________________
૨૯૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ હોવાથી મોક્ષનું કારણ છે તેની પુષ્ટિ કરવા અર્થે ઉપદેશપદની સાક્ષી આપી. તે ઉપદેશપદમાં હિંસા કરવી જોઈએ નહીં એ પ્રકારના શાસ્ત્રવચનને અવલંબીને પદાર્થ, વાક્યર્થ, મહાવાક્યર્થ અને ઔદંપર્યાર્થ બતાવેલ છે. તે પ્રમાણે કોઈ જીવની હિંસા કરવી જોઈએ નહીં એ પ્રકારે શબ્દોથી પ્રાપ્ત થતો અર્થ પદાર્થ છે. તેને ચાળીને પૃથફ કરવા અર્થે જે યત્ન કરાય તે ચાલના રૂપ વાક્યર્થ છે. કઈ રીતે પદાર્થના અર્થને ચાળીને પૃથક કરાય છે ? તે બતાવવા અર્થે કહે છે –
જે ગૃહસ્થો આરંભી છે તેઓ ધર્મબુદ્ધિથી ચૈત્યાલય નિર્માણ કરે છે, ભગવાનની પૂજા કરે છે, તે સર્વમાં હિંસાની પ્રાપ્તિ છે અને જે પ્રમત્તસાધુઓ કેશલોચ કરે છે તેમાં પોતાને પીડા કરવાને અનુકૂળ વ્યાપાર હોવાથી હિંસા છે. આ પ્રકારે પદાર્થનો અર્થ કરવાથી ચાલનાનો અર્થ એ પ્રાપ્ત થયો કે જો કોઈની હિંસા કરાય નહીં તો શ્રાવકોએ ભગવાનની પૂજા કરવી જોઈએ નહીં અને સાધુએ લોચાદિ કરવા જોઈએ નહીં. આ રીતે ચાલનાથી પ્રાપ્ત થયેલા અર્થથી મહાવાક્યર્થ બતાવે છે, અવિધિથી ચૈત્યનિર્માણ કે લોન્ચ કરવામાં આજ્ઞાવિરાધના છે તેથી તે દુષ્ટ છે. માટે વિધિપૂર્વક ભગવાનની પૂજામાં શ્રાવકે પ્રયત્ન કરવો જોઈએ અને સાધુએ લોચમાં પ્રયત્ન કરવો જોઈએ, એ મહાવાક્ષાર્થ છે.
તેથી એ પ્રાપ્ત થયું કે કોઈ જીવની હિંસા કરવી જોઈએ નહીં એ વચનથી સંસારની સર્વ હિંસાઓનો નિષેધ છે અને ધર્માનુષ્ઠાન વિષયક અવિધિથી થતી હિંસાનો નિષેધ છે, પરંતુ જે પ્રવૃત્તિથી વીતરાગતાને અનુકૂળ ગુણવૃદ્ધિ થતી હોય તેવી હિંસાનો નિષેધ નથી; કેમ કે તે હિંસા પરમાર્થથી હિંસા નથી, પરંતુ ગુણવૃદ્ધિ દ્વારા મોક્ષમાં પર્યવસાન પામે છે. તેથી આજ્ઞાની વિરાધનાવાળા થતા ધર્માનુષ્ઠાનમાં થતી હિંસાનો નિષેધ પ્રાપ્ત થાય છે. તેનો ઔદંપર્યય બતાવતાં કહ્યું કે વિધિપૂર્વક સર્વ ધર્માનુષ્ઠાનમાં યત્ન કરવો જોઈએ; કેમ કે ધર્મમાં ભગવાનની આજ્ઞા જ સાર છે. ભગવાનની સર્વ આજ્ઞા અંતરંગ રીતે વીતરાગભાવથી આત્માને ભાવિત કરવા યત્ન થાય તે રીતે ધર્માનુષ્ઠાન કરવાની છે. તેથી જે સાધુ ભગવાનની આજ્ઞાનું અવલંબન લઈને પોતાના મોહના ઉન્મેલનને અનુકૂળ અપ્રમાદની વૃદ્ધિ થાય તે રીતે લોચાદિ કરતા હોય કે નદી ઊતરતા હોય તેમાં થતી હિંસા સદનુષ્ઠાનમાં અંતર્ભાવ પામે છે, માટે પરમાર્થથી મોક્ષનું કારણ છે.
વળી પૂર્વપક્ષી કહે છે કે નિર્જરા વર્જનાભિપ્રાયથી થાય છે અને અનુષ્ઠાનમાં વર્તતી હિંસા નિર્જરાની પ્રતિબંધક છે. વર્જનાના અભિપ્રાયને કારણે હિંસાના સ્વરૂપનો ત્યાગ થાય છે તેથી તે હિંસા નિર્જરામાં પ્રતિબંધક થતી નથી. માટે હિંસા પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે હેતુ છે. હિંસા પરમાર્થથી તો કર્મબંધનું કારણ છે. તે હિંસામાં જે કર્મબંધની શક્તિ છે તે વર્જનાભિપ્રાયથી પ્રતિબંધિત થઈ જાય છે. તેથી કર્મબંધની શક્તિ પ્રતિબંધિત થયેલી હોવાને કારણે વર્જનાભિપ્રાયથી નિર્જરા થાય છે. જેમ અગ્નિમાં દાહશક્તિ છે; છતાં પ્રતિબંધક મણિ મૂકવામાં આવે તો તે દાહશક્તિ બાળવા માટે સમર્થ બનતી નથી તેમ હિંસામાં કર્મબંધની શક્તિ છે તે શક્તિ વર્જનાભિપ્રાયથી પ્રતિબંધિત થવાને કારણે તે હિંસા કર્મબંધનું કારણ બનતી નથી. આ પ્રકારે પૂર્વપક્ષી કહે તેનાથી એ પ્રાપ્ત થાય કે કેવલ જીવવિરાધનાના પ્રતિબંધકપણાનો અભાવ હોવાથી જીવઘાતપરિણામવિશિષ્ટ જીવવિરાધના પ્રતિબંધક છે અર્થાત્ જીવોને ઘાત કરવાનો પરિણામ છે