________________
૨૨૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧
પ્રમતસંયત પણ અન્યતર=એકતર, કોઈકને પ્રમાદ હોતે છતે કાયદુષ્પયોગના ભાવને કારણે પૃથ્વી આદિના ઉપમર્દનનો સંભવ છે. ‘પ' શબ્દ અન્ય પણ નીચેના ગુણસ્થાનકવર્તી જીવોને =પ્રમત્તસંયતથી નીચેના ગુણસ્થાનકવર્તી જીવોને, નિયમના પ્રદર્શન માટે છે. અર્થાત્ તેઓને નિયમો આરંભિકીક્રિયા છે તે પ્રકારનો નિયમ બતાવવા માટે છે. તેનાથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – પ્રમસંવતને પણ આરંભિકીક્રિયા થાય છે. શું વળી શેષ દેશવિરતિ વગેરે ગુણસ્થાનકવાળા જીવોને કહેવું?”
ત્તિ' શબ્દ પ્રજ્ઞાપતાસૂત્રની વૃત્તિની સમાપ્તિ અર્થે છે.
આ વ્યવસ્થા સિદ્ધ થયે છતે જાણવા છતાં પણ ભગવાનને ધમપકરણના ધરણમાં અવર્જકીય દ્રવ્યપરિગ્રહની જેમ ગમનાગમતાદિ ધર્મવ્યાપારમાં અવર્જનીય દ્રવ્યહિંસામાં પણ અપ્રમત્તપણું હોવાથી જ અશુભયોગપણું નથી=ભગવાનને અશુભયોગપણું નથી એ પ્રમાણે સ્વીકારવું જોઈએ. અને ભગવાનને ધર્મોપકરણ હોવા છતાં પણ મૂચ્છઅભાવને કારણે પરિગ્રહત્વનો ત્યાગ હોવાથી પરિગ્રહનો દોષ નથી. વળી દ્રવ્યહિંસા હોતે છતે પ્રાણવિયોગરૂપ તેના લક્ષણનું સત્યપણું હોવાથી–હિંસાના લક્ષણનું સત્ત્વપણું હોવાથી, તે દોષ થાય જ=હિંસાદોષ થાય જ, એ પ્રમાણે વ્યામૂઢબુદ્ધિથી શંકા કરવી નહીં; કેમ કે “પ્રમાદયોગથી પ્રાણવ્યપરોપણરૂપ હિંસા" એ પ્રમાણે તત્વાર્થમાં તેના લક્ષણનું કરણ છે હિંસાના લક્ષણનું કરણ છે. ભગવાનમાં તેનો અભાવ જ છે–તેવી હિંસાનો અભાવ જ છે. આથી જ=ભગવાનમાં દ્રવ્યહિંસા હોવા છતાં હિંસાનો અભાવ છે આથી જ, હિંસા નિયત દોષ છે અને પરિગ્રહ અનિયત દોષ છે એ પ્રકારનો પૂર્વપક્ષીનો મત અપાત થાય છે, કેમ કે મૈથુનથી અન્ય આશ્રવમાં અનિયત દોષત્વનું પ્રતિપાદન છે. તે તત્વાર્થવૃત્તિમાં કહેવાયું છે=મૈથુનમાં નિયત દોષ છે અને અન્યત્ર અનિયત દોષ છે તે તત્વાર્થવૃત્તિમાં કહેવાયું છે –
પ્રમાદના યોગથી અસઅભિધાન અવૃત છે, પ્રમત્તયોગથી અદત્તાદાન સ્લેય છે, પ્રમત્તયોગથી મૂચ્છ પરિગ્રહ છે. મૈથુનમાં ‘પ્રમત્તયો' એ પ્રકારનું પદ નથી.
કેમ નથી ? તેથી કહે છે –
જેમાં અપ્રમત્તને તથાભાવ હોતે છતે અમૃતાદિભાવ હોતે છતે, કર્મબંધનો અભાવ છે ત્યાં પ્રમત્તનું ગ્રહણ અર્થવાળું થાય છે અર્થાત્ ઉપયોગી થાય છે, કેમ કે પ્રમત્તને કર્મબંધ છે. અપ્રમત્તને નથી કર્મબંધ નથી, પ્રાણાતિપાતની જેમ. મૈથુનમાં રાગ-દ્વેષના અવયનો અવિચ્છેદ હોવાથી સર્વ અવસ્થામાં મૈથુન સેવનારને કર્મબંધ છે. માટે ‘પ્રમત્તયોગા' વિશેષણ મૈથુનની પ્રતિસેવામાં મૂકેલ નથી.” ઈત્યાદિ શબ્દથી અન્ય સાક્ષીપાઠનું ગ્રહણ છે. આના દ્વારા પૂર્વમાં કહ્યું તે મૈથુન સિવાય હિંસા આદિ નિયત દોષો નથી એના દ્વારા, દ્રવ્યહિંસાથી ભગવાનને પ્રાણાતિપાતકત્વનો પ્રસંગ છે એ તિરસ્ત થયું; કેમ કે દ્રવ્યપરિગ્રહથી પરિગ્રહત્વના પ્રસંગ તુલ્ય યોગક્ષેમપણું છેકદ્રવ્યહિંસામાં યોગક્ષેમપણું છે. ભાવાર્થપૂર્વપક્ષી કેવલીના યોગથી દ્રવ્યહિંસાનો સંભવ નથી તેમ સ્વીકારે છે અને કેવલીને દ્રવ્યપરિગ્રહ હોવા