________________
૨૬૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩
ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે સુસાધુથી નદી ઊતરવા આદિમાં આભોગપૂર્વકની ત્રસાદિ જીવોની હિંસા છે; છતાં સાધુ આજ્ઞાશુદ્ધપરિણામવાળા હોવાથી ઘાતચિત્ત નથી, એ કથન દ્વારા પૂર્વપક્ષીની કલ્પનાજાલ નિરસ્ત છે, એમ અન્વય છે. પૂર્વપક્ષી માને છે કે આભોગપૂર્વકની હિંસા હોય ત્યાં ઘાતકચિત્ત અવશ્ય હોય અને કેવલીને કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ હોવાથી પોતાના યોગથી જીવો નાશ પામશે તેવું સ્પષ્ટ જ્ઞાન હોવા છતાં કેવલી ગમન કરે તો કેવલીને આભોગપૂર્વકની હિંસાની પ્રાપ્તિને કારણે ઘાતકચિત્ત માનવું પડે. પોતાના કથનને સ્પષ્ટ કરવા અર્થે પૂર્વપક્ષી સાધુને આભોગપૂર્વકની જીવવિરાધના નદી ઊતરવા આદિના પ્રસંગમાં નથી. તે બતાવવા અર્થે કહે છે. આભોગમૂલવાળી અને આભોગપૂર્વક જીવવિરાધના મિથ્યાદૃષ્ટિ પણ પ્રાયઃ અપરાધ વગર કરતા નથી; પરંતુ અતિહિંસક ઘાતકી જીવો જ કરે છે. અર્થાત્ આ જીવો છે તેવું જ્ઞાન હોવા છતાં તેઓની હિંસા કરે તે આભોગમૂલક છે અને હિંસાકાળમાં હું આને મારું છું એ પ્રકારે જે મા૨વાનો ઉપયોગ છે તે આભોગપૂર્વક હિંસા છે અને તેવી હિંસા કોઈએ અપરાધ કર્યો હોય ત્યારે સામાન્યથી જીવો કરે છે તેથી મિથ્યાદ્દષ્ટિ પણ ‘આ જીવો છે’ તેમ જાણીને તેમને મારવાના અધ્યવસાયથી પ્રાયઃ હિંસા કરતા નથી; ફક્ત ઘાતકી એવા અનાર્ય જીવો જ તેવી હિંસા કરે છે. વળી, ઘાતકી જીવો દ્વારા કરાયેલી આવી આભોગમૂલક હિંસા પણ અવશ્યભાવિ હોતી નથી અર્થાત્ સતત કરતા નથી; પરંતુ જ્યારે પોતાનાથી તેવી હિંસા થઈ શકે તેવો સંભવ હોય ત્યારે જ તેઓ હિંસા કરે છે. આમ કહીને આભોગમૂલક આભોગપૂર્વકની હિંસા પ્રાયઃ કોઈ જીવ કરતાં નથી, ઘાતકી જીવો જ તેવા સંયોગ મળે ત્યારે કરે છે, એમ પૂર્વપક્ષી કહે છે. આથી જ ગૃહસ્થો પણ જે વનસ્પતિ આદિનો આરંભ કરે છે ત્યાં પણ ‘આ જીવો છે’, મારે તેમનો ઘાત કરવો છે, તે પ્રકારની આભોગપૂર્વકની વિરાધના કરતા નથી; પરંતુ જીવવિષયક અનાભોગને કારણે જ ત્યાં જીવિરાધના થાય છે. હવે કેવલીના યોગથી જીવિરાધના થાય છે, એમ સ્વીકારવામાં આવે તો કેવલીને કેવળજ્ઞાનમાં સ્પષ્ટ જ્ઞાન છે કે તે સ્થાનમાં ગમનથી મારાથી જીવોની વિરાધના થશે છતાં કેવલી તે સ્થાનેથી જાય તો કેવલીને અનાર્ય જીવોની જેમ ઘાતક ચિત્તની પ્રાપ્તિ થાય. એ પ્રકા૨નો પૂર્વપક્ષીનો આશય છે અને પોતાના કથનને જ સ્પષ્ટ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે કે સંયત એવા સાધુઓને અનાભોગમૂલ જ હિંસાની પ્રાપ્તિ છે, પરંતુ આભોગમૂલ નથી.
કેમ સંયતોને આભોગમૂલ હિંસા નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે -
આથી શાસ્ત્રમાં સાધુ નદી ઊતરે છે ત્યારે જલજીવોની વિરાધના થવા છતાં ‘સંયમ દુરારાધ છે' તેમ કહેવાયું નથી અને પોતે જે વસતિમાં રહ્યા હોય તે સ્થાનમાં કુંથુની ઉત્પત્તિમાત્રથી પણ સાધુને ‘સંયમ દુરારાધ છે' તેમ કહેવાય છે તે પ્રકારે કહેવાનું કારણ એ છે કે નદી આદિમાં અનાભોગથી જ વિરાધના છે તેથી સંયમ દુરારાધ નથી અને વસતિમાં કુંથુ આદિ જીવો સાક્ષાત્ દેખાતા હોવાથી પોતાની ચેષ્ટાથી તેઓની હિંસા થાય ત્યારે આભોગપૂર્વકની હિંસાની પ્રાપ્તિ થાય. માટે સંયમ દુરારાધ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેથી જેમ સુસાધુ પણ વસતિમાં કુંથુ આદિની ઉત્પત્તિ થઈ હોય તો સંયમની આરાધના અર્થે તેવા