________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
૮૩
નિપુણબુદ્ધિથી, કોપ કરે છે આચાર્યની પરંપરાથી આવેલ વ્યાખ્યાનને દૂષિત કરે છે=અન્યથા પ્રકારે સર્વજ્ઞપ્રણીત પણ તે અર્થને કહે છે.
શું કહે છે ? તે સ્પષ્ટ કરે છે – ‘કરાયેલું કરાયેલું થાય છે' એમ બોલે છે="ક્રિયમાણ કૃત થતું નથી પરંતુ કરાયેલું કરાયેલું થાય છે. એમ બોલે છે, અને કહે છે કે “મૃપિંડની ક્રિયાના કાળમાં જ ઘટ નિષ્પન્ન થતો નથી; કેમ કે કર્મ=ઘટની જલધારણ ક્રિયા, ગુણ ઘટના ગુણો અને ઘટ’ એ પ્રમાણેના વ્યપદેશની અનુપલબ્ધિ છે. તે=જે પુરુષ છેકબુદ્ધિથી સૂત્રનો કોપ કરે છે કે, આ પ્રમાણે છેકવાદી ‘હું નિપુણ છું એ પ્રમાણે બોલનાર પંડિત અભિમાની જમાલિના નાશની જેમ=જમાલિ નિદ્ભવની જેમ, સર્વજ્ઞ મતનો વિગોપક વિનાશ પામે છે=“અરઘટ્ટઘટીયંત્રના વ્યાયથી સંસારચક્રવાલમાં વારંવાર ભમશે.”
ઈત્યાદિ સૂત્રકૃતાંગના થાકાતથ્ય અધ્યયનની નિર્યુક્તિની વૃત્તિના વચનમાત્રનું અવલંબન લઈને “અરઘટ્ટઘટીયંત્રના વ્યાયથી સંસારચક્રવાલનું ભ્રમણ સાધ્ય હોતે છતે જમાલિનું દષ્ટાંતપણાથી ઉપદર્શિતપણું હોવાથી અને દગંતનું નિશ્ચિત સાધ્યધર્મવપણું હોવાથી તેના અનંતસંસારીત્વની સિદ્ધિ છે=જમાલિના અનંતસંસારીત્વની સિદ્ધિ છે,” એ પ્રમાણે જેઓ કહે છે, તેઓ પ્રશ્ન કરવા યોગ્ય છે. અને તે પ્રશ્ન સ્પષ્ટ કરે છે –
આ પણ દષ્ટાંત=સૂત્રકૃતાંગમાં આપેલું એવું જમાલિતું પણ દાંત, પૂર્વની જેમ શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રની ચૂણિમાં કહેલ મરીચિના દષ્ટાંતની જેમ, ઉપલક્ષણપર જ છે દુરંત અનંતસંસારનું કારણ અયુક્તકરત્વ જેમ મરીચિના દષ્ટાંતમાં ઉપલક્ષણથી બતાવ્યું તેમ જમાલિનું દાંત પણ ઉપલક્ષણપર જ છે, એથી અરઘટ્ટઘટીયંત્રત્યાયથી ઉપલક્ષિત સંસાર ચક્રવાલનું પરિભ્રમણ સાધ્ય હોતે છતે અયુક્ત નથી=જમાલિનું દષ્ટાંત નિશ્ચિત સાથ્યવાનું નહીં હોવા છતાં અયુક્ત નથી, એથી કેવી રીતે આનાથી=સૂત્રકૃતાંગની નિર્યુક્તિની વૃત્તિના વચનથી, તમારા ઈષ્ટની સિદ્ધિ કેવી રીતે થાય ? અર્થાત્ જમાલિને નિયમા અનંતસંસાર છે, એ પ્રકારની તમારા ઇષ્ટની સિદ્ધિ આ વચનથી થઈ શકે નહિ. અન્યથા=પૂર્વપક્ષી એવું ન સ્વીકારે અને કહે કે સૂત્રકૃતાંગસૂત્રનું વચન ઉપલક્ષણપર નથી તેથી જમાલિને નિયમા અનંતસંસાર છે તો, અરઘટ્ટઘટીયંત્રત્યાય અહીં=સૂત્રકૃતાંગના વચનમાં, પ્રકરણ મહિમાથી ફરી-ફરી ચારગતિના ભ્રમણમાં પર્યવસાન પામે. એથી ચતુર્ગતિનું ભ્રમણ પણ જમાલિને આ વ્યાયથી=સૂત્રકૃતાંગમાં બતાવેલા અરઘટ્ટઘટીયંત્રત્યાયથી, સિદ્ધ થાય.” ભાવાર્થ
પૂર્વમાં શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની ચૂર્ણિમાં વિપરીત પ્રરૂપણાના વ્યાખ્યાનમાં મરીચિનું દૃષ્ટાંત બતાવ્યું. તે કથનનો કોઈક પૂર્વપક્ષી અન્ય પ્રકારનો અર્થ કરે છે. તે અર્થ બતાવીને પૂર્વપક્ષીનો તે અર્થ કઈ રીતે અસંગત છે, તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે. જેથી યોગ્ય જીવોને સૂત્રોના અર્થો કઈ રીતે જોડવા ઉચિત ગણાય ? તેનો માર્ગાનુસારી બોધ થાય છે.