________________
પ્રતિમાશતક, બ્લોક : ૧૧
૧પપ વૈમાનિક દેવ અને દેવીઓને અર્ચનીય યાવત્ પર્યાપાસનીય છે. તેથી આપ દેવાનુપ્રિયને આ પૂર્વે શ્રેયકારી છે, તેથી આપ દેવાનુપ્રિયને આ પશ્ચાત્ શ્રેયકારી છે, તેથી આપ દેવાનુપ્રિયને આ પૂર્વે પણ અને પશ્ચાત્ પણ હિતપણા માટે, સુખ માટે, સંગતપણા માટે, નિશ્ચિત કલ્યાણ માટે, પરંપરાએ શુભાનુબંધી સુખ માટે થશે. (સૂ. ૪૧)
ત્યારે તે સૂર્યાભદેવ તે સામાનિક પર્ષદાને પામેલા દેવોની પાસેથી આ અર્થને સાંભળીને, અવધારીને, હષ્ટતુષ્ટ થાવત્ (હર્ષવશ વિસ્તાર પામેલા) હદયવાળો શયનમાંથી ઊભો થાય છે, ઊભો થઈને ઉપપાતસભાના પૂર્વદિશા તરફના દ્વાર વડે નીકળે છે. જ્યાં જલાશય (વાવડી) છે ત્યાં સમીપમાં આવે છે. સમીપમાં આવીને જલાશયને અનુપ્રદક્ષિણા કરતાં કરતાં-ચારે બાજુ ફરતાં ફરતાં, પૂર્વ દિશાના તોરણ વડે (વાવડીમાં જવાના માર્ગ વડે) (વાવડીમાં) પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને પૂર્વ દિશાના સુંદર એવા ઢિસોપાન વડે નીચે ઊતરે છે, નીચે ઊતરીને જલાનગાહ (સ્નાન) કરે છે, જલાવગાહ કરીને જલમજ્જન કરે છે, જલમજ્જન કરીને જલક્રીડા કરે છે, જલક્રીડા કરીને જલાભિષેક કરે છે, જલાભિષેક કરીને કરેલ આચમનવાળો ચોખ્ખો થયેલો, (આથી કરીને જ) પરમ પવિત્ર થયેલો જલાશયમાંથી નીચે આવે છે. નીચે આવીને
જ્યાં અભિષેક સભા છે ત્યાં જાય છે, ત્યાં જઈને શ્રેષ્ઠ સિહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે, ત્યારે તે સૂર્યાભદેવના સામાનિક પર્ષદાને પામેલા દેવો અભિયોગિક દેવને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે કે, હે દેવાનુપ્રિય ! શીધ્ર જ સૂર્યાભદેવનો મણિરત્નાદિક જેમાં ઉપયોગ કરાતા હોય તેવા મોટા અર્થવાળો, મોટી પૂજા જેમાં છે તે મહાઈ, મોટા ઉત્સવ માટે યોગ્ય છે તે મહાઈ, વિપુલ=વિસ્તીર્ણ, એવા ઈંદ્રાભિષેકને ઉપસ્થાપન કરો. યાવત્ અભિષેક સુધી સમજવું. ત્યાર પછી તે સૂર્યાભદેવનો મોટા મોટા ઈંદ્રાભિષેક વડે અભિષેક થયે છતે અભિષેકસભાના પૂર્વના દ્વાર વડે નીકળે છે. નીકળીને જ્યાં અલંકારસભા છે ત્યાં સમીપમાં આવે છે, સમીપમાં આવીને અલંકારસભાના પૂર્વના દ્વારથી પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને જ્યાં સિહાસન છે, યાવત્ (પૂર્વાભિમુખ) બેસે છે. (ત્યાં સુધી પાઠ જાણવો.) (સૂ. ૪ર)
ત્યાર પછી તે યાવત્ અલંકારસભાના પૂર્વ દ્વાર વડે પાછો નીકળે છે. પાછો નીકળીને જ્યાં વ્યવસાય સભા છે. ત્યાં સમીપમાં આવે છે. યાવત્ શ્રેષ્ઠ સિહાસન ઉપર યાવત્ બેસે છે ત્યાં સુધી પાઠ કહેવો). ત્યાર પછી તે સૂર્યાભદેવના સામાનિક પર્ષદાના દેવો પુસ્તકરત્નને લાવે છે, ત્યાર પછી તે સૂર્યાભદેવ પુસ્તકરત્નને ગ્રહણ કરે છે, પુસ્તકરત્નને છોડે છે. પુસ્તકરત્નને ઉઘાડે છે, પુસ્તક રત્નને વાંચે છે, વાંચીને ધાર્મિક વ્યવસાયને કરવાની અભિલાષા કરે છે. પુસ્તક રત્નને પાછું સોંપે છે, સોંપીને સિહાસન ઉપરથી ઊભો થાય છે, ઊભો થઈને વ્યવસાયસભાના પૂર્વ દ્વાર વડે પાછો ફરે છે, પાછો ફરીને જ્યાં નંદાપુષ્કરિણી છે ત્યાં આવે છે. ત્યાં આવીને પૂર્વ દિશાના) તોરણથી સુંદર ત્રિસોપાન વડે (ત્રણ પગથિયાં વડે) નંદાપુષ્કરિણીમાં નીચે ઊતરે છે. નીચે ઊતરીને હાથ-પગને પ્રક્ષાલે છે, પ્રક્ષાલન કરીને આચમન કરતો ચોકખો થઈ પરમશુચિભૂત–પવિત્ર થયેલો, એક મોટા, શ્વેત, રજતમય, વિમલ, જળથી પૂર્ણ= જળથી ભરેલા મત્ત હાથીના મુખાકૃતિવાળા કુંભ સમાન ભંગારને=કળશોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને જેટલા ત્યાં ઉત્પલો કમળો યાવત્ લાખ પત્રવાળા તેને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને નંદાપુષ્કરિણીમાંથી નીચે આવે છે, નીચે આવીને - જ્યાં સિદ્ધાયતન છે ત્યાં ગમન માટે નિશ્ચય કરે છે. (સૂ. ૪૩)
ત્યારે તે સૂર્યાભદેવના ચાર હજાર સામાનિક દેવો યાવત્ સોળ હજાર આત્મરક્ષક દેવો અને અન્ય ઘણા સૂર્યાભવિમાનવાસી યાવત્ દેવીઓ, ઉત્પલ હાથમાં ગ્રહણ કર્યા છે એવા કેટલાક, યાવત્ લાખ પાંદડાંવાળું (કમળ) હાથમાં ગ્રહણ કર્યું છે એવા સૂર્યાભદેવની પાછળ પાછળ અનુસરણ કરે છે અર્થાત્ જાય છે. ત્યારે તે સૂર્યાભદેવના ઘણા આભિયોગિક દેવો અને દેવીઓ, કેટલાક કળશ હાથમાં ગ્રહણ કરેલા યાવત્ કેટલાક ધૂપદાણાને હાથમાં ગ્રહણ કરેલા, હતુષ્ટ યાવત્ સૂર્યાભદેવને પાછળ અનુસરણ કરે છે=જાય છે. ત્યારે તે સૂર્યાભદેવ ચાર હજાર સામાજિક દેવો યાવત્