________________
૨૩૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧
જીવ વિરાધના હોતે છતે પણ ઉપરમાં પણ નહીં અપ્રમતમુનિ અને વીતરાગને નહીં. અને પ્રાણાતિપાતિકીક્રિયા પ્રદ્વેષથી પ્રાણના અતિપાતકાળમાં જ હોય છે અને પૃથ્વીકાય આદિ જીવોને તેનો અસંભવ નથી=પ્રાણાતિપાતિકીક્રિયાનો અસંભવ નથી; કેમ કે તત્કૃત અકુશલ પરિણામની નિવૃત્તિથી જ=પ્રાણાતિપાતિકીક્રિયાથી કરાયેલા અકુશલ પરિણામની નિવૃત્તિથી જ, તેનું પ્રતિપાદન છે=પ્રાણાતિપાતિકીક્રિયાના તિવર્તનનું પ્રતિપાદન છે. તે પણ=પ્રાણાતિપાતિકીક્રિયા પણ, અપ્રમતસાધુને સંભવતી નથી. અને અવીતરાગની કાયાનું અધિકરણપણું હોવાને કારણે અને પ્રદ્વેષથી અન્વિતપણું હોવાને કારણે કાયિકીક્રિયાના સદ્ભાવમાં ત્રિક્રિયત્વના નિયમનું પ્રતિપાદન હોવાથી આવા પ્રકારના અપ્રમતને પણ=પ્રાણાતિપાતની ક્રિયાકૃત અકુશલ પરિણામની નિવૃત્તિવાળા અપ્રમતને પણ, પ્રાણાતિપાતના વ્યાપારકાળમાં તેમના યોગોને પામીને જીવહિંસા થાય છે તેવા વ્યાપારકાળમાં, પ્રાણાતિપાતિકીક્રિયાનો સંભવ છે એમ ન કહેવું; કેમ કે કાયિકીક્રિયાનું પણ પ્રાણાતિપાત જનક પ્રદ્વેષ વિશિષ્ટતું જ ગ્રહણ છે.
કેમ માત્ર કાયાથી થતી પ્રાણાતિપાતિકીક્રિયાને, પ્રાણાતિપાતરૂપે ગ્રહણ કરેલ નથી ? અને પ્રશ્લેષ વિશિષ્ટ પ્રાણાતિપાતિકીક્રિયાને, પ્રાણાતિપાતિકીક્રિયામાં ગ્રહણ કરેલ છે ? તેમાં હેતુ કહે છે –
આ રીતે જsuદ્વેષ વિશિષ્ટ જ, કાયિકીક્રિયાને પ્રાણાતિપાતરૂપે સ્વીકારવામાં આવે એ રીતે જ આદ્ય ક્રિયાત્રયના નિયમનો સંભવ છે=અવીતરાગને આઘત્રય ક્રિયા હોય છે એ પ્રકારે ભગવતીમાં કહ્યું તે નિયમનો સંભવ છે. તે પ્રજ્ઞાપનાવૃત્તિમાં કહેવાયું છે – “અહીં કાયિકીક્રિયા ઔદારિકાદિકાય આશ્રિત પ્રાણાતિપાતના વિવર્તનમાં સમર્થ પ્રતિવિશિષ્ટ જ ગ્રહણ થાય છે અથવા જે કોઈ કાર્મણકાયને આશ્રિત નહીં, તેથી આદ્ય ત્રણ ક્રિયાનું પરસ્પર નિયમ-નિયામકભાવ છે. કેવી રીતે ? એથી કહે છે – કાયા અધિકરણ પણ થાય છે એ પ્રમાણે પૂર્વમાં કહેવાયું. તેથી કાયનું અધિકરણપણું હોવાથી કાયિકીક્રિયા હોતે છતે અવશ્ય અધિકરણિકીક્રિયા છે. અધિકરણિકીક્રિયા હોતે છતે અવશ્ય કાયિકીક્રિયા છે. અને તે પ્રતિવિશિષ્ટ કાયિકક્રિયા પ્રÀષ વગર થતી નથી. તેથી પ્રાષિકીક્રિયા સાથે પણ પરસ્પર અવિનાભાવ છે અધિકરણિકી અને કાયિકીક્રિયાનો પ્રાપ્લેષિકીક્રિયા સાથે પણ પરસ્પર અવિનાભાવ છે. અને કાયામાં પ્રષ પણ સ્પષ્ટલિંગવાળો છે; કેમ કે વક્તાના તેના અવિનાભાવી રુક્ષત્યાદિનું પ્રષ સાથે અવિનાભાવી એવા રુક્ષતાદિનું, પ્રત્યક્ષથી ઉપલંભ છે. અને કહેવાયું છે – રોષ કરતાનું મુખ રોષ બતાવે છે, રાગ કરતા પુરુષનું મુખ સ્નેહ બતાવે છે. આ રીતે ભાવના વશથી ઔદારિક દેહ પણ પરિણમન પામે છે."
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. અને જો પ્રઢષતા અવયના અવિચ્છેદમાત્રથી અવીતરાગમાત્ર કાયિકી આદિ ક્રિયાત્રયનો નિયમ થાય તો સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકમાં પ્રાણાતિપાતની પ્રાપ્તિ થયે છતે પ્રાણાતિપાતિકીક્રિયાને કારણે વવિધબંધકત્વની પણ ઉપપત્તિમાં સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકવાળા જીવોને આઠ કર્મમાંથી છ કર્મના બંધકપણાની ઉપપત્તિમાં “નીવે મંત' એ સૂત્રોમાં કહેવાયેલી વ્યવસ્થાની અનુપપત્તિ છે. તે સૂત્રનો અર્થ આ પ્રમાણે છે –