________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૨
૧૬૭
સંક્ષેપથી ભાવ એ છે કે, પૂર્વમાં પ્રદેશી રાજા દાન કરતા હતા, તેથી આ લોકની દૃષ્ટિથી તે ૨મણીય હતા; અને ધર્મ પામ્યા પછી પૂર્વના દાનધર્મથી જે આલોકની રમણીયતા છે, તેના નિર્વાહપૂર્વક શીલાદિ પાળે તો તેનો દાનધર્મ પણ શાસનપ્રભાવનાનું કારણ બને છે. તેથી દાનધર્મવિશિષ્ટ શીલાદિથી જ પરલોકનું હિત થાય છે. માટે કેશીગણધરનું આખું વચન વિધિમાં જ વિશ્રાંત પામે છે. અને ‘રિમામાને’ સુધીનો પાઠ અનુવાદપર લઈએ તો પૂર્વનું દાન આલોકની દૃષ્ટિએ ૨મણીય છે અને પાછળથી પાળેલા શીલાદિ પરલોકની દૃષ્ટિએ રમણીય છે. તેથી એ સિદ્ધ થાય કે ધર્મ પામ્યા પછી પ્રદેશી રાજાનું વિવેકપૂર્વકનું દાન પણ પરલોકના હિત માટે નથી, અને આ રીતે દાનધર્મના વિચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થાય.
ઉત્થાન :
પૂર્વપક્ષીએ ‘નુ’ થી ‘રિમામાને' સુધીનો પાઠ અનુવાદમાત્ર છે, તેમ કહ્યું, તેનું નિરાકરણ કરીને ફરી દઢ કરવા માટે ‘રિમામાને’ સુધીનું કથન અનુવાદ૫૨ક નથી, તે બતાવતાં કહે છે -
ટીકાર્થ ઃ
न जानासि ? મવતઃ । તુંગિયા શ્રાદ્ધના વર્ણનમાં ‘હિનામેમાળે’ ઈત્યંતની જેમ ‘રમામાને’ ઈત્યંતમાં ‘જ્ઞાનશ્’ પ્રત્યયના બળથી વિધિસૂચકપણું છે, તે શું તું જાણતો નથી ? એ પ્રકારે તને મોટી અવ્યુત્પત્તિ છે.
‘રિમામાને’ સુધીનો પાઠ અનુવાદપરક નથી, એ જ વાત દૃઢ કરવા તર્ક કરે છે વિજ્ઞ..... • વવ્યમ્ । અને જો પ્રતિજ્ઞાની દૃઢતા માટે શીલાદિ વડે રમણીયપણું નિર્વાહ્ય છે, એ પ્રકારે અભિસંધિથી જ ઉક્ત પાઠ નિબદ્ધ થાય તો આનંદાદિના વ્રતદાનના ઉત્તરમાં પણ આ પાઠ નિબદ્ધ થવો જોઈએ. એથી કરીને અજ્ઞની આગળ કેટલું કહેવું ?
‘ગત વ’ આથી કરીને જ=પૂર્વમાં સિદ્ધ કર્યું કે, સૂર્યાભના અધિકારમાં પ્રાક્ પશ્ચાત્ શબ્દ છે, તે પ્રદેશીના અધિકારની જેમ ઉભયલોકનું જખ્યાપન કરે છે આથી કરીને જ રાજપ્રશ્નીયસૂત્રમાં સૂર્યાભના અધિકારની વૃત્તિમાં આ પ્રમાણે વ્યાખ્યાન કરાયું છે.
.....
किं मे . વ્યાવ્યાતમ્ । મારે પૂર્વે શું શ્રેયઃ છે ? મારે પછી શું શ્રેય: છે ? અને મારે પૂર્વે પણ અને પછી પણ શું હિત માટે=હિતપણા માટે=પરિણામસુંદરતા માટે થશે ? (અહીં ભાવપ્રધાન નિર્દેશ છે, તેથી ‘હિતાવ’ નો અર્થ હિતત્વાય કરેલ છે અને તેનો અર્થ પરિણામસુંદરતા માટે કરેલ છે.) ‘મુલાય’=મારે શું સુખ માટે થશે ? ‘ક્ષમાવે’ આ પણ ભાવપ્રધાન નિર્દેશ છે. શું ‘સંતત્વાય’=સંગતપણા માટે થશે ? શું‘નિઃશ્રેયસાય’=નિશ્ચિત કલ્યાણ માટે થશે ? શું ‘આનુનિતાર્ય’=પરંપરાએ શુભાનુબંધી સુખ માટે થશે ? એ પ્રમાણે રાજપ્રશ્નીય વૃત્તિમાં કહેલું છે.
ટીકા ઃ
अत्र यदेव भावजिनवन्दने फलं तदेव जिनप्रतिमावन्दनेऽपि उक्तम् । न च 'एतत् सूर्याभदेवस्य
K-૧૪