________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
વળી, આગમમાં કહ્યું છે કે ‘પાર્શ્વસ્થ, અવસન્ન, યથાછંદ, કુશીલ અને શબલ ચારિત્રવાળા સાધુને દૃષ્ટિથી પણ જોવા જોઈએ નહિ.’ આ પ્રકારનું નિશ્ચયનયનું વચન એકાંતે ગ્રહણ કરીને શબલ ચારિત્રવાળા કે પાર્શ્વસ્થ આદિની પાસે અધ્યયનાદિના કે પ્રાયશ્ચિત્તાદિના પ્રસંગે વ્યવહારથી વંદનની વિધિ છે, તેનો અપલાપ થયો હોય તો તે વિપરીત પ્રરૂપણાનું પ્રતિક્રમણ ક૨વું જોઈએ. વળી, નિશ્ચયનયની દૃષ્ટિનું વચન છે કે જે સાધુ ભગવાનના વચનાનુસાર સર્વ ક્રિયાઓ કરતા નથી તે બીજાના મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર છે માટે મહામિથ્યાત્વી છે. આ પ્રકારના નિશ્ચયનયના ૫૨માર્થને જાણ્યા વગર ગુણસંપન્ન પણ સાધુની કંઈક સ્ખલના જોઈને તેઓને વ્યવહારનય વંદનીય સ્વીકારતો હોવા છતાં કોઈ અવંદનીય કહે તો તે વિપરીત પ્રરૂપણા છે માટે તેનું પ્રતિક્રમણ ક૨વું જોઈએ.
وو
વળી, સૂક્ષ્મબોધના અભાવને કારણે કોઈને ભ્રમ થયો હોય કે જ્ઞાન તો માત્ર બોધ કરાવે છે, વસ્તુતઃ મોક્ષને અનુકૂળ ક્રિયા જ મોક્ષનું કારણ છે તેથી જ્ઞાન મોક્ષનું કારણ નથી. અથવા કોઈને ભ્રમ થયો હોય કે જ્ઞાન તો આત્માનો પરિણામ છે અને વિશુધ્ધમાન એવો જ્ઞાનનો પરિણામ જ કેવળજ્ઞાનરૂપે થાય છે. તેથી મોક્ષ પ્રત્યે જ્ઞાન જ કારણ છે, ક્રિયા તો પુદ્ગલની ચેષ્ટારૂપ છે, માટે મોક્ષનું કારણ નથી. આ રીતે જે કાંઈ વિપરીત પ્રરૂપણા થઈ હોય તો તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ.
વળી, સ્યાદ્વાદમય જૈનશાસનમાં સર્વ કાર્યો પ્રત્યે દૈવ અને પુરુષકાર ઉભય કારણ છે. છતાં બુદ્ધિની અલ્પતાને કા૨ણે કોઈને ભ્રમ થાય કે ધનાર્જનાદિ બાહ્ય કૃત્ય પ્રત્યે કર્મ જ કારણ છે. વ્યવસાય=પ્રયત્ન નહિ; કેમ કે પ્રયત્ન કરવા છતાં પુણ્ય ન હોય તો ધન મળતું નથી. વળી, કોઈને ભ્રમ થાય કે આત્માની ગુણનિષ્પત્તિ પ્રત્યે વ્યવસાય જ કારણ છે, કર્મ નહિ; કેમ કે આત્માના ભાવો તો સ્વપ્રયત્નથી જ થાય છે. આ પ્રકારની એકાંતની પ્રરૂપણા થયેલી હોય તો તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ.
વળી, એકાંતથી આત્મદ્રવ્ય નિત્ય છે કે એકાંતથી અનિત્ય છે; અથવા એકાંતથી વસ્તુ દ્રવ્યમય છે કે એકાંતથી વસ્તુ પર્યાયમય છે; અથવા એકાંતથી વસ્તુ સામાન્યમય છે કે એકાંતથી વસ્તુ વિશેષમય છે, આ પ્રમાણે જે પ્રરૂપણા કરે છે તે વિપરીત પ્રરૂપણા છે. દા. ત. કોઈ આત્માને એકાંતથી નિત્ય માને અર્થાત્ સિદ્ધના જીવો મોક્ષમાં ગયા પછી ફરી સંસારમાં આવતા નથી માટે એકાંત નિત્ય છે, તે વિપરીત પ્રરૂપણા છે. વળી, કેટલાક માને કે દરેક પદાર્થ ક્ષણિક છે, માટે એકાંત અનિત્ય છે; અથવા પરમાણુ આદિ નિત્ય છે, પરંતુ ચણુકાદિ બધા સ્કંધો એકાંત અનિત્ય છે, તે વિપરીત પ્રરૂપણા છે.
વળી, જગતમાં દરેક વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ હોવા છતાં વસ્તુ માત્ર દ્રવ્યમય છે કે વસ્તુ માત્ર પર્યાયમય છે, એ પ્રમાણે કોઈક પ્રરૂપણા કરે તો તે વિપરીત પ્રરૂપણા છે. વળી, દરેક પદાર્થોમાં ઘટત્વાદિ જાતિઓ છે, તેથી વસ્તુ સામાન્યરૂપ જ છે, તેમ એકાંતે માને તે વિપરીત પ્રરૂપણા છે. વળી, દરેક પદાર્થોનો પરસ્પર ભેદ દેખાય છે, માટે વિશેષરૂપ જ વસ્તુ છે, એમ એકાંતે પ્રરૂપણા કરે તે સર્વ વિપરીત પ્રરૂપણા છે.
જેને સ્યાદ્વાદની મર્યાદાનો બોધ નથી, સ્યાદ્વાદનું ઉચિત જ્ઞાન નથી તેણે કોઈપણ પ્રકારની પ્રરૂપણા