________________
૧૭૨
પ્રતિમાશતક, શ્લોક : ૧૩-૧૪ છતાં દૂર દૂર કાંઈક સામ્યપણું છે, અર્થાત્ સ્ત્રીપણારૂપે જે સામ્યપણું છે તેને ગ્રહણ કરીને, લંપાકને એ ભ્રમ છે કે માતા અને પત્ની સરખાં જ છે, એમ બતાવીને તેનો અહીં ઉપહાસ કરવામાં આવ્યો છે. યદ્યપિ લંપાક માતા અને પત્નીમાં એકપણું કહેતો નથી, પરંતુ એના જેવું જ વાવડી આદિના પૂજનને અને ભગવાનની મૂર્તિના પૂજનને તે એક કહે છે, એમ કહીને તેનો ઉપહાસ કરવામાં આવ્યો છે.
ઉત્થાન :
પ્રતિવસ્તુની ઉપમાથી માતા અને પત્નીના સામ્યને કહ્યું, તેને જ કહેનારી સાક્ષી બતાવે છે - ટીકાર્ય :
તકુમ્ .... જાવે.. રૂતિ // રૂ II તે કહેવાયેલું છે – કાગડામાં કાળાપણું અલૌકિક છે અને હંસમાં ધોળાપણું સ્વાભાવિક રહેલું છે. બંનેની ગંભીરતામાં મોટું અંતર છે, અને વચનમાં જે ભેદ છે, તે શું કહેવાય એવો છે? અર્થાત્ કહી શકાય તેમ નથી. આટલાં વિશેષણો હોવા છતાં પણ તે મિત્ર ! જે દેશમાં એવું દેખાય છે કે, કોણ કાગડો અને કોણ હંસશિશુ? તે દેશને નમસ્કાર થાઓ.
પ્રસ્તુત સાક્ષીમાં સજ્જન અને દુર્જન મનુષ્યોને ભેદ નહિ કરનારાઓનો=પ્રતિવસ્તુની ઉપમા દ્વારા= કાગડા અને હંસની ઉપમા દ્વારા, ઉપહાસ કર્યો છે.
છે કાગડામાં કાળાપણું સ્વાભાવિક હોવા છતાં અતિશય કાળાપણું છે તે બતાવવા માટે કાગડામાં કાળાપણું અલૌકિક છે એમ કહેલ છે. વિશેષાર્થ :
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે, પક્ષીરૂપે કાગડા અને હંસમાં કોઈ ભેદ નથી, તો પણ હંસ અને કાગડા વચ્ચે ગંભીરતા અને વચનની મધુરતાને આશ્રયીને મોટો ભેદ છે. આમ છતાં, જે દેશના લોકો પક્ષીરૂપે હંસ અને કાગડાને સરખા કરે છે, તે દેશને નમસ્કાર થાઓ; એમ કહીને તે દેશ વર્જન કરવા યોગ્ય છે, એમ બતાવે છે. તે જ રીતે માતા અને પત્ની વચ્ચે મોટો ભેદ હોવા છતાં જેઓ સ્ત્રીરૂપે તેને એક કહે છે, તેઓ પણ ઉપહાસને પાત્ર છે. તે જ રીતે પ્રસ્તુતમાં લંપાક પણ સૂર્યાભદેવની વાવડી આદિની પૂજના અને મૂર્તિની પૂજનાને પૂજનક્રિયારૂપે એક કહીને દેવસ્થિતિ કહે છે, પરંતુ તે બેની પૂજામાં જે મોટો ભેદ છે, જે શ્લોક-૧૪માં બતાવવાના છે, તેને જોતો નથી, તેથી લુપાક પણ ઉપહાસને પાત્ર છે. ll૧૩ અવતરાણિકા :
भेदहेतूनेवोपदर्शयंस्तददर्शिन आक्षिपन् आह - અવતરણિતાર્થ -
ભેદના હેતુઓને બતાડતા=વાવડી આદિની અર્ચના અને જિનપ્રતિમાની અર્ચનામાં ભેદના હેતુઓને બતાડતાં, તેને નહિ જોનારા=ભેદને નહિ જોનારા, એવા લુંપાકને આક્ષેપ કરતાં ગ્રંથકાર કહે છે -