________________
૧૩૭
પ્રતિમાશતક/ શ્લોક : ૧૦ તેનો છેદ કરવામાં અન્તર્થની વિચારણા રવિપ્રભારૂપ છે, પરંતુ રવિપ્રભા સદશ નથી. અન્તર્થની વિચારણાને રવિપ્રભા સદશ કહેવી હોય તો દુર્નયને જ અંધકાર એ પ્રમાણે કહી શકાય નહિ; પરંતુ એમ કહેવું જોઈએ કે, અંધકારનો=દ્રવ્યઅંધકારનો, રવિપ્રભા જેમ નાશ કરે છે, તેમ દુર્નયરૂપી ભાવઅંધકારનો અન્વર્થવિચારણા નાશ કરે છે, ત્યારે તે અન્વર્થવિચારણા રવિપ્રભા સદશ કહી શકાય. પરંતુ પ્રસ્તુતમાં દુર્નયોને જ અંધકારરૂપ કહેલ છે અને તેનો છેદ કરવા માટે અન્તર્થવિચારણા રવિપ્રભારૂપ છે, એ પ્રમાણે અર્થ ગ્રહણ કરેલ છે.
ટીકા :
____ अत्र विनोक्तिरूपककाव्यलिङ्गानि अलङ्काराः । विनोक्ति:-सा विनाऽन्येन यत्रान्यः सत्रेतरः । तद्रूपकम्-अभेदो य उपमानोपमेययोः । काव्यलिङ्गम् - हेतोर्वाक्यपदार्थता, इति तल्लक्षणानि रविप्रभापदार्थो निद्राहरणे हेतुरिति पदार्थरूपं काव्यलिङ्गं द्रष्टव्यम् । रूपकं चात्र काव्यलिङ्गविनोक्त्योरनुग्राहकमित्यनुग्राह्यानुग्राहकभावः सङ्करोऽपि । अविश्रान्तिजुषामात्मन्यगाङ्गित्वं तु सङ्कर इति तल्लक्षणम् ।। ટીકાર્ય :
સત્ર ..... સન્નેતરઅહીંયાં=પ્રસ્તુત શ્લોકમાં વિનોક્તિ, રૂપક, કાવ્યલિંગ અલંકારો છે.
વિનોક્તિ અલંકારનું લક્ષણ બતાવતાં કહે છે - સા=વિનોક્તિ, જોન વિનાઆગમને માનનાર મૂર્તિપૂજક વિના, યત્ર=જેમાં કાવ્યમાં, કચ=સુધર્માસભાની અવર્થવિચારણા, સત્ર-શોભન નથી.
અહીં લક્ષણની બીજી વખત અન્ય રીતે આ પ્રમાણે યોજના કરવી. કચેન વિના=લુંપાક વગર, યત્રકાવ્યમાં કચ=સુધર્માસભાની અવર્થવિચારણા ફત=ઈતર નથી=અશોભન નથી. આ બીજા પ્રકારની વિનોક્તિ સૂચવવા જ લક્ષણમાં “સત્ર’ પછી ‘રૂતર' શબ્દ છે. આ પ્રકારના જુદા જુદા બે યોજનથી વિનોક્તિ અલંકાર બને છે. વિશેષાર્થ :
| વિનોક્તિ અલંકાર પ્રસ્તુતમાં આ રીતે ઘટે છે - પ્રથમ વિકલ્પ પ્રમાણે, આગમને માનનાર એવા લંપાકને માટે પ્રસ્તુત કાવ્યમાં સુધર્માસભાની અન્વર્થવિચારણા શોભન નથી, કેમ કે તે સુધર્માસભાની અન્વર્થવિચારણા સ્વીકારે તો તેને ભગવાનની મૂર્તિ પૂજ્ય સ્વીકારવાની આપત્તિ આવે છે. અને બીજી વખત જે યોજન કર્યું, તે પ્રમાણે, લુપાકને છોડીને આગમને માનનાર મૂર્તિપૂજક માટે કાવ્યમાં સુધર્માસભાની અવર્થવિચારણા અશોભન નથી. અર્થાત્ તે અન્વર્થવિચારણા ભગવાનની પૂજ્યતાને સ્થાપન કરવા માટે અતિ ઉપયોગી છે, માટે શોભન છે. આ પ્રકારનું વિનોક્તિ અલંકારનું જે લક્ષણ છે, તે પ્રસ્તુત શ્લોકમાં યોજન થાય છે. માટે અહીં વિનોક્તિ અલંકારની પ્રાપ્તિ છે.