________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭
૩૯
જીવો પણ જિનવચનાનુસાર ક્રિયા કરીને અસંગભાવને અભિમુખ માટે પ્રયત્ન કરવો છે તેવી પરિણતિવાળા ન હોય અને પોતાના અસદ્ગહમાં જ તીવ્ર રાગ રાખીને કષ્ટકારી સર્વાનુષ્ઠાન સેવતા હોય તોપણ અકામનિર્જરા પ્રાપ્ત કરે છે.
વળી સાધુને માટે ઉચિતાનુષ્ઠાન શુદ્ધ ચારિત્રપાલનાદિ છે તેમ માર્ગાનુસારી મિથ્યાષ્ટિને પણ સામાન્યથી તેમની ભૂમિકાનુસાર સદાચારાદિ છે. તેથી ભદ્રકપ્રકૃતિવાળા જીવો જે માતા-પિતાદિની સેવા કે અન્ય પણ ઉચિત કૃત્યો કરે છે તે કૃત્યો સકામનિર્જરાની પ્રાપ્તિ કરાવે છે અને સાક્ષાત્ કે પરંપરાથી તે કૃત્યો નિર્વાણનું કારણ બને છે.
વળી, જે અનુચિતાનુષ્ઠાન છે તે અનાભોગ સિવાય અજ્ઞાન વગર, નિયમથી અસદભિનિવેશથી થાય છે અને તેવું અનુષ્ઠાન અકામનિર્જરાનું જ કારણ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવો અનાભોગથી અનુચિત પ્રવૃત્તિઓ કરતા હોય છતાં ઉપદેશાદિની સામગ્રી પામીને નિવર્તન પામે તેવા છે તે જીવોને તે અનુચિત પ્રવૃત્તિમાં અસદભિનિવેશ નથી. તેવા જીવો જિનપૂજા કે અન્ય ધર્માનુષ્ઠાન કરતા હોય, અને અવિધિથી કરતા હોય તેથી અનુચિત પ્રવૃત્તિરૂપ છે. છતાં સામગ્રીને પામીને અવિધિથી નિવર્તન પામે તેવા છે, તેઓને તે અનુષ્ઠાનથી કંઈક સકામનિર્જરા થાય છે. જેઓને અનુચિત પ્રવૃત્તિમાં નિયમથી અસદભિનિવેશ છે તેથી તે અવિધિનો ત્યાગ કરવાને અભિમુખ થાય તેવા નથી, તેવા જીવોનાં કષ્ટકારી અનુષ્ઠાનો પણ અકામનિર્જરાનું જ કારણ બને છે.
અનુચિત પ્રવૃત્તિ અભિનિવેશથી થાય છે, તેથી જે અનુચિત પ્રવૃત્તિ સ્થૂલથી ધર્મની આચરણારૂપ હોય તેનાથી પણ અકામનિર્જરા થાય છે. તેની પુષ્ટિ કરવા અર્થે ગ્રંથકારશ્રી મહાનિશીથસૂત્રનું ઉદ્ધરણ આપતાં કહે છે – “આ રીતે નાગિલે જે કહ્યું છે, કે હે વત્સ ! તું આ કૃત્યથી પરિતોષ પામ નહીં; કેમ કે જેમ હું અશ્વવારથી ઠગાયો હતો, તેમ તું પણ આ સાધુથી ઠગાઈને દીક્ષા ગ્રહણ કરીશ, તો અકામનિર્જરાથી જેમ કર્મક્ષય થાય છે, તેમ આ બાલતપથી પણ અકામનિર્જરાથી કંઈક અધિક નિર્જરા થશે, તોપણ તે નિર્જરા મોક્ષનું કારણ બનશે નહીં.”
વળી, સમ્યક્તપ્રાપ્તિના હેતુઓમાં પણ અકામનિર્જરા અને બાલતપને ભિન્ન બતાવેલાં છે અને દેવાયુષ્યના કારણમાં પણ અકામનિર્જરા અને બાલતપને ભિન્ન બતાવ્યાં છે. અકામનિર્જરાનું સ્વરૂપ કષ્ટ વેઠવારૂપ છે. તેના કરતાં બાલતપનું સ્વરૂપ કંઈક ભિન્ન છે. અકામનિર્જરાના કારણ એવા કષ્ટ વેઠવાથી જે અકામનિર્જરા થાય છે અને બાલતપથી જે અકામનિર્જરા થાય છે. તેમાં કંઈક ફળભેદ છે. વળી, અકામનિર્જરાથી જે દેવાયુષ બંધાય છે અને બાલતપથી જે દેવાયુષ્ય બંધાય છે તેમાં પણ કંઈક ફલભેદ છે, તે અપેક્ષાએ કહેલ છે. તેથી બાલતપ સર્વ જ અકામનિર્જરાનું કારણ છે એવો જે પરનો ભ્રમ છે તેનો નિરાસ થાય છે.
તેનાથી એ ફલિત થાય છે કે જેઓ અસદભિનિવેશથી બાલતપ કરે છે તેઓને તે બાલતપ પ્રાયઃ અકામનિર્જરા તુલ્ય છે; તોપણ જેઓ અસદભિનિવેશ વગરના છે તેઓ મિથ્યાષ્ટિ હોવા છતાં સ્વભૂમિકાનુસાર ઉચિત અનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાન સકામનિર્જરાનું જ કારણ છે; તેને પણ શાસ્ત્રકારો બાલતપ તરીકે