SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧ શુદ્ધ ન હોય તેવા અનેષણીય આહાર આદિ સાધુએ ગ્રહણ કરવા જોઈએ નહીં, તે સિવાયનું અનેષણીય ૫૨માર્થથી અનેષણીય નથી. જો આવું સ્વીકારીએ તો સાધુને આભોગપૂર્વક પ્રતિષિદ્ધ વિષયની પ્રવૃત્તિ ક્યાંય થશે નહીં; કેમ કે અપવાદથી સાધુ દોષિત ગ્રહણ કરે છે તે અનેષણીય નથી. તેથી પ્રતિષિદ્ધ વિષયની પ્રવૃત્તિ સાધુને છે તેમ કહી શકાય નહીં. પૂર્વપક્ષી કહે છે એ પ્રમાણે સાધુ જ્યારે આભોગથી પ્રતિદ્ધિની પ્રવૃત્તિ કરે છે ત્યારે સુમંગલ સાધુની જેમ અશુભયોગની પ્રાપ્તિ થાય છે તે કથનનો ઉચ્છેદ થશે. તેથી સાધુને ક્યારેય પણ અશુભયોગની પ્રાપ્તિ થશે નહીં; કેમ કે સાધુ ઉત્સર્ગથી પ્રતિષિદ્ધ આચરણાની પ્રવૃત્તિ કરતા નથી. ત્યારે તો અનેષણીયના ગ્રહણની પ્રવૃત્તિ નથી. વળી, અપવાદથી પણ પ્રતિષિદ્ધ આચરણાની પ્રવૃત્તિ કરે છે તે અનેષણીય રૂપ નથી તે સિવાય અશુભયોગની પ્રાપ્તિ આભોગપૂર્વક અપવાદસેવનકાળમાં સાધુને પ્રાપ્ત થાય છે એ કથન સંગત થાય નહીં. તેથી પ્રમાદ દ્વારા સાધુઓને શુભયોગ અને અશુભયોગરૂપ દૈવિધ્ય પૂર્વપક્ષીના મતાનુસાર પ્રાપ્ત થાય નહીં, જેથી પ્રમત્તસાધુઓને શુભયોગ અને અશુભયોગ સ્વીકારનાર આગમનો વિરોધ આવે. માટે આભોગથી જીવઘાત ઉપહિતપણું યોગોનું અશુભપણું નથી, પરંતુ સૂત્રમાં કહેવાયેલા ઇતિકર્તવ્યતાના ઉપયોગપૂર્વક વ્યાપા૨૫ણું શુભયોગપણું છે અને શાસ્ત્રના વચનાનુસાર ઉપયોગશૂન્ય વ્યાપારપણું અશુભયોગપણું છે, તેમ સ્વીકારવું જોઈએ. આશય એ છે કે પૂર્વપક્ષી કહે છે કે કેવલી કેવળજ્ઞાનથી જાણે છે કે મારી ગમનની ક્રિયાથી જીવો મરશે છતાં જો કેવલી જાય તો કેવલીના યોગો આભોગથી જીવઘાતનાં કારણ બને. તેથી કેવલીના યોગોને અશુભયોગ સ્વીકારવા જોઈએ. જેમ સુમંગલ સાધુએ આભોગપૂર્વક અપવાદથી સિંહને મારેલ ત્યારે સુમંગલ સાધુને યોગોના અશુભપણાની પ્રાપ્તિ થઈ, એમ પૂર્વપક્ષી કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે તે રીતે આભોગપૂર્વક હિંસામાં અશુભયોગ સ્વીકારવામાં આવે તો અપવાદિક અનેષણીયની પ્રવૃત્તિમાં જેમ પરમાર્થથી અનેષણીયપણું નથી એમ સુમંગલ સાધુને અપવાદની પ્રવૃત્તિમાં પ્રતિષિદ્ધનું સેવન નહીં હોવાથી અશુભયોગપણું નથી, એમ પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ. માટે આભોગપૂર્વકનો જીવઘાત થાય તેને અશુભયોગ કહી શકાય નહીં; પરંતુ જેઓ શ્રુતવચનાનુસાર ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરતા નથી તેઓની જ પ્રવૃત્તિમાં અશુભયોગ છે તેમ માનવું જોઈએ. તેથી જેમ આભોગપૂર્વક સુમંગલ સાધુ અપવાદિક પ્રવૃત્તિ કરે છે ત્યાં જીવઘાત થવા છતાં અશુભયોગપણું નથી; કેમ કે સંયમરક્ષાનો તે ઉપાય હોવાથી શુભ અધ્યવસાયથી જ તે પ્રવૃત્તિ છે; એ રીતે કેવલી પણ વિહાર કરે છે ત્યારે સામાયિકના ઉચિત પરિણામથી ઉચિત પ્રવૃત્તિરૂપે વિહાર કરતા હોય ત્યારે તેઓને આભોગથી હિંસા પ્રાપ્ત થાય તોપણ અશુભયોગની પ્રાપ્તિ નથી; પરંતુ જેઓ પ્રમાદને વશ ઉપયોગપૂર્વક ક્રિયા કરતા નથી તેઓને અશુભયોગની પ્રાપ્તિ થાય છે તેમ પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ. વળી, અશુભયોગજન્ય જીવઘાત આરંભકત્વ વ્યવહારનો વિષય નથી; કેમ કે તેમ સ્વીકારવામાં આવે તો અશુભયોગપદના અને આરંભકપદના પર્યાયત્વનો પ્રસંગ પ્રાપ્ત થાય. આશય એ છે કે કોઈ મહાત્મામાં
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy