને આથી કરીને જ તે અધિકારને અનુસરનાર તેવા ભાવની અપેક્ષાએ જ જુદા જુદા પ્રકારની જિજ્ઞાસા જીવને થાય છે, અને જુદી જુદી જિજ્ઞાસાની અપેક્ષાએ જ સમ્યક્તના દસ પ્રકારના ભેદો પાડ્યા છે. એથી પૂર્વપક્ષી દસ ભેદોની સંગતિ જિજ્ઞાસાદિકને આશ્રયીને કરે તો, તેને એ સ્વીકારવું જ પડે કે, ભાવથી સમ્યક્તવાળા જીવોમાં પણ અધિકારઅનુગત એવા જુદા જુદા ભાવોની અપેક્ષાએ જુદી જુદી જિજ્ઞાસા થાય છે; અને તેથી ક્ષયોપશમરૂપે એક રૂપ પણ સમ્યગ્દર્શન દસ ભેદવાળું બને, અને એ અધિકારઅનુગત ભાવ દ્રવ્યસમ્યક્તમાં પણ અવિચલિત જ છે. અર્થાત્ ગ્રંથકારે પૂર્વમાં ભાવસમ્યક્ત અને દ્રવ્યસમ્યક્તના ભેદ કરીને જે મતિ-શ્રુતજ્ઞાની કરતાં વિર્ભાગજ્ઞાનીના અસંખ્યાતગુણાની સંગતિ કરી, એમાં જે દ્રવ્યસમ્યક્ત છે, તેમાં પણ અધિકારઅનુગત ભાવ અવિચલિત જ છે, અર્થાત્ ઘટમાન છે. તેથી એ પ્રાપ્ત થાય છે, નિશ્ચયસમ્યક્ત અને ભાવસમ્યક્તને એક કરીને જેમ પૂર્વપક્ષી સંગતિ કરી શકે છે, તેમ ભાવસમ્યક્ત અને દ્રવ્યસમ્યક્તને આશ્રયીને તે સંગત થઈ શકે છે. તેમ છતાં નિશ્ચયસમ્યક્ત અને વ્યવહારસમ્યક્તને આશ્રયીને અલ્પબદુત્વના પાઠની સંગતિ કરવી ઉચિત નથી, પરંતુ ભાવસભ્યત્ત્વ અને દ્રવ્યસમ્યક્ત પ્રમાણે જ સંગતિ કરવી ઉચિત છે. કેમ કે શાસ્ત્રમાં નિશ્ચયસમ્યક્ત અપ્રમત્ત મુનિને જ કહેલ છે, પરંતુ ચતુર્થ ગુણસ્થાનકવર્તી જીવોને કહેલ નથી. જ્યારે ભાવસમ્યક્ત ચતુર્થ ગુણસ્થાનકવાળા જીવોને પણ ગ્રહણ કરેલ છે, અને ત્યાં જ રુચિ અંશને આશ્રયીને સરાગતા હોવાને કારણે દ્રવ્યસમ્યક્ત પણ કહેલ છે. અને આથી જ પરમાર્થના પરિજ્ઞાનવાળાને ભાવસમ્યક્ત અને પરમાર્થના અપરિજ્ઞાનવાળાને કે અવિવિક્ત