________________
પ્રતિમાશતક, શ્લોક: ૩.
૬૩ કેવલીઓ બન્ને કેવલજ્ઞાનવાળા હોવાથી સિદ્ધ જ છે. તેથી સિદ્ધપદથી અહીં સામાન્ય કેવલીઓને ગ્રહણ કરવાના છે. કેમ કે તેમાં, અરિહંતો કેવલી હોવા છતાં પૃથફ રૂપે તેમનું ગ્રહણ કરેલ હોવાથી, તેમને છોડીને સામાન્ય કેવલીને સિદ્ધપદથી ગ્રહણ કરીને, તેમની સાથે સાધુપદની ભજના બતાવી છે.
અહીં વિશેષ એ છે કે, “ર વિ સંહેવો વાળી પ્રથમ ગાથા પૂર્વપક્ષીની શંકારૂપ છે, અને આવશ્યકનિયુક્તિમાં તેને આક્ષેપઢારથી ગ્રહણ કરેલ છે, અને ‘રિહંતારું ગાથા પ્રસિદ્ધિદ્વારથી ગ્રહણ કરેલ છે, અને પ્રસિદ્ધિનો અર્થ આપનો પરિહાર કરવો તે થાય છે. તેનાથી એ પ્રાપ્ત થયું કે, પૂર્વપક્ષીએ કહેલ કે, નમસ્કાર સંક્ષેપરૂપ નથી અને વિસ્તારરૂપ નથી, તેનો પરિવાર ગ્રંથકારે એ કર્યો કે, નવકાર સંક્ષેપરૂપ છે, વિસ્તારરૂપ નથી. પરંતુ એ સંક્ષેપ અપેક્ષાએ સિદ્ધ અને સાધુરૂપ બે પ્રકારે થઈ શકે છે, તેમ ભિન્ન ભિન્ન હેતુના નિમિત્તે પાંચ પ્રકારે પણ થઈ શકે છે. અને પ્રસ્તુત નવકારસૂત્રમાં પાંચ હેતુને આશ્રયીને સંક્ષેપથી પાંચ પ્રકારે નમસ્કાર કરેલ છે. ટીકાર્ય :
પુવ્વાણુપુત્રેિ ..... સારૂં ગારૂ પૂર્વાનુપૂર્વી ક્રમ નથી, પચ્ચાનુપૂર્વી આ=ક્રમ, નથી જ. પૂર્વાનુપૂર્વીથી નમસ્કાર કરવો હોય તો સિદ્ધાદિ પ્રથમ છે. દ્વિતીય વડે=દ્વિતીય ક્રમથી=પસ્યાનુપૂર્વીથી નમસ્કાર કરવો હોય તો સાધુ પ્રથમ છે. વિશેષાર્થ :
- અહીં શિષ્ય શંકા કરતાં કહે છે કે, ક્રમ બે પ્રકારનો છે. (૧) પૂર્વાનુપૂર્વી અને (૨) પશ્ચાનુપૂર્વી, પરંતુ અનાનુપૂર્વી ક્રમ નથી. કેમ કે, અસમંજસપણું છે. આ પ્રકારના ભાવને બુદ્ધિમાં રાખીને ગાથામાં કહે છે કે, પૂર્વાનુપૂર્વી ક્રમ નથી અને પશ્ચાનુપૂર્વી પણ ક્રમ નથી. કેમ કે પૂર્વાનુપૂર્વી ક્રમ હોય તો સિદ્ધાદિ પ્રથમ થાય, કેમકે – અરિહંતો વડે પણ સિદ્ધોને નમસ્કાર કરાયેલ છે. અને પચ્ચાનુપૂર્વી ક્રમ ગ્રહણ કરીએ તો સાધુઓને પ્રથમ ગ્રહણ કરવા જોઈએ. તેથી નમસ્કારમાં પૂર્વાનુપૂર્વી અને પચ્ચાનુપૂર્વી બંને ક્રમ સંગત નથી. અને અનાનુપૂર્વી ક્રમ નમસ્કારક્રિયામાં અસંગત હોવાને કારણે પ્રસ્તુત નમસ્કારસૂત્ર અનાર્ય છે. ટીકાર્ય :
રિરંતુવણે ..... રન્નો ||૪|| ફત્યાદિ અરિહંતના ઉપદેશ વડે સિદ્ધો જણાય છે–સિદ્ધોનું જ્ઞાન થાય છે, તેથી અરિહંત પ્રથમ છે. કોઈપણ પર્ષદાને નમસ્કાર કરીને રાજાને પ્રણામ કરતા નથી, ઈત્યાદિ. વિશેષાર્થ -
ઉપરોક્ત શિષ્યના કથનના સમાધાનરૂપે કહે છે કે, અરિહંતના ઉપદેશથી સિદ્ધો જણાય છે, તે કારણથી પૂર્વનુપૂર્વી ક્રમમાં અરિહંત આદિ પૂર્વાનુપૂર્વી ક્રમે છે. અહીં શંકા થાય છે તે જ રીતે અરિહંતો પણ આચાર્યના ઉપદેશથી જણાય છે, તેથી આચાર્યને પ્રથમ મૂકવા જોઈએ. તેથી શ્લોકના ઉત્તરાદ્ધથી કહે છે કે કોઈ પણ પર્ષદાને નમસ્કાર કરીને રાજાને નમસ્કાર કરાતો નથી. આચાર્ય એ અરિહંતની