SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-પર ૨૪૭ વશ સાધુ કોઈપણ ક્રિયા કરતા હોય અને તેમના યોગથી અનાભોગથી કોઈ જીવની હિંસા થાય ત્યારે સાધુ તે જીવોના ઘાતક છે તેમ લોકોત્તર વ્યવહાર સ્વીકારે છે. આથી જ પ્રમાદપૂર્વક કોઈ સાધુ નદી ઊતરતા હોય તો તે સાધુના યોગથી જલના તથા જલમાં રહેલા જીવોની જે હિંસા થાય છે તેના ઘાતક તે સાધુ છે તેમ લોકોત્તર વ્યવહાર સ્વીકારે છે. પ્રમાદી સાધુના યોગથી જ્યારે કોઈ જીવોની હિંસા થાય છે ત્યારે તે સાધુને પ્રાણાતિપાતિકી નામની ક્રિયાની પ્રાપ્તિ છે. આથી કેવલી ગમનાદિ ક્રિયા કરતા હોય તે વખતે તેઓ પોતાના યોગથી જીવહિંસા થશે તેવું જાણતા હોવા છતાં કેવલી તે જીવોના ઘાતક છે તેમ લોકોત્તર વ્યવહારથી કહી શકાય નહીં. પ્રથમ વિકલ્પ સંગત નહીં થવાથી પૂર્વપક્ષી કહે કે લૌકિક વ્યવહારથી કેવલીને ઘાતક સ્વીકારવાની તમને આપત્તિ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – બીજો વિકલ્પ પણ ઉચિત નથી. કેમ ઉચિત નથી ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – આભોગથી જીવઘાત થવામાત્રથી લોકો પણ ઘાતકપણાનો વ્યવહાર કરતા નથી. અહીં પ્રશ્ન થાય કે મારા પ્રયત્નથી હિંસા થશે તેવું જાણવા છતાં તે પ્રયત્નથી કોઈની હિંસા થાય ત્યારે લોકો તેને ઘાતક નથી તેમ કહે છે તે કેવી રીતે નક્કી થાય ? તેથી ગ્રંથકારશ્રી બીજો હેતુ કહે છે – કોઈ વ્યક્તિ લોકોના ઉપકાર અર્થે કૂવો ખોદાવતો હોય ત્યારે તે કૂવામાં કોઈ ગાય પડીને મરી શકે તેવી સંભાવના છે તેવું જ્ઞાન તે કૂવો ખોદાવનારને હોય છે. તે કૂવામાં ગાય પડીને મરી જાય ત્યારે લોકો એમ કહેતા નથી કે આ કૂવો ખોદાવનાર ગાયનો ઘાતક છે; પરંતુ લોક એમ જ કહે છે કે લોકોના કલ્યાણઅર્થે આણે કૂવો ખોદાવ્યો છે. તે રીતે યોગ્ય જીવોના ઉપકાર અર્થે કેવલી ગમનાદિ કરતા હોય તે વખતે કેવલીને જ્ઞાન છે કે મારા યોગથી હિંસા થશે અને કેવલીના ગમનથી તે હિંસા થાય તો પણ લોક એમ જ કહે કે કેવલીએ લોકોના ઉપકાર અર્થે જ ગમન કરેલ છે. માટે આભોગપૂર્વકની કેવલીની હિંસાને કારણે કેવલીને લૌકિકવ્યવહારથી ઘાતક સ્વીકારી શકાય નહીં. આ કથનને જ પુષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – આભોગપૂર્વકની હિંસામાં મારવાનો પરિણામ હેતુ છે, આભોગ અન્યથાસિદ્ધ છે. આથી જ કૂવો ખોદાવનારને ગાયને મારવાનો પરિણામ નથી માટે હિંસા નથી. હિંસામાં મારવાનો પરિણામ જ હેતુ છે આભોગ હેતુ નથી, તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – આભોગપૂર્વકની થતી હિંસામાં ઘાતકપણું કહેવાતું નથી. આથી જ મરણના ઉદ્દેશપૂર્વક મરણાનુકૂલ વ્યાપારવાનપણું હિંસા કહેવાય છે તે સ્થાનમાં પણ કાશીમરણના ઉદ્દેશપૂર્વક કોઈ કાશીમાં કરવત મુકાવવાનો પ્રયત્ન કરે ત્યાં આત્મહિંસા કરે છે એ પ્રકારની આપત્તિ આવે. તેના વારણ માટે અદૃષ્ટ અદ્વારકત્વ વિશેષણ અપાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે કાશીમાં મરણ સ્વીકારવાનું અદૃષ્ટ જેણે પૂર્વભવમાં પ્રાપ્ત કર્યું
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy