________________
પ્રતિમાશતક, શ્લોક : ૧૦-૧૧
૧૪૭ તે લેશથી આ પ્રમાણે - ત્યાર પછી તે શક્ર સુધર્માસભામાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે. ત્યાર પછી શક્રના ચોરાશી હજાર સામાનિક દેવો વાયવ્ય કોણમાં, ઉત્તર દિશામાં અને ઈશાન કોણમાં બેસે છે. પૂર્વ દિશામાં આઠ અગ્રમહિષીઓ (બેસે છે), અગ્નિકોણમાં અત્યંતર પર્ષદાના બાર હજાર દેવો બેસે છે, દક્ષિણ દિશામાં મધ્ય પર્ષદાના ચૌદ હજાર દેવો બેસે છે, નૈઋત્ય કોણમાં બાહ્ય પર્ષદાના સોળ હજાર દેવો બેસે છે. ઈત્યાદિ. (સૂ. ૪૦૭ ની ટીકાનો પાઠ) ૧ અવતરણિકા :
अथ सूर्याभाधिकारेण प्रतिमारीणां शासनार्थस्तेनानां कान्दिशीकतां प्रदर्शयंस्ता अभिष्टौति - અવતરણિકાર્ચ -
હવે સૂર્યાભના અધિકાર દ્વારા પ્રતિમાના શત્રુઓને શાસ્ત્રના અર્થના ચોરો એવા લુંપાકોની કાંદિશિકાને દેખાડતા=શાસ્ત્રમાં ભગવાનની પૂજાના અધિકારના પાઠને દેખાડવાથી પ્રત્યુત્તર આપવા માટે કોઈ દિશા ન સૂઝતી હોય તેવી માનસિક સ્થિતિરૂપ કાંદિશીકતાને દેખાડતાં, ગ્રંથકાર તેઓની= પ્રતિમાઓની, સ્તુતિ કરે છે. શ્લોક :
प्राक् पश्चाच्च हितार्थितां हृदि विदस्तैस्तैरुपायैर्यथा, मूर्तीः पूजितवान् मुदा भगवतां सूर्याभनामा सुरः । याति प्रच्युतवर्णकर्णकुहरे तप्तत्रपुत्वं नृप
प्रश्नोपाङ्गसमर्थिता हतधियां व्यक्ता तथा पद्धतिः ।।११।। શ્લોકાર્થ :
પૂર્વમાં-દેવભવમાં ઉત્પત્તિકાળમાં, અને પશ્ચાત–ઉત્તર એવા તે ભવ અને ભવાંતર સંબંધી આયતિમાં, હિતાર્થીપણાને હૃદયમાં જાણતા તે તે ઉપાયો વડે જેમ સૂર્યાભનામના દેવે હર્ષથી ભગવાનની મૂર્તિને પૂજી, તે પ્રકારે વ્યક્ત=પ્રગટ, નૃપપ્રશ્ન ઉપાંગથી સમર્થિત પદ્ધતિ=પ્રક્રિયા, હતબુદ્ધિવાળાઓના=લુંપાકના, પ્રય્યત છે વર્ણ જેમાંથી એવા કર્ણકુહરમાંકર્ણરૂપ ગુફામાં, તપ્ત કપુપણાને પામે છે કાનમાં પડતા તપાવેલા સીસાના રસ જેવી બને છે. II૧૧TI. ટીકા :
'प्रागि'त्यादि :- प्राग्-आदौ, पश्चाच्च उत्तरतद्भवभवान्तरसंबन्धिन्यामायत्यां हितार्थितां= श्रेयोऽभिलाषितां, हृदि स्वान्ते, विदन्=जानन्, तैस्तैर्वक्ष्यमाणैरुपायैः भक्तिसाधनप्रकारैर्यथा सूर्याभनामा सुरः भगवतां मूर्ती: पूजितवान् तथा व्यक्ता प्रकटा, नृपप्रश्नोपाङ्गे राजप्रश्नीयोपाङ्गे,