SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૨, ૫૩ ટીકા - अणुसंगयहिंसाए त्ति । अनुषङ्गजया धर्मदेशनामात्रोद्देश्यकप्रवृत्त्युपजायमानकुनयमतखेदादिवत्स्वानुद्देश्यकप्रवृत्तिजनितया, हिंसया जिनस्य दोषं भणतस्तव साधूनामप्याभोगानधुत्तारादि विघटेत, तेषामपि नद्युत्तारादौ जलजीवादिविराधनाया अध्यक्षसिद्धत्वादिति ।।५२।। ટીકાર્ય - અનુષના .... સ્વાતિ “ગગુસંહિંસાત્તિ' પ્રતીક છે. અનુષંગથી થનારી હિંસાથી ધર્મદેશનામાત્ર ઉદ્દેશક પ્રવૃત્તિથી થનારી કુનયમતના ખેદાદિની જેમ સ્વાનુદ્દેશ્યક પ્રવૃત્તિજલિત એવી હિંસાથી, જિતને દોષ કહેતા તારા મતમાં સાધુને પણ આભોગથી નદી ઉત્તરણાદિ વિઘટન પામે; કેમ કે તેઓને પણ નદી ઉતારાદિમાં જલજીવાદિની વિરાધનાનું અધ્યક્ષસિદ્ધપણું છે=પ્રત્યક્ષ સિદ્ધપણું છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. પરા ભાવાર્થ : અવતરણિકામાં કહેલ કે સ્વમતિવિકલ્પિતપણાથી પૂર્વપક્ષી આભોગપૂર્વકની કેવલીની હિંસામાં કેવલીને ઘાતકત્વનો દોષ આપે તો સ્વશાસ્ત્રની પ્રતિજ્ઞાનો બાધ થાય છે. કઈ રીતે સ્વશાસ્ત્રની પ્રતિજ્ઞાનો બાધ થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – જેમ કેવલી માત્ર ધર્મદેશનાના જ ઉદ્દેશથી પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તેમના ઉદ્દેશથી કુનયના મતવાળા જીવોને ખેદની પ્રાપ્તિ થાય છે. ક્વચિત્ કોઈક જીવોને વિપરીત બોધ થાય છે, તેનાથી ક્લિષ્ટ કર્મબંધની પ્રાપ્તિ થાય છે તો પણ કેવલીને તેઓના અહિતજનક એવી હિંસા સ્વીકારાતી નથી તેમ કેવલી હિંસાના ઉદ્દેશથી તે ક્ષેત્રમાં જતા નથી; પરંતુ યોગ્ય જીવોના કલ્યાણના પ્રયોજનથી તે ક્ષેત્રમાં જતા હોય છે, તેથી તે વખતે તે જીવોની હિંસાના અનુદ્દેશ્યક એવી પ્રવૃત્તિથી જનિત કેવલીના યોગને આશ્રયીને હિંસા થાય છે. તેટલામાત્રથી જિનને પૂર્વપક્ષી સ્વમતિવિકલ્પિત દોષનું આપાદન કરે અર્થાતુ કેવલીને ઘાતક સ્વીકારવા પડશે એ પ્રકારની આપત્તિ આપે તો પૂર્વપક્ષીના મતે સાધુઓને આભોગપૂર્વક નદી ઊતરવાની પ્રવૃત્તિ આદિ શાસ્ત્રમાં સિદ્ધ છે તે સંગત થાય નહીં, કેમ કે સંયમના પ્રયોજનથી સાધુ નદી આદિ ઊતરતા હોય ત્યારે જલના જીવો આદિની વિરાધના પ્રત્યક્ષ સિદ્ધ છે. તેથી નદીને ઊતરનારા સાધુઓને પણ પૂર્વપક્ષએ ઘાતક કહેવાનો પ્રસંગ આવે. માટે સ્વમતિવિકલ્પિત કેવલીમાં ઘાતકત્વનું આપાદન પૂર્વપક્ષીને અભિમત શાસ્ત્ર સાથે જ વિરોધી હોવાથી મહાદોષવાળું છે. આપણા અવતરણિકા : नन्वेतदसिद्धम्, न हि जलजीवानामप्रत्यक्षत्वेन तद्विराधनायाः प्रत्यक्षत्वं संभवति, प्रतियोगिनोऽप्रत्यक्षत्वे तदनुयोगिनोऽप्यप्रत्यक्षत्वात् न च जलस्य प्रत्यक्षत्वेन तज्जीवानामपि प्रत्यक्षत्वमिति
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy