________________
૨૪૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧ માટે અપ્રમત્તસાધુના કાયયોગથી અશક્યપરિહારરૂપ હિંસા થતી હોય તોપણ પ્રાણાતિપાતિકીક્રિયા નથી તેમ વીતરાગને પણ પ્રાણાતિપાતિકીક્રિયા નથી. માટે વીતરાગની અશક્યપરિહારરૂપ વસ્ત્રગ્રહણની ક્રિયા હોવા છતાં જેમ વીતરાગનો દ્રવ્યપરિગ્રહ ભાવપરિગ્રહનું કારણ નથી, તેમ વીતરાગના યોગથી થતી અશક્યપરિહારરૂપ દ્રવ્યહિંસા ભાવહિંસાનું કારણ નથી; કેમ કે વીતરાગના ગમનાગમનની પ્રવૃત્તિ ધર્મવ્યાપારરૂપ હોવાથી વીતરાગતામાં બાધક નથી. ટીકા :
अथैवमप्रमत्तस्यैवाक्रियत्वस्वामिनः सुलभत्वाद् भगवतीवृत्तौ अक्रियत्वं वीतरागावस्थामाश्रित्यैव कथमुपपादितम् ? इति चेत् ? स्पष्टत्वार्थम्, बादरसंपरायं यावत् प्रद्वेषान्वयेन त्रिक्रियत्वाभ्युपगमेऽपि सूक्ष्मसंपरायस्याऽक्रियत्वस्थानस्य परिशिष्टत्वेनैतदुपपादनार्थमेतत्प्रकारस्यावश्याश्रयणीयत्वात् ।
प्रद्वेषाभावेन तत्र कायिक्यधिकरणिकीक्रियाभ्युपगमे च कायिक्यादिक्रियात्रयस्य परस्परं नियमानुपपत्तिरिति 'कायिकीक्रिया द्विविधा-अनुपरतकायिकीक्रिया दुष्प्रयुक्तकायिकी क्रिया चेति सिद्धान्तेऽभिधानात् 'कायिकीक्रियाऽऽरंभिक्या समनियता, प्राणातिपातिकी च प्राणातिपातव्यापारफलोपहितत्वात् तद्व्याप्यैवेति प्रतिपत्तव्यं, तत आरंभकत्वं प्राणातिपातकत्वं च सत्यामपि द्रव्यहिंसायां प्रमत्तस्यैव नाप्रमत्तस्येति भगवतस्तया तदापादनमयुक्तमेवेति दिक् ।।५१।। ટીકાર્ચ -
અર્થવન . વિ અથથી પૂર્વપક્ષી શંકા કરે છે કે આ રીતે તમે પૂર્વમાં કહ્યું એ રીતે, અપ્રમત્તને જ અક્રિયત્વના સ્વામીનું સુલભપણું હોવાથી ભગવતીની વૃત્તિમાં પૂર્વમાં ‘વિશ્વથી કહ્યું કે વીતરાગને અને અપ્રમત્તસાધુઓને જીવવિરાધના હોવા છતાં આરંભિકીક્રિયા અને પ્રાણાતિપાતિકીક્રિયા નથી તેમાં ભગવતીની સાક્ષી આપી તે ભગવતીની વૃત્તિમાં, અક્રિયપણું વીતરાગ અવસ્થાને આશ્રયીને જ કેમ ઉપપાદન કરાયું છે ? એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
સ્પષ્ટપણા માટે ભગવતીમાં વીતરાગને અક્રિયપણું સ્વીકારાયું છે; કેમ કે બાદરભંપરાય સુધી પ્રàષના અવયના કારણે ત્રિક્રિયત્વનો સ્વીકાર હોવા છતાં પણ સૂક્ષ્મસંપરાયને અક્રિયત્વના સ્થાનનું પરિશિષ્ટપણાથી જ છે; કેમ કે આના ઉપપાદન માટે જ આ પ્રકારનું અવશ્ય આશ્રયણીયપણું છેઃ ભગવતીમાં જે પ્રકારે વીતરાગને આશ્રયીને અક્રિયપણું કહ્યું છે એ પ્રકારે જ ઉપપાદનનું અવશ્ય આશ્રયણીયપણું છે.
અહીં પ્રશ્ન થાય કે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકમાં પ્રષનો અભાવ હોવાથી ત્યાં કાયિકી અને અધિકરણિકીક્રિયા સ્વીકારી શકાશે; કેમ કે તેમની કાયાથી હિંસા થતી હોય ત્યારે તેઓને કાયિકીક્રિયા છે અને કાયા અધિકરણરૂપ હોવાથી અધિકરણિકીક્રિયા છે તેમ સ્વીકારી શકાશે. તેથી કહે છે –