________________
૧૦૪
પ્રતિમાશતક/ શ્લોક : ૮ ટીકાર્ય :
વનસ્યપિ... સનનુશાસન, અહીં ચૈત્યશચ એ પૂરકરૂપે છે. તેથી એ અર્થ પ્રાપ્ત થાય કેચૈત્ય શબ્દરૂપ વચનની પણ વ્યાખ્યાને નહિ જાણતો તે જડ, પ્રજ્ઞાવાનમાં સદુત્તરરૂપ હૂંતિની સમૃદ્ધિને પામતો નથી. આ પ્રમાણે મૂળ શ્લોકનો અવય છે. તેમાં હેતુ બતાવે છે – જ્ઞાનનું એકપણું હોવાને કારણે જ્ઞાનના અર્થમાં ચૈત્ય શબ્દના આવિષ્ટ બહુવચનનું ક્યાંય પણ અનુશાસન છે. . વિશેષાર્થ :
મતિ-શ્રુતાદિ જ્ઞાનો યદ્યપિ અનેક પ્રકારનાં છે, તેથી અનેક છે; પરંતુ ભગવાનનું કેવલજ્ઞાન એક છે. તેથી “ચૈત્ય' શબ્દનો અર્થ જ્ઞાનાર્થ કરવામાં આવે તો “ હું વંચે એ પ્રયોગ થઈ શકે નહીં, પરંતુ એકવચનમાં પ્રયોગ થવો જોઈએ. આમ છતાં એક જ્ઞાન હોય અને બહુવચનનો પ્રયોગ, વ્યાકરણને સંમત હોય તો જ થઈ શકે. જેમ વાર’ કે ‘મા’ શબ્દ હંમેશાં બહુવચનમાં વપરાય છે. તેથી અનેક સ્ત્રીઓ હોય ત્યારે પણ “રા' શબ્દ બહુવચનમાં વપરાય કે એક સ્ત્રી હોય ત્યારે પણ “રા' શબ્દ બહુવચનમાં વપરાય છે. તેથી તે શબ્દમાં આવિષ્ટ બહુવચનનું અનુશાસન પ્રાપ્ત થાય છે. તે રીતે જો ચૈત્ય શબ્દનું જ્ઞાન અર્થમાં આવિષ્ટ બહુવચન પ્રાપ્ત થતું હોય, તો એક એવા કેવલજ્ઞાનને વંદન કરવાને અર્થે “મારું વળે' એવો પ્રયોગ થઈ શકે. પરંતુ જ્ઞાનાર્થ ચિત્ય શબ્દનું વ્યાકરણમાં આવિષ્ટ બહુવચનપણું નથી બતાવ્યું. તેથી વચનની વ્યાખ્યાને જો પૂર્વપક્ષી જાણતો હોય તો ચૈત્યનો અર્થ જ્ઞાન થાય, એવું કહી શકે નહિ. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, સિદ્ધાંતની તેવી પરિભાષા છે કે, એક એવા કેવલજ્ઞાનના અર્થમાં ચેઈઆઈ એ પ્રકારનો બહુવચનનો પ્રયોગ થાય છે. તેથી કહે છે - ટીકાર્ય :
સિદ્ધાન્તરિ પ્રયોગ: સિદ્ધાંતમાં પણ તેવી પરિભાષાનો અભાવ છે. અન્યથા=જો સિદ્ધાંતમાં તેવી પરિભાષા છે એમ સ્વીકારો તો, કેવલજ્ઞાન એ પ્રકારના આવા સ્થળમાં શાસ્ત્રમાં જ્યાં કેવલજ્ઞાન એ પ્રમાણે કહ્યું છે એવા સિદ્ધાંતના સ્થળમાં, ફાઉં એ પ્રયોગની આપત્તિ આવે, (કેમ કે) એક એવા પણ જ્ઞાનાર્થે ચૈત્ય શબ્દની આવિષ્ટ નિત્ય બહુવચનરૂપ પરિભાષા સિદ્ધાંતને માન્ય છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે. તેથી તેના સ્થાનમાં કેવલજ્ઞાન શબ્દને બદલે ‘મારું પ્રયોગ માનવો પડે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, કેવલજ્ઞાન એ સ્થળમાં પણ “ફારું શબ્દના પ્રયોગની આપત્તિ આવશે. એ આપત્તિના નિવારણ અર્થે પૂર્વપક્ષી કહે કે, પૂર્વમાં કહેવાયેલા ભગવદ્ ઉક્ત=ભગવાન વડે કહેવાયેલ, અર્થના દર્શનસ્થળમાં જ આ પ્રકારનો પ્રયોગ થઈ શકે છે. તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે -