________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૮
૪૫
અથવા માર્ગભ્રંશ લક્ષણ અનવસ્થાથી અતિચાર થાય; કેમ કે મુગ્ધપર્ષદામાં ક્ષમાદિ ગુણને ગ્રહણ કરીને પણ મિથ્યાદૅષ્ટિની પ્રશંસામાં પરદર્શનીના ભક્તત્વના પ્રસંગને કારણે એક એકનો અસમંજસ આચાર થાય છે—તે પ્રશંસા સાંભળીને એકબીજાના અનુસરણ દ્વારા અસમંજસ આચાર થાય છે, એ રીતે માર્ગના ઉચ્છેદની આપત્તિ હોવાથી માર્ગભ્રંશ લક્ષણ અનવસ્થાથી અતિચારતી પ્રાપ્તિ છે, એમ અન્વય છે. આથી જમુગ્ધ પર્ષદામાં મિથ્યાદૃષ્ટિના ગુણોની પ્રશંસામાં અનવસ્થાને કારણે અતિચાર થતો હોવાથી જ, અભિમુખમુગ્ધપર્ષદાગત એવા સાધુની પરપાખંડી સંબંધી કષ્ટ પ્રશંસાદિ દ્વારા મહાનિશીથમાં પરમાધાર્મિકમાં ઉત્પત્તિ કહેવાઈ છે. અને તે રીતે=મુગ્ધ પર્ષદામાં પરપાખંડીના ગુણોની પ્રશંસા કરવામાં પરમાધાર્મિકપણાની પ્રાપ્તિ થાય છે તે રીતે, મહાનિશીથસૂત્રનો પાઠ છે
“જે સાધુ અથવા જે સાધ્વી પરપાખંડીઓની પ્રશંસા કરે; વળી, જે સાધુ અથવા જે સાધ્વી નિહ્નવોની પ્રશંસા કરે; અને જે નિહ્નવોના આયતનમાં=વસતિમાં, પ્રવેશ કરે અર્થાત્ નિહ્નવોની સાથે એક વસતિમાં ઊતરે; અને જેઓ નિહ્નવોના ગ્રંથશાસ્ત્રના પદ-અક્ષરોની પ્રરૂપણા કરે; વળી, અભિમુખ એવી મુગ્ધ પર્ષદામાં રહેલો જે સાધુ નિહ્નવો સંબંધી કાયક્લેશાદિ તપ, સંયમ, જ્ઞાન, વિજ્ઞાન, શ્રુત, પાંડિત્યની પ્રશંસા કરે તે પણ પરમાધાર્મિકદેવોમાં ઉત્પન્ન થાય છે, જે પ્રમાણે સુમતિ પરમાધામીમાં ઉત્પન્ન થયો.”
અને તે રીતે=માર્ગભ્રંશરૂપ અનવસ્થાને કારણે પરપાખંડીની પ્રશંસા અતિચારરૂપ છે તે રીતે, જે સ્વતા અને પરના ગુણાનુરાગની વૃદ્ધિનું કારણ જાણીને જિનપ્રણીત ક્ષમાદિ ગુણોને ગ્રહણ કરીને માર્ગાનુસારી મિથ્યાદૅષ્ટિઓની પ્રશંસા કરે છે તેને દોષની ગંધ પણ નથી=સમ્યક્ત્વમાં અતિચારની પ્રાપ્તિરૂપ દોષ લેશ પણ નથી, ઊલટું ‘સકલ ગુણોનું સાર=સર્વદર્શનમાં રહેલા ગુણોને ગ્રહણ કરનાર, જિનપ્રવચન છે.' એ પ્રમાણે ધર્મોન્નતિ જ થાય. ।।૩૮।।
ભાવાર્થ:
૫રદર્શનવાળા મિથ્યાદ્દષ્ટિના અગ્નિહોત્ર આદિ જે અનુચિત અનુષ્ઠાનો છે તેની પ્રશંસા કરવામાં અતિચારની પ્રાપ્તિ થાય. પરંતુ અન્યદર્શનવાળા પણ માર્ગાનુસારી જીવો પોતાના દર્શનાનુસાર જે યમનિયમાદિની પ્રવૃત્તિ કરે છે તેનાથી તેઓમાં જે ક્ષમાદિ ગુણો વર્તે છે તેની પ્રશંસા કરવામાં અતિચારની પ્રાપ્તિ નથી. વળી, ઉત્કૃષ્ટ કષ્ટ કરનારા જૈનશાસનમાં રહેલા પણ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પ્રવૃત્તિ કરતા હોય તેઓની પ્રશંસા કરવાની સમ્યક્ત્વના અતિચારની પ્રાપ્તિ છે.
મુગ્ધ પર્ષદામાં કોઈ ઉપદેશક અન્યદર્શનના માર્ગાનુસા૨ી સંન્યાસીઓના ક્ષમાદિ ગુણોને ગ્રહણ કરીને પ્રશંસા કરે તો કેટલાક મુગ્ધ જીવો જૈનદર્શનને સન્મુખ થયેલા હોવા છતાં પણ તે મહાત્માની પ્રશંસાથી તે ૫રદર્શનના સંન્યાસીઓનો પરિચય કરીને માર્ગભ્રંશ થાય તેવી સંભાવના રહે છે. આમ છતાં ઉપદેશક વિચાર કર્યા વગર માર્ગાનુસારી એવા પણ પરપાખંડીના ગુણોની પ્રશંસા કરે તો સમ્યક્ત્વમાં અતિચારની