________________
૧૬૪
પ્રતિમાશતક) શ્લોક : ૧૨ એ પ્રમાણે અંત સુધીનો પાઠક પરિમાણમાને' સુધીનો પાઠ, અનુવાદમાત્ર છે, અને શીલવ્રતાદિ દ્વારા રમણીયત્વભાવમાં જવિધિ છે. તેને ગ્રંથકાર કહે છે કે, શું દાનધર્મની વિધિનો પણ ઉચ્છેદ કરવા માટે તું ઉઘત થયેલો છે ? વિશેષાર્થ -
અહીં પૂર્વપક્ષીને એ કહેવું છે કે, રાજપ્રશ્નયસૂત્રમાં રિમાણમાળી' સુધીનું કથન વિધિરૂપ નથી, • પરંતુ અનુવાદમાત્ર છે. જેમ નીતિપૂર્વક ધન કમાવું જોઈએ, એ કથનમાં ધન કમાવું જોઈએ તે અનુવાદમાત્ર
છે, અને વિધિ નીતિપૂર્વક કમાવામાં છે. અને એ કથન સ્વીકારવાથી એ પ્રાપ્ત થાય કે, પૂર્વપ્રતિપન્ન દાનધર્મના નિર્વાહથી વિશિષ્ટ શીલાદિ ગુણ વડે પ્રદેશ રાજાનું પ્રાફ પશ્ચાતું રમણીયપણું નથી, પરંતુ શીલાદિ ધર્મ વડે પશ્ચાતું રમણીયપણું છે, અને ધર્મ પામ્યા પૂર્વના દાનધર્મથી પ્રાળુ રમણીયત્વ હતું. અને તે વાત સ્થાપન કરવાથી એ અર્થ પ્રાપ્ત થાય કે, પ્રદેશીરાજાએ ધર્મ પામ્યા પછી શીલાદિનું પાલન કર્યું, તેને કારણે ઉભયલોકને ઉપયોગી એવું પશ્ચાતું રમણીયપણું તેઓમાં આવ્યું, પરંતુ પૂર્વે સ્વીકાર કરેલ દાનધર્મનો નિર્વાહ કરે છે તેના કારણે પશ્ચાતું રમણીયપણું આવ્યું નથી. તેથી એ પ્રાપ્ત થાય કે પૂર્વે
સ્વીકારેલ દાનધર્મ પ્રદેશ રાજાના આલોકમાત્રના હિતરૂપ છે; કેમ કે, મિથ્યાત્વ અવસ્થામાં તેમનું દાન વિવેક વગરનું છે, અને ગ્રંથકારે આલોકમાં હિત કરનારા તેના દાનનો અનુવાદ કરીને પાછળથી કરાયેલ શીલાદિ ધર્મ વડે જ પ્રદેશી રાજાનું પરલોકમાં હિત થયું છે, એમ કહ્યું છે; પરંતુ પૂર્વના દાનધર્મના નિર્વાહથી યુક્ત એવા શિલાદિ ધર્મ વડે પ્રદેશી રાજાનું પરલોકનું હિત થયું છે, એમ કહ્યું નથી. માટે જેમ તેમના ધર્મ પામ્યા પહેલાંનું દાન પરલોકના હિત માટે નથી, તેમ ધર્મ પામ્યા પછી દાનધર્મનો નિર્વાહ કર્યો છે, તેથી જ તેમનું પરલોકનું હિત થયું છે તેમ માનવાની જરૂર નથી. તેથી પ્રસ્તુત સૂર્યાભદેવના સ્થાનમાં જિનપૂજા આ લોકની રમણીયતામાં વિશ્રાંત થાય છે, પરલોકના હિતમાં નહિ. કેમ કે ધનકર્ષણ સ્થળમાં જેમ “ચ્છા પુરા દિકરાઈ' એ પ્રયોગ આલોકના હિતમાં વિશ્રાંત થાય છે, તેમ સૂર્યાભદેવનું કૃત્ય આ લોકના હિતમાં સ્વીકારવું ઉચિત છે; પરંતુ પ્રદેશના દૃષ્ટાંતથી પ્રાફ પશ્ચાત્ શબ્દને પરલોકના હિતરૂપે સ્વીકારવું ઉચિત નથી. એમ ‘પરિમાણમાળ સુધીના કથનને અનુવાદપરક કહીને પૂર્વપક્ષીને કહેવું છે.
તેના નિરાકરણ રૂપે ગ્રંથકાર કહે છે કે, જો પૂર્વપક્ષી પરિમાણમાળ સુધીના કથનને અનુવાદમાત્રરૂપે સ્વીકારે તો એ અર્થ પ્રાપ્ત થાય કે, પ્રદેશી રાજાએ પૂર્વમાં દાનધર્મ કર્યો તેથી આલોકમાં રમણીય હતા, અને ધર્મ પામ્યા પછી શીલાદિ પાળ્યાં તેથી પશ્ચાતું રમણીય હતા; પરંતુ પૂર્વે સ્વીકારેલ દાનધર્મનો નિર્વાહ કર્યો તેના કારણે પશ્ચાતું રમણીય નથી. અને એ પ્રમાણે સ્વીકારવાથી દાનધર્મ એ આત્માના પરલોકના હિત માટે કારણ નથી, એવો અર્થ સ્વીકારવો પડે. આથી જ ગ્રંથકાર કહે છે કે, “રિમામાને સુધીના કથનને અનુવાદરૂપે કહીને તું દાનધર્મની વિધિનો ઉચ્છેદ કરવા ઈચ્છે છે ? અર્થાત્ તેમ કરવું શાસ્ત્રસિદ્ધાંત પ્રમાણે પણ ઉચિત નથી.
આનાથી એ ફલિત થયું કે, ધર્મ પામ્યા પછી પૂર્વના દાનધર્મનો નિર્વાહ કર્યો તેથી જ શાસનપ્રભાવના