________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૫
૨૧૩
ઉત્થાન :
‘તલાદ' થી તેમાં સાક્ષી આપતાં કહે છે -
ટીકાર્ય :
તુદવાન ..... દો’ ત્તિ પરમાર્થને નહિ જાણતો પણ તારા વચનના તત્વની રુચિ એ દ્રવ્યગત દ્રવ્યસમ્યક્ત છે, વળી તારા સમયમાં સિદ્ધાંતમાં, પરમાર્થનો અવગમ તે બીજું=ભાવસમ્યક્ત છે. ‘ત્તિ'શબ્દ સાક્ષીપાઠની સમાપ્તિસૂચક છે.
પરમાર્થ .... મતિ અને પરમાર્થના પરિજ્ઞાન દ્વારા જ્યારે ઉત્તરોત્તર ઉત્કર્ષને પામતા એવા જીવોની સ્વ-વિષયની શ્રદ્ધામાં પરમાર્થપરિજ્ઞાન વિષયની શ્રદ્ધામાં, ભાવસખ્યત્ત્વનો વ્યપદેશ કરાય છે ત્યારે અધસ્તનપરિજ્ઞાતજનિત શ્રદ્ધામાં દ્રવ્યસમ્યક્તનો વ્યપદેશ થાય છે. વિશેષાર્થ :
જે જીવ સ્વસમય અને પરસમયના વ્યાપારમાં પ્રયત્નશીલ હોય છે, ત્યારે તે જીવ પરમાર્થનું પરિજ્ઞાન કરે છે. અને પરમાર્થના પરિજ્ઞાનને કારણે જ્યારે ઉત્તરોત્તર ઉત્કર્ષને પામતો હોય છે ત્યારે, પરમાર્થના વિષયમાં તેની જે શ્રદ્ધા છે, ત્યાં ભાવસમ્યક્તનો વ્યપદેશ કરાય છે, ત્યારે અધસ્તનપરિજ્ઞાનજનિત શ્રદ્ધામાં દ્રવ્યસમ્યક્તનો વ્યપદેશ થાય છે. અર્થાત્ સ્વસમય અને પરસમયમાં જેનો વ્યાપાર નથી, પરંતુ ઓઘથી પરમાર્થને જણાવનારાં એવાં ભગવાનનાં વચનોમાં જે શ્રદ્ધા છે, તે અધસ્તનપરિજ્ઞાનજનિત શ્રદ્ધા છે, અને ત્યાં દ્રવ્યસમ્યક્તનો વ્યપદેશ થાય છે. ટીકાર્ય :
સત્ત વિ ..... નિતમ્ ! આથી કરીને જ અવિક્તિ કાયના પરિજ્ઞાનમાં પણ, અને ચરણકરણ તત્વના પરિજ્ઞાનપૂર્વક તેના પાલનમાં પણ સ્યાદ્વાદ વડે વિવિક્ત ષકાયના પરિજ્ઞાન વગર અને સ્વસમય-પરસમયના વિવેચન વગર ઓઘથી તેના રાગમાત્રને કારણે પરમાર્થના રાગમાત્રને કારણે દ્રવ્યસમ્યક્તનો સંમતિમાં નિર્ણય કરાયેલો છે.
‘વિવિષયરિજ્ઞાનેજિ' અહીં જિ'થી એ સમુચ્ચય થાય છે કે, અવિવિક્ત ષકાયનું પરિજ્ઞાન ન હોય તો તો દ્રવ્યસમ્યક્ત હોઈ શકે છે, પણ અવિવિક્ત ષકાયના પરિજ્ઞાનમાં પણ દ્રવ્યસમ્યક્ત છે.
છે ‘વરપુરાતત્ત્વરિતાનપૂર્વતત્પત્તિનેડજિ' અહીં ‘પિ' થી એ સમુચ્ચય થાય છે કે, ચરણકરણતત્ત્વના પરિજ્ઞાનપૂર્વક તેના પાલન રહિતમાં તો દ્રવ્યસમ્યક્ત હોઈ શકે છે, પણ ચરણકરણતત્ત્વના પરિજ્ઞાનપૂર્વક તેના પાલનમાં પણ દ્રવ્યસમ્યક્ત છે. સારાંશ :
(૧) અવિવિક્ત ષકાયનું પરિજ્ઞાન હોય કે ન હોય, ચરણકરણતત્ત્વના પરિજ્ઞાનપૂર્વક પાલન હોય કે ન હોય, ઓઘથી ભગવદ્રવચનના રાગને કારણે દ્રવ્યસમ્યક્ત છે.