SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ GE પ્રતિમાશતક, શ્લોક : ૩ રૂપનો સત્તા મ ..... પારેવળં=સઘળાં આગમોના મધ્યમાં રહેવાવાળું, મિથ્યાત્વરૂપ દોષથી હણાયેલી એવી વિશિષ્ટ બુદ્ધિથી પરિકલ્પિત એવી જે કુભણિતિઓથી કુઉક્તિઓથી અઘટમાન એવા અશેષ=સંપૂર્ણ, હેતુ-દષ્ટાંત અને યુક્તિઓનો વિધ્વંસ કરવા માટે સમર્થ એવું, અને પાંચ અધ્યયન અને એક ચૂલિકાથી પરિલિપ્ત એવું, શ્રેષ્ઠ એવા પ્રવચન દેવતાથી અધિષ્ઠિત એવું, રૂમોઆ, પંચમંગલ મહાશ્રુતસ્કંધનું, ત્રણ પદથી પરિચ્છિન્ન અને એક આલાપક અને સાત અક્ષરના પરિમાણવાળું, અનંતગમ અને પર્યાયરૂપ વસ્તુનું પ્રસાધક, સર્વ મહામંત્ર અને પ્રવરવિવાઓના પરમ બીજભૂત એવું “નમો રિહંતા” એ પ્રમાણે પ્રથમ અધ્યયન ભણવું જોઈએ, અને તે દિવસે અધ્યયન ભણવાના દિવસે આયંબિલ વડે પારણું કરવું જોઈએ. તદેવ ..... પાયઘં . તે પ્રમાણે જ બીજે દિવસે અનેક અતિશયવાળી ગુણસંપદાથી ઉપેત, આગળ કહેવાયેલ અર્થનું પ્રસાધક, આગળ કહેવાયેલ જ ક્રમ વડે, બે પદથી પરિચ્છિન્ન, એક આલાપક અને પાંચ અક્ષરના પરિમાણવાળું “નમો સિદ્ધા” એ પ્રમાણે બીજું અધ્યયન ભણવું અને તે દિવસે આયંબિલથી પારણું કરવું. પર્વ ..... દિબ્લેયā I એ પ્રમાણે અનંતર ભણિત=કહેવાયેલ, ક્રમ વડે, અનંતર કહેવાયેલ અર્થનું પ્રસાધક, ત્રણ પદથી પરિચ્છિન્ન, એક આલાપક અને સાત અક્ષરના પરિમાણવાળું “નમો મારિયા ” એ પ્રમાણે ત્રીજું અધ્યયન આયંબિલ વડે ભણવું. તહીં .... Tયā I તથા અનંતર કહેવાયેલ અર્થનું પ્રસાધક, ત્રણ પદથી પરિચ્છિન્ન, એક આલાપકવાળું, સાત અક્ષરના પરિમાણવાળું “મો વેબ્લીયા” એ પ્રમાણે ચોથું અધ્યયન ભણવું અને તે દિવસે આયંબિલ વડે પારણું કરવું. પર્વ ..... માર્યાવિન્સેન એ પ્રમાણે “નમો નો સવ્વસાહૂ” એ પ્રમાણે પાંચમું અધ્યયન પાંચમા દિવસે આયંબિલ વડે ભણવું. તદેવ ..... દિબ્લેયā I તે પ્રમાણે જ, તેના અર્થને અનુસરનારી અગિયાર પદથી પરિચ્છિન્ન, ત્રણ આલાપક અને તેત્રીસ અક્ષરના પરિમાણવાળી “ઘણો પંથ નમુવારો, સવ્વપાવપૂTIળો, મંડના સર્લિ, પઢમં ઢવ નં” એ પ્રમાણે ચૂલિકા છઠ્ઠા, સાતમા અને આઠમા દિવસે તે જ ક્રમ વિભાગ વડે આયંબિલ વડે ભણવી. વિમેર્યું .. તરેન્ના આ પ્રમાણે, આ પંચમંગલમહાશ્રુતસ્કંધ સ્વર, વર્ણ અને પદથી સહિત, પદ, અક્ષર, બિંદુ અને માત્રાથી વિશુદ્ધ, ગુરુગુણથી ઉપેત એવા ગુરુથી ઉપદિષ્ટ, સંપૂર્ણ ભણીને તે પ્રમાણે કરવું કે જે પ્રમાણે પૂર્વાનુપૂર્વીથી, પચ્ચાનુપૂર્વીથી અને અનાનુપૂર્વીથી જીભના અગ્ર ભાગે તરે રમી શકે. તો .. ત્યારે ત્યાર પછી તે જ અનંતર કહેવાયેલ તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન, ચંદ્રબળ હોતે છતે જંતુરહિત અવકાશ=ભૂમિ, પર દેરાસરમાં ઈત્યાદિ ક્રમ વડે અઠ્ઠમભત્ત વડે–ત્રણ ઉપવાસ વડે, સમનુજ્ઞા લઈને, હે ગૌતમ ! મોટા પ્રબંધપૂર્વક સુપરિસ્ફટ, નિપુણ અસંદિગ્ધ સૂત્રાર્થને અનેકવાર સાંભળીને અવધારણ કરવું. હે ગૌતમ ! આ વિધિ વડે પંચ મંગલનું વિનયોપધાન કરવું જોઈએ ઈત્યાદિ. (ઈત્યાદિ વિધિ પણ મહાનિશીથમાં વ્યવસ્થિત છે - એમ યોજન છે.) અહીં વિશેષ એ છે કે - “નમો અરિહંતાણમાં ત્રણ પદો કહ્યાં, તે આ રીતે છે - (૧) તમો, (૨) અરિ શત્રુને (૩) હણનાર તરીકે દંત પદ .
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy